ETV Bharat / sports

વિરાટ કોહલીએ ત્રણ શબ્દોની પોસ્ટ કરીને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી, જાણો... - Virat Kohli Social Media Post - VIRAT KOHLI SOCIAL MEDIA POST

વિરાટ કોહલીએ બુધવારે તેના X હેન્ડલ પર એક કલાકની અંદર ત્રણ એક-શબ્દની પોસ્ટ કરી, આવા પ્રકારની પોસ્ટ તેની પાસેથી જોવા મળતી નથી. તેની આ પોસ્ટે તેના ચાહકોનું અચાનક જ ધ્યાન આકર્ષિત કર્યું છે. વધુ આગળ વાંચો…

વિરાટ કોહલી
વિરાટ કોહલી ((IANS PHOTOS))
author img

By ETV Bharat Sports Team

Published : Sep 18, 2024, 4:53 PM IST

નવી દિલ્હીઃ વિરાટ કોહલી ચેન્નાઈમાં બાંગ્લાદેશ સામે ભારતની પ્રથમ ટેસ્ટ રમે તે પહેલા જ સમાચારમાં આવી ગયો છે. તેણે તેના સોશિયલ મીડિયા પર ત્રણ પોસ્ટ કરી છે, જેણે તમામ ચાહકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. આ પછી વિરાટના ફેન્સમાં પણ ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેઓ સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.

વિરાટ કોહલી
વિરાટ કોહલી ((IANS PHOTOS))

વાસ્તવમાં, વિરાટ કોહલીએ તેના X એકાઉન્ટ પર ત્રણ એક શબ્દની પોસ્ટ કરી, જેણે બુધવારે તેના ચાહકોમાં સનસનાટી મચાવી દીધી. આ પોસ્ટ્સ પછી દરેક લોકો અનુમાન લગાવી રહ્યા છે કે વિરાટે આ પોસ્ટ્સ કોઈને કોઈ વાતને લઈને કરી છે. વિરાટ ઘણીવાર આવી પોસ્ટ કરતો જોવા નથી મળતો પરંતુ હવે તેની પોસ્ટે લોકોને વિચારવા મજબૂર કરી દીધા છે.

જાણો વિરાટે સોશિયલ મીડિયા પર શું લખ્યું:

વિરાટ કોહલીએ સવારે 9 વાગે તેના 'X' હેન્ડલ પર પોસ્ટ કરતાં લખ્યું કે "દયાળુ', પહેલી પોસ્ટના 31 મિનિટ બાદ તેને ફરી એક શબ્દ વળી પોસ્ટ કરી, આ વખતે તેણે 'શિષ્ટતા' લખ્યું. ત્યારબાદ પણ ટે રોકાયો નહીં અને ફરી ત્રીજી પોસ્ટ નાખી અને તેમાં લખ્યું હતું કે, "સન્માન" . વિરાટની આ ત્રણ પોસ્ટ બાદ તેના વિશે અલગ-અલગ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે.

તેની પોસ્ટ પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. જો કે, કોઈ ભારતીય બેટ્સમેનને સતત આવી પોસ્ટ્સ કરતા જોવું ખૂબ જ દુર્લભ છે. જેના કારણે તેના ચાહકો અનુમાન લગાવી રહ્યા છે. વિરાટ આ વર્ષે ઘરઆંગણે તેની પ્રથમ ટેસ્ટ રમશે, આ વર્ષની શરૂઆતમાં ઈંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થયા બાદ ટેસ્ટ ક્રિકેટમાં તેની વાપસી પણ હશે.

વિરાટ કોહલી છેલ્લે જાન્યુઆરીમાં દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ રમ્યો હતો. પાકિસ્તાન સામે મજબૂત શ્રેણી જીત્યા બાદ બાંગ્લાદેશની ટીમ આ મહિને પાકિસ્તાન આવી રહી છે. બાંગ્લાદેશે પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનને 10 વિકેટે હરાવ્યું હતું જ્યારે બીજી ટેસ્ટમાં છ વિકેટે જીત મેળવી હતી.

આ પણ વાંચો:

  1. કોહલી-ગંભીરની રસપ્રદ વાતો: મેદાનની વચ્ચે થયેલી દલીલ અંગે કર્યો ખુલાસો, કહ્યું- 'મારી લડાઈ સૌથી વધુ… - VIRAT KOHLI VS GAUTAM GAMBHIR
  2. બાંગ્લાદેશ સામે કેવી રહેશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11, જાણો કોણ હશે પ્રથમ ટેસ્ટમાંથી બહાર… - IND vs BAN Possible playing 11

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.