અમદાવાદ: પેરિસમાં ઓલિમ્પિક 2024નું જોરદાર પ્રદારસસન થઈ રહ્યું છે. અલગ અલગ દેશોના ખેલાડીઓએ આ ઓલિમ્પિકમાં યોજેલ અલગ અલગ રમતમાં ભાગ લીધો છે. જેમાં આપણા દેશમાં ત્રણ ખેલાડીઓએ અદ્ભુત પ્રદર્શન કરી ભારતના ખોળે ત્રણ બ્રોનસ મેડલ અપાવ્યા છે. આ દરમિયાન નવી સૂચના જાહેર કરવામાં આવી છે. જે અનુસાર હવે પેરિસમાં પેરાઓલિમ્પિક 2024નું આયોજન થવા જઈ રહ્યું છે. પેરિસ 2024 પેરાલિમ્પિક ગેમ્સ 28 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે.
ગુજરાતનાં 5 ખેલાડીઓ ભાગ લેશે: પેરા ઓલિમ્પિકમાં યોજાનાર અલગ અલગ રમતો પૈકી આ પાંચ ખેલાડીઓ ભાગ લેશે. તમને જણાવી દઈએ કે, ભાવીનાબેન એચ. પટેલ, સોનલબેન એમ. પટેલ, ભાવનાબેન એ. ચોધરી, નિમિયા સી. એસ., રાકેશકુમાર ડી. ભટ્ટ આ પાંચ ગુજરાતનાં ખેલાડીઓ પેર ઓલિમ્પિકમાં ભાગ લેશે અને ત્યાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ચાલો જાણીએ આ પાંચ ખેલાડીઓ કયા કયા રમતોમાં ભાગ લેશે અને તેમની ઉપલબ્ધીઓ વિશે.
- ભાવીનાબેન એચ. પટેલ: ભાવીનાબેન પેરા ટેબલ ટેનીસ Single Woman Class-4 માં ભાગ લેશે. આ પહેલા તેઓએ ટોક્યો 2020માં ભાગ લઇ સિલ્વર મેડલ મેળવ્યો હતો. આટલું જ નહીં એશિયન ગેમ્સમાં પણ સિલ્વર મેડલ મેળવી રાજ્યનું અને દેશનું નામ રોશન કર્યું છે. આ ઉપલાભડી માટે તેમને ભારત સરકાર દ્વારા અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું હતું.
- સોનલબેન એમ. પટેલ: સોનલબેન આંતરરાષ્ટ્રીય રમતવીર પેરા ટેબલ ટેનીસ Single Woman Class-3માં ભાગ લેશે. આ પહેલા તેઓએ ટોક્યો 2020માં અને એશિયન ગેમ્સમાં ભાગ લીધેલ હતો.
- ભાવનાબેન એ. ચોધરી: ભવાનાબેન F - 46 કેટેગરીમાં Javelin Throwમાં ભાગ લેવા જઈ રહ્યા છે તેઓ અગાઉ એશિયન ગેમ્સમાં ભાગ લીધેલ હતો.
- નિમિષા સી. એસ.: નિમિષા F-46 Long Jumpમાં ભાગ લેવા જઈ લેશે. આ પહેલા તેઓએ એશિયન ગેમ્સમાં ભાગ લઈ ગોલ્ડ મેડલ પોતાના હસ્તક કર્યો હતો અને ભારતનું ગૌરવ વધાર્યું હતું.
- રાકેશકુમાર ડી. ભટ્ટ: રાકેશકુમાર T- 37 કેટેગરીમાં 100 મીટરમાં ભાગ લેશે. આ પહેલા તેઓએ એશિયન ગેમ્સમાં ભાગ લીધો હતો અને ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
5 પૈકી 4 મહિલા ખેલાડી: અહીં નોંધનીય બાબત એ છે કે, પેરિસ પેર ઓલિમ્પિકમાં ભાગ લેનાર ગુજરાતનાં આ પાંચ ખેલાડીઓ પૈકી 4 મહિલા ખેલાડીઓ છે. આ એક અત્યંત મહત્વપૂર્ણ અને ગર્વની બાબત છે જ્યાં મહિલા ખેલાડીઓ આ ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે.