નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ T20 ચેમ્પિયન બન્યા બાદ આજે ભારત પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયાનું ભારતમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ ટીમ ઈન્ડિયા મૌર્યા હોટલ પહોંચી જ્યાં ટીમે કેક કાપી. કેક કાપ્યા બાદ ટીમ ઈન્ડિયા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને પહોંચી હતી.
PM એ બાર્બાડોસથી T20 ટ્રોફી જીતીને પરત ફરેલી ભારતીય ટીમ સાથે લગભગ બે કલાક સુધી કોચ રાહુલ દ્રવિડ અને સમગ્ર ટીમના ખેલાડીઓ સાથે વાત કરી. ટીમ ઈન્ડિયાની પીએમ સાથેની મુલાકાતનો વીડિયો સામે આવ્યો છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ફેન્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ વીડિયોમાં તમામ ખેલાડીઓ પીએમ સાથે હસતા અને ખૂબ જ ખુશખુશાલ રીતે તેમના અનુભવો વર્ણવતા જોવા મળે છે.
INDIAN TEAM MEETING PM NARENDRA MODI. 🇮🇳
— Johns. (@CricCrazyJohns) July 4, 2024
- A Proud moment...!!!! pic.twitter.com/3sOZkG9An6
વડાપ્રધાન મોદીએ દરેક ખેલાડીઓ સાથે વાતચીત કરી અને તેમની શાનદાર જીત માટે અભિનંદન પાઠવ્યા. આ સિવાય રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડે પીએમ મોદીને ટ્રોફી આપી. આ પ્રસંગે બીસીસીઆઈના અધિકારીઓ ઉપરાંત પ્રમુખ રોજર બિન્ની અને સચિવ જય શાહ પણ હાજર હતા.