ETV Bharat / sports

ગુજરાતની આ સ્ટાર ખેલાડીઓની મહિલા T20 વર્લ્ડ કપમાં થઈ પસંદગી, જાણો... - GUJARATI WOMAN CRICKETER

આજના સમયમાં પુરુષોની જેમ મહિલા ક્રિકેટર પણ ખૂબ આગળ વધી વધી રહી છે. ભારતીય મહિલા ક્રિકેટનું નામ આવતા મિથાલી રાજ, હરમનકૌર, સ્મૃતિ મંધાના જેવી ખેલાડીઓ લોકોને યાદ આવે છે, પણ શું તમે ગુજરાતી મહિલા ક્રિકેટર વિષે જાણો છો? જેઓ ભારતીય ટીમમાં સ્થાન મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું છે. જાણો આ સ્ટાર ગુજરાતી મહિલા ક્રિકેટર વિશે .

ગુજરાતની પ્રથમ મહિલા ક્રિકેટર
ગુજરાતની પ્રથમ મહિલા ક્રિકેટર (Etv Bharat)
author img

By ETV Bharat Sports Team

Published : Sep 11, 2024, 8:05 PM IST

હૈદરાબાદ: ભારતીય મહિલા ટીમ પુરુષોની જેમ જ દરેક ફોર્મેટમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે. જુલાઇમાં રમાયેલ મહિલા એશિયા કપની સેમી ફાઇનલમાં ભારતીય મહિલા ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેમાં 10 વિકેટથી ભારતે જીત મેળવી હતી. અત્યાર સુધી તમે મિથાલી રાજ, હરમનપ્રીત કૌર, ઝૂલન ગોસ્વામી, સ્મૃતિ મંધાના જેવી સ્ટાર મહિલા ક્રિકેટર વિષે સાંભળ્યું હશે. પણ શું તમને ખબર છે ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં આપણી ગુજરાતની ખેલાડીઓ પણ ધમાકેદાર પ્રદર્શન કરી રહી છે. અને ઓક્ટોમ્બરમાં યોજાનાર મહિલા T20 વર્લ્ડ કપમાં આ બંને ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. તો ચાલો જાણીએ આ ખેલાડીઓ વિશે.

રાધા યાદવ અને યાસ્ટિકા ભાટિયા
રાધા યાદવ અને યાસ્ટિકા ભાટિયા (ETV Bharat)

ગુજરાતી મહિલા ક્રિકેટર જેઓ નેશનલ ટીમમાં સ્થાન મળ્યું છે.

1. રાધા યાદવ :

ડાબા હાથની સ્પિનર ​​અને ઉત્તમ ફિલ્ડર રાધા યાદવે 18 વર્ષની ઉંમરે ભારત માટે ડેબ્યૂ કર્યું હતું, જ્યારે તેણીએ દક્ષિણ આફ્રિકા સામે ટી20 મેચ રમી હતી. ભારતીય ટીમમાં પસંદગી પામનાર રાધા ગુજરાતની પ્રથમ મહિલા ક્રિકેટર છે. રાધા યાદવ 17 વર્ષની ઉંમરે 2018 માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે પસંદ કરવામાં આવી ત્યારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી પામેલ ગુજરાતની સ્થાનિક ટીમમાંથી પ્રથમ ખેલાડી બની હતી. 2024 ના t20 મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં રાધા યાદવની મુખ્ય સીન બોલર તરીકે પસંદગી કરવામાં આવી છે, જેથી સમગ્ર ગુજરાતમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

રાધા યાદવ
રાધા યાદવ (ANI)

તેણે 13 ફેબ્રુઆરી 2018 ના રોજ દક્ષિણ આફ્રિકાની સામે ભારત તરફથી T20 આંતરરાષ્ટ્રીય (WT20I) ડેબ્યૂ કર્યું. તે ખૂબ જ હોંશિયાર ડાબા હાથની સ્પિનર ​​છે, જે ટૂંકા ફોર્મેટ માટે વધુ અનુકૂળ છે અને તે મેદાન પર સફળ ખેલાડી પણ છે. સ્થાનિક સ્પર્ધાઓમાં પ્રભાવશાળી પ્રદર્શનને કારણે પસંદગીકારો માટે રાધાના ઉદયને અવગણવું અશક્ય બન્યું અને તેણીએ રમતના સૌથી ટૂંકા ફોર્મેટમાં પદાર્પણ કર્યું. તે જ વર્ષે તે વર્લ્ડકપ ટી20માં પણ રમી અને શાનદાર પ્રદર્શન કર્યું હતું.

મૂળ મહારાષ્ટ્રની રાધા 2014-15ની સિઝનમાં બરોડા ગઈ અને અંડર-19 વેસ્ટ ઝોન ટુર્નામેન્ટ, બંને ફોર્મેટમાં વરિષ્ઠ મહિલા ટૂર્નામેન્ટ (વ્હાઇટ-બોલ ક્રિકેટ) અને અંડર-23 વેસ્ટ ઝોન વન ડે સહિત અનેક સ્પર્ધાઓમાં રમી. હાલમાં ટીમ ઈન્ડિયાની વાત કરવામાં આવે તો તેને T20 ફોર્મેટની માહિર ખેલાડી માનવામાં આવે છે. 1988માં, વડોદરાની બે મહિલા ખેલાડીઓ, મંગળા બાબર અને રાજકુવરદેવી ગાયકવાડ, ભારતીય વન-ડે ઈન્ટરનેશનલ ટીમ માટે પસંદ કરવામાં આવી હતી, પરંતુ તેઓ પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવી શક્યા ન હતા.

રાધા યાદવ
રાધા યાદવ (ANI)

WPL કારકિર્દી : રાધા યાદવને WPL ઓક્શનમાં દિલ્હી કેપિટલ્સે 40 લાખ રૂપિયાની બેઝ પ્રાઈસમાં સૌથી પહેલા ખરીદી હતી. આ 23 વર્ષીય ખેલાડી દિલ્હીની સ્પિન ટીમનો મહત્વનો ભાગ છે. તે બે T20 વર્લ્ડ કપ (2018 અને 2020)નો ભાગ રહી ચુકી છે અને તેની પાસે ઘણો અનુભવ છે. રાધા એક ઉત્તમ સ્પિનર ​​છે, જેની પાસે ઉડાન અને ખતરનાક આર્મ બોલ છે. તે નીચલા ક્રમમાં બેટથી અજાયબીઓ કરી શકે છે અને તે એક ઉત્તમ ફિલ્ડર પણ છે.

2. યાસ્ટિકા ભાટિયા:

યસ્તિકા ભાટિયા મૂળ ગુજરાતના વડોદરાની છે . તેનું ભારતીય ટીમમાં વિકેટકીપર- ડાબોડી બેટ્સમેન છે અને તે તેની નક્કર ટેકનિક અને ઇનિંગ્સની રચના કરવાની ક્ષમતા માટે જાણીતી છે. ભાટિયાના સ્થાનિક સ્તરે બેટ સાથે સતત સારા પ્રદર્શનને કારણે તેને 2021માં ભારતીય ક્રિકેટ ટીમમાં સ્થાન મળ્યું. ભાટિયાએ સપ્ટેમ્બરમાં કેરારા ઓવલ (Carrara Oval) ખાતે આયોજિત એકમાત્ર ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. તેને મહિલા ODI ક્રિકેટ વર્લ્ડ કપ 2022 અને બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, જ્યાં તેણે દેશને સિલ્વર મેડલ જીતવામાં મદદ કરી હતી.

યાસ્ટિકા ભાટિયા
યાસ્ટિકા ભાટિયા (ANI)

સ્થાનિક સફળતા અને સતત વૃદ્ધિ:

ભાટિયાની સફળતા માત્ર આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર સુધી મર્યાદિત નથી; તેણે સ્થાનિક સ્તરે પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. 2013/14 થી બરોડાનું પ્રતિનિધિત્વ કરતા, ભાટિયા તેમની ટીમ માટે સતત સારું પ્રદર્શન કર્યું છે અને માટે તેણે ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં સ્થાન મળ્યું છે.

પ્રારંભિક કારકિર્દી :

ફેબ્રુઆરી 2021માં, ભાટિયાને દક્ષિણ આફ્રિકા સામેની મર્યાદિત ઓવરોની મેચો માટે પ્રથમ વખત ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં સામેલ કરવામાં આવી હતી. આ મહત્વપૂર્ણ સિદ્ધિ તેમની પ્રતિભા અને સખત મહેનતનું પ્રમાણ હતું. ભાટિયાએ તક માટે તેમના કોચ અને ક્લબનો આભાર વ્યક્ત કર્યો હતો. તેણે વરિષ્ઠ ટીમમાં પદાર્પણ કરતા પહેલા, ભાટિયાએ ડિસેમ્બર 2019 માં ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન ભારતની મહિલા A ટીમનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું, તેણે આંતરરાષ્ટ્રીય મંચ પર તેની ક્ષમતા દર્શાવી હતી.

આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ અને શ્રેષ્ઠ પ્રદર્શન: ઓગસ્ટ 2021, ભાટિયાની કારકિર્દીની બીજી મહત્વની ક્ષણ એ હતી જ્યારે તેને ફરી એકવાર ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી માટે રાષ્ટ્રીય ટીમમાં સામેલ કરવામાં આવે. એકમાત્ર મહિલા ટેસ્ટ મેચ માટે ભારતની ટીમમાં તેનો સમાવેશ તેની બહુમુખી પ્રતિભા અને ઉચ્ચ સ્તરે સ્પર્ધા કરવા માટેની તૈયારી દર્શાવે છે. ભાટિયાએ આ તકનો લાભ લીધો અને 21 સપ્ટેમ્બર, 2021ના રોજ ઓસ્ટ્રેલિયા સામે તેની મહિલા વન-ડે ઈન્ટરનેશનલ (WODI) ડેબ્યૂ કર્યું, ત્યારબાદ 30 સપ્ટેમ્બર, 2021ના રોજ તેણે ટેસ્ટ ડેબ્યૂ અને 7 ઓક્ટોબર, 2021ના રોજ મહિલા ટ્વેન્ટી20 ઈન્ટરનેશનલ (WT20I) માં ડેબ્યૂ કર્યું હતું. બેટ સાથે અને સ્ટમ્પની પાછળના તેના સાતત્યપૂર્ણ પ્રદર્શને ટીમમાં તેની સ્થિતિને મજબૂત બનાવી, માટે તેને સાથી ખેલાડીઓ અને ચાહકો દ્વારા ખૂબ વખાણ મળ્યા હતા.

જાન્યુઆરી 2022 માં, ભાટિયાની પ્રતિભાને ફરી એકવાર ઓળખવામાં આવી જ્યારે તેને ન્યુઝીલેન્ડમાં આયોજિત 2022 મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતની ટીમમાં સામેલ કરવામાં આવી. આ ઉપરાંત ઇંગ્લેન્ડના બર્મિંગહામમાં 2022 કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ભારતની ટીમમાં તેને સ્થાન મળ્યું હતું.

યાસ્ટિકા ભાટિયા
યાસ્ટિકા ભાટિયા (ANI)

WPL કારકિર્દી : જે રીતે પુરુષોની આઇપીએલ રમાય છે, તેવી જ રીતે મહિલાઓની પણ IPL યોજાય છે જેને WPL કહેવાય છે. યુવા અને ગતિશીલ યાસ્તિકા ભાટિયામાં ઉત્સાહ જોઈને, મુંબઈ ઈન્ડિયન્સે 2023માં WPLની શરૂઆતની હરાજીમાં જ આ વિકેટકીપર-બેટ્સમેનને રૂ. 1.50 કરોડમાં ખરીદી હતી.

BCCIએ મહિલા T20 વર્લ્ડ કપ 2024 માટે 15 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી છે, જેમાં હરમનપ્રીત કૌર ટીમની કપ્તાની કરશે, જ્યારે સ્મૃતિ મંધાના ઉપ-કેપ્ટન છે. મંધાના અને શેફાલી વર્મા ટીમ માટે ઓપનિંગની જવાબદારી સંભાળશે. અને ભારતની મુખ્ય સ્પિન બોલર તરીકે રાધા યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેમજ યાસ્ટિકા ભાટિયાને બેટ્સમેન- વિકેટકીપર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. સૌ ગુજરાતી ચાહકોને આશા રહેશે કે ગુજરાતની આ બંને ખેલાડીઓ વર્લ્ડ કપમાં ખૂબ જ સારું પ્રદર્શન કરશે.

આ પણ વાંચો:

  1. ક્રિકેટ ખેલાડીઓના જર્સી નંબર કેવી રીતે નક્કી કરવામાં આવે છે, શું છે તેની પ્રક્રિયા ? જાણો... - Cricketers jersey number
  2. ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં કેવી રીતે જોડાવવું? જાણો સ્થાનિક ક્રિકેટથી લઈને નેશનલ ટીમમાં સ્થાન મેળવવાની પ્રક્રિયા… - PROCESS OF JOINING WOMEN CRICKET

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.