ઈન્દોર: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ગુજરાતના એક યુવા ખેલાડીએ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. લિસ્ટ-A ક્રિકેટમાં ભારતીય દ્વારા બીજી સૌથી ઝડપી સદી ફટકાર્યાના બરાબર એક વર્ષ પછી, ગુજરાતના વિકેટકીપર 'ઉર્વિલ પટેલે' બુધવારે ત્રિપુરા સામે 28 બોલમાં સૌથી ઝડપી ટી20 સદી ફટકારી હતી. આ સાથે તેણે રિષભ પંતનો પણ રેકોર્ડ તોડ્યો છે.
મેચની સ્થિતિ:
ગુજરાતના 156 રનના ટાર્ગેટનો પીછો કરતા ઉર્વીલે માત્ર 10.2 ઓવરમાં 28 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. બેટિંગની શરૂઆત કરતા આક્રમક બેટ્સમેન ઉર્વિલે 35 બોલમાં 12 છગ્ગા અને સાત ચોગ્ગાની મદદથી 113 રન બનાવીને અણનમ રહ્યો હતો અને 322.86 તેનો સ્ટ્રાઈક રેટ રહ્યો હતો. T20 સદી ફટકારનારાઓમાં, ફક્ત એસ્ટોનિયન સાહિલ ચૌહાણ તેના કરતા વધુ સારો છે, જેણે આ વર્ષની શરૂઆતમાં સાયપ્રસ સામે એસ્ટોનિયા માટે 27 બોલમાં સદી ફટકારી હતી.
🏏🔥 Huge Congratulations to Gujarat CA Senior Men's Team! 🔥🏏
— Gujarat Cricket Association (Official) (@GCAMotera) November 27, 2024
An outstanding performance to secure a brilliant 8-wicket victory over Tripura CA in the Syed Mushtaq Ali Trophy! 💪👏
The spotlight shines on Urvil Patel, who created history by smashing the fastest century in… pic.twitter.com/X7Mb90h2Dm
રિષભ પંતનો રેકોર્ડ તોડ્યો:
ઉર્વિલે ભારત માટે સૌથી ઝડપી T20 સદીના રિષભ પંતના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. ભારતીય વિકેટકીપરે 2018માં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં હિમાચલ પ્રદેશ સામે 32 બોલમાં સદી ફટકારી હતી. રસપ્રદ વાત એ છે કે, 27 નવેમ્બર, 2023ના રોજ, પટેલે ચંદીગઢમાં અરુણાચલ પ્રદેશ સામે વિજય હજારે ટ્રોફીમાં ગુજરાત માટે 41 બોલમાં સદી ફટકારી હતી, જે 2009/10માં યુસુફ પઠાણની 40 બોલની સદી પછીની બીજી સૌથી ઝડપી સદી હતી.
જોવા જેવી વાત એ છે કે ઉર્વિલ IPL 2023 સીઝન માટે ગુજરાત ટાઇટન્સ ટીમનો એક ભાગ હતો અને IPL 2024 ની હરાજી પહેલા તેને બહાર પાડવામાં આવ્યો હતો. પરંતુ IPL 2025 મેગા ઓક્શન માટે પણ લિસ્ટ કરવામાં આવ્યો હતો પરંતુ તેની મૂળ કિંમત રૂ. 30 લાખ પર કોઈ લેનાર મળ્યું નહીં.
- આ ઉપરાંત ઉર્વિલ પટેલે ગુજરાત તરફથી સૌથી વધુ છગ્ગા (12) મારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.
- રિષભ પંતનો રેકોર્ડ તોડવા સિવાય ઉર્વિલે પોતાની વધુ ચોગ્ગા અને છગ્ગા મારીને પોતાની સદી પૂરી કરી હતી. આ પણ રેકોર્ડ તેણે પોતાને નામ કર્યો છે.
🚨 𝑹𝑬𝑪𝑶𝑹𝑫 𝑨𝑳𝑬𝑹𝑻 🚨
— Sportskeeda (@Sportskeeda) November 27, 2024
Gujarat batter Urvil Patel becomes the fastest Indian to smash a century in T20s, achieving the feat in just 28 balls and breaking Rishabh Pant's previous 32-ball record 🤯🔥#UrvilPatel #Gujarat #SMAT #Sportskeeda pic.twitter.com/QgYQwyJhBv
T20 ફોર્મેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડીઓ:
- 27 બોલ - સાહિલ ચૌહાણ - એસ્ટોનિયા વિ સાયપ્રસ, 2024
- 28 બોલ - ઉર્વીલ પટેલ - ગુજરાત વિરુદ્ધ ત્રિપુરા, 2024
- 30 બોલ - ક્રિસ ગેલ - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ. પુણે વોરિયર્સ, 2013
- 32 બોલ - ઋષભ પંત - દિલ્હી વિ. હિમાચલ પ્રદેશ, 2018
આ પણ વાંચો: