નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ 2024ના સુપર-8માં બાંગ્લાદેશની એન્ટ્રી સાથે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે સુપર-8માં કોણ કોની સામે ટકરાશે તે સંપૂર્ણ રીતે નક્કી થઈ ગયું છે. આ ટુર્નામેન્ટના આગામી રાઉન્ડ માટે 8 ટીમો ક્વોલિફાય થઈ ગઈ છે. ગ્રુપ A અને ગ્રુપ Bમાં 4-4 ટીમો રાખવામાં આવી છે. આવી સ્થિતિમાં, દરેકની નજર આગામી રાઉન્ડ માટે ભારત, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા જેવી 5 મજબૂત ટીમો પર રહેશે. સુપર-8ની તમામ મેચો એન્ટિગુઆ, બાર્બાડોસ, સેન્ટ લુસિયા અને સેન્ટ વિન્સેન્ટમાં રમાશે.
સુપર-8 ના બંને ગ્રુપ
ગ્રુપ A: ભારત, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ
ગ્રુપ B: યુએસએ, વેસ્ટ ઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડ
સુપર-8માં તમામ 8 ટીમોની મેચો યોજાશે
જૂન 19: યુએસએ વિ દક્ષિણ આફ્રિકા, નોર્થ સાઉન્ડ, એન્ટિગુઆ (ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે)
જૂન 20: ઈંગ્લેન્ડ વિ વેસ્ટ ઈન્ડિઝ, ગ્રોસ આઈલેટ, સેન્ટ લુસિયા (ભારતીય સમય મુજબ સવારે 6 વાગ્યે)
જૂન 20: અફઘાનિસ્તાન વિ ભારત, બ્રિજટાઉન, બાર્બાડોસ (ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે)
જૂન 21: ઓસ્ટ્રેલિયા વિ બાંગ્લાદેશ, નોર્થ સાઉન્ડ, એન્ટિગુઆ (ભારતીય સમય મુજબ સવારે 6)
જૂન 21: ઇંગ્લેન્ડ વિ દક્ષિણ આફ્રિકા, ગ્રોસ આઇલેટ, સેન્ટ લુસિયા (ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે)
જૂન 22: યુએસએ વિ વેસ્ટ ઈન્ડિઝ, બ્રિજટાઉન, બાર્બાડોસ (ભારતીય સમય મુજબ સવારે 6 વાગ્યે )
જૂન 22: ભારત વિ બાંગ્લાદેશ, નોર્થ સાઉન્ડ, એન્ટિગુઆ (ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે)
જૂન 23: અફઘાનિસ્તાન વિ ઓસ્ટ્રેલિયા, આર્નોસ વેલે, સેન્ટ વિન્સેન્ટ (ભારતીય સમય મુજબ સવારે 6)
જૂન 23: યુએસએ વિ ઈંગ્લેન્ડ, બ્રિજટાઉન, બાર્બાડોસ (ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે)
જૂન 24: વેસ્ટ ઈન્ડિઝ વિ આફ્રિકા, નોર્થ સાઉન્ડ, એન્ટિગુઆ (ભારતીય સમય મુજબ સવારે 6)
જૂન 24: ઓસ્ટ્રેલિયા વિ ભારત, ગ્રોસ આઇલેટ, સેન્ટ લુસિયા (ભારતના સમય મુજબ રાત્રે 8 વાગ્યે)
જૂન 25: અફઘાનિસ્તાન વિ બાંગ્લાદેશ, આર્નોસ વેલે, સેન્ટ વિન્સેન્ટ (ભારતીય સમય મુજબ સવારે 6 વાગ્યે)
સુપર-8માં યોજાનારી ભારતની તમામ મેચ: ભારતીય ટીમ 20મી જૂને બાર્બાડોસમાં અફઘાનિસ્તાન સામે તેના અભિયાનની શરૂઆત કરશે. આ પછી, આગામી મેચમાં ભારત એન્ટીગુઆમાં બાંગ્લાદેશ સામે ટકરાશે, મેન ઇન બ્લુ તેની અંતિમ અને ત્રીજી મેચ 24 જૂને સેન્ટ લુસિયામાં ઓસ્ટ્રેલિયા સામે રમશે. ભારતની તમામ મેચો ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે શરૂ થશે. જો રોહિતની ટીમ આ 3માંથી 2 મેચ પણ જીતે છે તો તે સેમિફાઇનલમાં પ્રવેશ કરી લેશે.