નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ 2024 2 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે. તે પહેલા આવતીકાલે ભારતીય ક્રિકેટ ટીમ રોહિત શર્માની કપ્તાનીમાં શાકિબ અલ હસનની બાંગ્લાદેશ સામે તેની એકમાત્ર વોર્મ-અપ મેચ રમવા જઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયા પાસે ન્યૂયોર્કની પીચોનો સ્ટોક લેવાનો અને તેમના વિનિંગ કોમ્બિનેશનને શોધવાનો મોકો હશે. આ પ્રેક્ટિસ મેચમાં ટીમના તમામ ખેલાડીઓ ભાગ લઈ શકશે. આ મેચમાં તમામની નજર રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને હાર્દિક પંડ્યા પર રહેશે. આ વોર્મ-અપ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 કલાકે રમાશે. આ મેચનું પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ પર કરવામાં આવશે.
શાકિબે રોહિત શર્માના કર્યા વખાણ: આ મેચ પહેલા બાંગ્લાદેશના ઓલરાઉન્ડર શાકિબે ભારતીય કેપ્ટન રોહિત શર્મા વિશે વાત કરતા કહ્યું હતું કે, 'રોહિત શર્મા એવો ખેલાડી છે જે એકલા હાથે વિરોધીઓ પાસેથી રમત છીનવી શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રોહિત શર્માએ જે રીતે ભારતનું નેતૃત્વ કર્યું તે શાનદાર હતું. એક કેપ્ટન તરીકે તેની પાસે જબરદસ્ત રેકોર્ડ છે. તમામ ખેલાડીઓ તેને ટીમના લીડર તરીકે માન આપે છે. તેણે સ્ટાર સ્પોર્ટ્સ સાથે આ બધી વાતો કહી છે.
T20 વર્લ્ડ કપ 2024 માટે બંને દેશોની ટીમો
-
Grab your 🍿 and get ready to cheer for the Men in Blue! 💙
— Star Sports (@StarSportsIndia) May 31, 2024
A blockbuster 🇮🇳🆚🇧🇩 clash is almost here, and here's your chance to witness the ultimate cricket experience on selected screens near you! 🏏✨
Advance booking is open for all. pic.twitter.com/vQqF66lN2G
ભારતની ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
ટ્રાવેલિંગ રિઝર્વ: શુભમન ગિલ, રિંકુ સિંઘ, ખલીલ અહેમદ, અવેશ ખાન.
બાંગ્લાદેશની ટીમ: નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), તંઝીમ હસન તમીમ, લિટન દાસ, શાકિબ અલ હસન, તૌહીદ હૃદોય, મહમુદુલ્લાહ, સૌમ્ય સરકાર, જાકર અલી, મહેદી હસન, તસ્કીન અહેમદ, તનવીર ઈસ્લામ, રિશાદ હુસૈન, મુસ્તફિઝુર રહેમાન, શરીફુલ ઈસ્લામ, તંજીદ હસન સાકિબ.