ETV Bharat / sports

આજે પંજાબ કિંગ્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે, પ્રથમ જીતની શોધમાં કોહલી-ડુ પ્લેસિસ - RCB vs PBKS IPL 2024

IPLની છઠ્ઠી મેચ આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. પંજાબે તેની પ્રથમ મેચ દિલ્હી સામે જીતી હતી, જ્યારે બેંગલુરુ તેની પ્રથમ જીતની શોધમાં હશે.

IPL 2024
IPL 2024
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 25, 2024, 2:19 PM IST

બેંગલુરુઃ IPLની 17મી સિઝનમાં આજે એટલે કે સોમવારે પંજાબ કિંગ્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે. આ મેચ RCBના હોમ ગ્રાઉન્ડ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ બેંગલુરુમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે. ટોસ સાંજે 7:00 કલાકે થશે. સીઝનની શરૂઆત આરસીબી માટે સારી રહી ન હતી અને તેને સીઝનની પ્રથમ મેચમાં ચેન્નાઈ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જો આરસીબીને આ મેચ જીતવી હશે તો તેના બોલરોએ પોતાની તાકાત બતાવવી પડશે. CSK સામે બેંગલુરુના બોલરોની ખામીઓ ટીમને મોંઘી પડી હતી.

RCB પાસે મજબૂત બેટિંગ લાઇન અપ: પંજાબ પાસે સેમ કરન જેવો ઓલરાઉન્ડર છે. સેમે છેલ્લી મેચમાં ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમજ પંજાબમાં ઘણા મજબૂત બોલરો છે. જોકે, RCB પાસે મજબૂત બેટિંગ લાઇન અપ છે. જેમાં કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ, વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, કેમેરોન ગ્રીન અને અનુજ રાવત જેવા બેટ્સમેન સામેલ છે. આશા છે કે આ મેચ ખૂબ જ રોમાંચક રહેશે.

ચાર વર્ષ પછી બેંગલુરુના મેદાન પર આમને-સામને: આ સિઝનમાં બંને ટીમોની આ બીજી મેચ હશે. પંજાબે તેની પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું, તો બીજી તરફ બેંગલુરુને ચેન્નાઈ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બંને ટીમો ચાર વર્ષ પછી બેંગલુરુના મેદાન પર આમને-સામને થશે.

બંને ટીમોમાં પંજાબનું પલડું ભારે: જો બંને ટીમોની આપણે આમને સામને ની વાત કરીએ તો પંજાબનો હાથ ઉપર છે. આઈપીએલના ઈતિહાસમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 31 મેચ રમાઈ છે. આમાં RCBએ 14 મેચ જીતી છે અને પંજાબે 17 મેચ જીતી છે. જોકે, હોમ ગ્રાઉન્ડ પર આરસીબીનો દબદબો રહ્યો છે.

પીચ રિપોર્ટ: બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની પિચ બેટિંગ માટે વરદાનરૂપ છે. અહીં બેટ્સમેન ઘણા રન બનાવે છે. તે જ સમયે, બોલરોમાં પિચ સ્પિનરો માટે કંઈક અંશે મદદરૂપ છે. અત્યાર સુધીમાં અહીં 88 આઈપીએલ મેચ રમાઈ છે. પ્રથમ બેટિંગ કરનાર ટીમે 37 મેચ જીતી હતી અને પીછો કરતી ટીમે 47 મેચ જીતી હતી. આવી સ્થિતિમાં ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે. હવામાન ચોખ્ખું રહેશે, જેથી ક્રિકેટ ચાહકો સંપૂર્ણ 40 ઓવરની રમતનો આનંદ માણી શકશે.

  1. દિલ્હી કેપિટલ્સ સામે પંજાબ કિંગ્સનો 4 વિકેટથી વિજય, સેમ કરન અને લિવિંગસ્ટોનની શાનદાર બેટીંગ - DC Vs PBKS Live

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.