પેરિસ: પેરિસ ઓલિમ્પિકનો ઉદ્ઘાટન સમારોહ એક શાનદાર કાર્યક્રમ બનવા જઈ રહ્યો છે, જે 26 જુલાઈના રોજ પ્રતિષ્ઠિત સીન નદી પર થશે. આ નદી ફ્રાન્સની રાજધાનીમાંથી ઇંગ્લિશ ચૈનલ નામના વિસ્તારમાં વહે છે. ઈતિહાસમાં પ્રથમ વખત એવું બનશે કે સ્ટેડિયમની બહાર આ ઉદઘાટન સમારોહ યોજવામાં આવશે, જેમાં સિટી ઓફ લાઈટ અને તેમાંથી પસાર થતા જળમાર્ગોનું સન્માન કરવામાં આવશે.
26 juillet 2024 🇫🇷
— Paris 2024 (@Paris2024) July 25, 2024
July 26, 2024 ✨#PARIS2024 pic.twitter.com/djBE4YsWGi
ઘણા પ્રભાવશાળી રાજકીય વ્યક્તિઓ અને હજારો કલાકારો પેરિસમાં આ ઓલિમ્પિક ગેમની શરૂઆતને વધુ સારું બનાવવાના તમામ સંભવિત પ્રયાસો કરશે. અનુભવી પેડલર અચંતા શરથ કમલ અને શટલર પીવી સિંધુ ભારત માટે ધ્વજ ધારક હશે.
ઓલિમ્પિક ગેમ્સના ઈતિહાસમાં પ્રથમ વખત ઉદ્ઘાટન સમારોહઃ-
- સ્ટેડિયમની બહાર ઉદ્ઘાટન સમારોહ યોજાશે
- ઘણા દર્શકો માટે પ્રવેશ સમારોહ હશે.
- નદી પર થશે આ સમારોહ
- લોકો માટે આ સમારોહ યોજાશે
- એથ્લેટ્સ માટે તેમના દ્વારા રચાયેલ સમારોહ
ઓપનિંગ સેરેમનીમાં શું હશે ખાસ?
ખેલના ઈતિહાસમાં પ્રથમ ઉદઘાટન સમારોહ માટે 94 બોટ સીન નદીમાં એકસાથે પરેડના કાફલામાં જોડાશે. પરેડનો રૂટ 6 કિલોમીટર લાંબો છે. જેમાં 206 નેશનલ ઓલિમ્પિક કમિટી (NOC)નું પ્રતિનિધિત્વ કરતા 10,500 એથ્લેટ હશે.
POV: You're an athlete during opening ceremony#Paris2024 #OpeningCeremony @Olympics
— Paris 2024 (@Paris2024) July 25, 2024
📹 Paris 2024 pic.twitter.com/iZRGk7htlc
- ઉદઘાટન સમારોહનો સમય:
પેરિસ ઓલિમ્પિક્સ 2024નો ઉદ્ઘાટન સમારોહ ભારતીય સમય અનુસાર રાત્રે 11:00 વાગ્યે શરૂ થશે, જે 3 કલાકથી વધુ ચાલશે.
- ઉદઘાટન સમારોહનું સ્થાન: પરેડ જાર્ડિન ડેસ પ્લાન્ટેસ નજીકના ઑસ્ટરલિટ્ઝ બ્રિજથી શરૂ થશે અને સીન નદી સાથે પૂર્વથી પશ્ચિમ તરફ જશે. બોટ પર સવાર એથ્લેટ્સ લા કોનકોર્ડ અર્બન પાર્ક, ઇનવેલાઇડ્સ અને ગ્રાન્ડ પેલેસ સહિત અનેક ઓલિમ્પિક સાઇટ્સ જોશે. પરેડ ઇના બ્રિજ પર સમાપ્ત થશે, જે એફિલ ટાવરને ટ્રોકાડેરો જિલ્લા સાથે જોડે છે. સમારોહનું સમાપન ટ્રોકાડેરો ખાતે થશે, જ્યાં ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન તેમનું શરૂઆતનું ભાષણ આપશે.
🗓️ July 26, 2024: You have been the center of discussions, eagerly awaited and counted down, and now you are finally here!
— Paris 2024 (@Paris2024) July 26, 2024
From dream to reality, let’s celebrate the start of our Games ✨
🎨 @ugogattoni #Paris2024 pic.twitter.com/C8KkR4mBKj - પરેડ માર્ગ: સીન નદીનો પરેડ માર્ગ પેરિસના ઇતિહાસ અને સ્થાપત્યનું વિઝ્યુઅલ એક્સપ્લોરેશન આપે છે. જાર્ડિન ડેસ પ્લાન્ટેસ નજીકના ઑસ્ટરલિટ્ઝ બ્રિજથી શરૂ કરીને ટ્રોકાડેરોની પાસે સમાપ્ત થાય છે, આ પરેડ ઐતિહાસિક પુલો અને નોટ્રે ડેમ અને લૈવર જેવા સ્થળોની નીચેથી પસાર થશે. રમતવીરો, તેમની રાષ્ટ્રીય ટીમો દ્વારા આયોજિત, એફિલ ટાવરની સામે બોટ પર પહોંચશે, જ્યાં પેરિસ 2024 ગેમ્સની ઔપચારિક જાહેરાત થશે.
- ઓલિમ્પિક મશાલ વાહક: હિપ હોપ લિજેન્ડ સ્નૂપ ડોગ ઓલિમ્પિક મશાલ વાહક હશે અને પેરિસના ઉપનગર સેન્ટ-ડેનિસની આસપાસ અંતિમ સ્થાન સુધી લઈ જશે.
♥️ 𝐓𝐡𝐞 𝐃𝐀𝐘 𝐡𝐚𝐬 𝐚𝐫𝐫𝐢𝐯𝐞𝐝 𝐟𝐨𝐥𝐤𝐬 ♥️
— India_AllSports (@India_AllSports) July 26, 2024
The Paris Olympics kicks off TODAY with an epic Opening ceremony at 2300 hrs IST!
1083 days since Tokyo and now it's showtime!
𝐊𝐞𝐲 𝐇𝐢𝐠𝐡𝐥𝐢𝐠𝐡𝐭𝐬:
➡️ 117 Indian athletes ready to shine 🇮🇳
➡️ Flag-bearers P.V.… pic.twitter.com/LtrnF6n6YF - કેટલા એથ્લેટ ભાગ લેશે? પરેડ દરમિયાન આશરે 10,500 ખેલાડીઓને લઈને લગભગ 94 બોટ સીન નદીના કિનારે તરતી રહેશે. પરેડમાં રજૂ થયેલી 206 રાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિઓ (NOCs)માંથી, મોટી સમિતિઓ પાસે તેમની પોતાની બોટ હશે, જ્યારે નાની સમિતિઓ બોટ વહેંચશે.
- ઉદઘાટન સમારોહ જોવા માટે ટિકિટ: પેરિસ ઓલિમ્પિક 2024 નો આ પ્રથમ ઉદઘાટન સમારોહ હશે, જ્યાં મોટાભાગના દર્શકો મફતમાં પરેડ જોઈ શકશે. એવો અંદાજ છે કે, 2,22,000 મફત ટિકિટો આ પરેડ જોવા માટે આપવામાં આવી છે. જેમાં વધુ 1,04,000 ચૂકવણી ટિકિટો ઉપલબ્ધ છે, જે પૈસા ચૂકવીને મેળવી શકો છો. પેરિસમાં જેઓ ટિકિટ મેળવી શક્યા નથી તેઓ સમગ્ર શહેરમાં સ્થાપિત 80 મોટી સ્ક્રીન પર ઉદ્ઘાટન સમારોહ જોઈ શકશે.]
એથ્લેટ્સ શું પહેરશે?
- ઉદ્ઘાટન સમારોહમાં માત્ર કલાકારો જ તેમની શૈલીનું પ્રદર્શન કરશે એવું નથી એથ્લેટ યુનિફોર્મ ડિઝાઇન કરતી ઘણી લક્ઝરી બ્રાન્ડ્સ સાથે, ઓલિમ્પિકમાં ભાગ લેનારા પણ પ્રદર્શન કરશે.
- ભારતીય રમતવીરો પુરૂષો માટે કુર્તા બંડી સેટ અને મહિલાઓ મેચિંગ સાડી પહેરશે, જે તરુણ તાહિલિયાની દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે, જે પરંપરાગત ઇકત અને બનારસી બ્રોકેડથી પ્રેરિત છે.
સેલિન ડાયોન અને લેડી ગાગા પરફોર્મ કરશે: કેનેડિયન ગાયિકા સેલિન ડાયોન અને અમેરિકન પોપ સ્ટાર લેડી ગાગા ઓલિમ્પિકના ઉદઘાટન સમારોહમાં એડિથ પિયાફનું ક્લાસિક 'લા વિએ એન રોઝ' રજૂ કરશે. અન્ય અફવાઓ અનુસાર, દુઆ લિપા અને એરિયાના ગ્રાન્ડે પણ પરફોર્મ કરશે.
પેરિસ ઓલિમ્પિક્સ 2024ની થીમ્સ: પેરિસ 2024ની પ્રસ્તુતિમાં લિંગ સમાનતા, ટકાઉપણું અને વારસા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાઓ સહિત વિવિધ વિષયોને આવરી લેવામાં આવ્યા હતા, જ્યારે ઉદઘાટન સમારોહને પણ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. પેરિસ 2024 ના સૂત્ર "ગેમ્સ વાઈડ ઓપન" ને મૂર્તિમંત કરીને, તે શહેરના મધ્યમાં યોજાશે, જે યજમાન દેશની સર્જનાત્મકતા અને સંસ્કૃતિનું પ્રદર્શન કરતો અદભૂત કાર્યક્રમ હશે.