ETV Bharat / sports

સિદ્ધરાજની અનોખી સિદ્ધિ… વિશ્વ એબિલિટી સ્પોર્ટ યુથ ગેમ્સમાં બે બ્રોન્ઝ મેડલ જીતીને ગુજરાતને ગૌરવ અપાવ્યું

વડગામ તાલુકાના કોદરામ ગામના સિદ્ધરાજ ઠાકોરે વિશ્વ એબિલિટી સ્પોર્ટ યુથ ગેમ્સ 2024માં 2 બ્રોન્ઝ મેડલ જીતીને સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. વધુ આગળ વાંચો…

સિદ્ધરાજ ઠાકોરે 2 બ્રોન્ઝ મેડલ જીત્યા
સિદ્ધરાજ ઠાકોરે 2 બ્રોન્ઝ મેડલ જીત્યા (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Sports Team

Published : 2 hours ago

Updated : 2 hours ago

બનાસકાંઠા: ખેલજગતમાં આગળ વધવા માટે ખેલાડીઓ હંમેશા મહેનત કરતા હોય છે. અને આ મહેનત થકી ક્યારેકને ક્યારેક તેનું ફળ પણ ખેલાડીઓને મળતું હોય છે. ત્યારે વડગામ તાલુકાના કોદરામ ગામના એક ખેલાડીની સખત મહેનત આજે રંગ લાવી છે. વિશ્વ એબિલિટી સ્પોર્ટ યુથ ગેમ્સ 2024માં તેણે બે બ્રોન્ઝ મેળવીને પોતાની મહેનતથી સિદ્ધિ હાંસલ કરી છે સાથે જ સમગ્ર ગુજરાતનું નામ પણ રોશન કર્યું છે.

સિદ્ધરાજ ઠાકોરે 2 બ્રોન્ઝ મેડલ જીત્યા
સિદ્ધરાજ ઠાકોરે 2 બ્રોન્ઝ મેડલ જીત્યા (ETV Bharat Gujarat)

2 બ્રોન્ઝ મેડલ જીત્યા:

તાજેતરમાં 1 થી 7 ડિસેમ્બર 2024ના રોજ થાઇલેન્ડના નાખોન ખાતે વિશ્વ એબિલિટી સ્પોર્ટ યુથ ગેમ્સનું આયોજન કરાયું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના કોદરામ ગામના ખેલાડી 'ઠાકોર સિદ્ધરાજ પ્રવીણજી' નામના યુવકે બે અલગ અલગ રમતમાં મેડલ મેળવ્યા હતા. આ ખેલાડીએ ગોળા ફેક રમતમાં બ્રોન્ઝ તથા ચક્ર ફેક રમતમાં પણ બ્રોન્ઝ મેળવીને બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કર્યું હતું. સિદ્ધરાજની આ સિદ્ધિ બદલ બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલ દ્વારા કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે તેનું સન્માન કરીને અભિનંદન પાઠવ્યા હતા.

આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનો પ્રથમ અનુભવ:

યુવા ખેલાડી સિદ્ધરાજે એફ-37 કેટેગરીમાં આ સિધ્ધિ મેળવી હતી. તેમના કોચ ડૉ.મનસુખ તાવેતિયાએ જણાવ્યુ કે, 'આ ખેલાડીએ રમતો માટે સખત મહેનત કરી હતી જેનું પરિણામ મેડલ થકી અપાવીને રાજ્ય તથા દેશનું ગૌરવ વધાર્યું છે. વિશ્વ એબિલિટી સ્પોર્ટ યુવા ખેલ 23 વર્ષ કે તેથી ઓછી વયના એથ્લીટ્સ માટે દર બે વર્ષે રમતોત્સવ યોજાય છે. આ સ્પર્ધામાં વિશ્વભરના ખેલાડીઓ ભાગ લેતા હોય છે. જેમાં ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનો પ્રથમ અનુભવ મળે છે. આ ખેલ યુવા એથ્લીટ્સના વિકાસમાં પણ મદદ કરે છે અને પેરાલિમ્પિક મૂવમેન્ટના વિવિધ માર્ગોમાં તેમના વિકાસને પ્રોત્સાહન પણ આપે છે.

વિશ્વના વિવિધ દેશોમાં વૈકલ્પિક વાર્ષિક ધોરણે યોજાતા આ અનન્ય ખેલ વાતાવરણ યુવા એથ્લીટ્સને ટીમ-વર્ક અને ખેલાડીઓના અનુભવ સાથે પેરાલિમ્પિક રમતો માટે જરૂરી પડકારો અને શિસ્તનું વ્યાપક જ્ઞાન પ્રદાન કરે છે. વડગામ તાલુકાના કોદરામ ગામના ઠાકોર સિધ્ધરાજે ગોળા ફેંક અને ચક્ર રમતોમાં બે બ્રોન્ઝ મેડલ મેળવીને જિલ્લા તથા સમગ્ર ગુજરાતનું નામ રોશન કરીને પોતાનું નામ અનુસાર અદ્વિતીય સિદ્ધિ પણ હાંસલ કરી છે.

આ પણ વાંચો:

  1. તાપીના આ યુવકે રાઇફલ શૂટિંગની વર્લ્ડ યુનિવર્સિટી ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું
  2. 'નામ છોટે કામ બડે'... માત્ર 18 વર્ષની ઉંમરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રચ્યો ઇતિહાસ

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.