બ્રિસ્બેનઃ જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટમાં તેના સનસનાટીભર્યા સ્પેલ દરમિયાન અસાધારણ સિદ્ધિ મેળવી હતી. બુમરાહ સેના (દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા) દેશોમાં સૌથી વધુ પાંચ વિકેટ ઝડપનાર (8) ભારતીય બોલર બન્યો છે. તેમાંથી તેણે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં ત્રણ-ત્રણ વખત જ્યારે ઈંગ્લેન્ડમાં બે વખત પાંચ વિકેટ લીધી હતી. કપિલ દેવે સાત વખત પાંચ વિકેટ લીધી છે જેમાંથી તેણે પાંચ વિકેટ ઓસ્ટ્રેલિયામાં અને બે વખત ઈંગ્લેન્ડ સામે લીધી હતી.
કપિલ દેવ પછી બીજો ભારતીય:
આ ઉપરાંત, તે કપિલ દેવ પછી ભારત માટે ટેસ્ટમાં પાંચ વિકેટ લેનારો બીજો સૌથી ઝડપી બોલર બન્યો હતો. બુમરાહે ટેસ્ટમાં 12 વાર પાંચ વિકેટ ઝડપી છે, જ્યારે કપિલ દેવે 23 વખત પાંચ વિકેટ ઝડપી છે. નોંધનીય છે કે, ભારતીય ફાસ્ટ બોલરની આ બીજી પાંચ વિકેટ છે. શ્રેણીની શરૂઆતમાં, તે કપિલ દેવ (બે વખત - 1979 અને 1983) અને ઝહીર ખાન (2002) પછી એક કેલેન્ડર વર્ષમાં 50 થી વધુ ટેસ્ટ વિકેટ લેનાર માત્ર ત્રીજો ભારતીય બન્યો છે. તે હાલમાં 2024માં તમામ ફોર્મેટમાં 20 મેચોમાં 73 વિકેટ સાથે વિકેટ લેવાના ચાર્ટમાં આગળ છે, જેમાં 26.6નો બોલિંગ સ્ટ્રાઈક રેટ અને ચાર પાંચ વિકેટ ઝડપી છે.
Two wickets in quick succession.@Jaspritbumrah93 picks up yet another 5-wicket haul 🔥🔥
— BCCI (@BCCI) December 15, 2024
Mitchell Marsh and Travis Head depart.#AUSvIND #TeamIndia pic.twitter.com/UbTZesATz4
બુમરાહે બીજા દિવસની શરૂઆતથી જ શાનદાર બોલિંગ કરી અને તેની સીમ મૂવમેન્ટથી બેટ્સમેનોને પરેશાન કર્યા. તેણે ઇનિંગની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઓપનર ઉસ્માન ખ્વાજા અને નાથન મેકસ્વીનીને પ્રથમ આઉટ કર્યા હતા. આ ઉપરાંત, તેણે તેના સ્પેલમાં સ્ટીવ સ્મિથ અને ટ્રેવિસ હેડની મહત્વપૂર્ણ વિકેટ પણ લીધી હતી. મિશેલ માર્શને આઉટ કરીને ભારતીય ફાસ્ટ બોલરે પાંચ વિકેટ પૂરી કરી અને રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું. ઓસ્ટ્રેલિયાએ દિવસની શરૂઆત 28/0થી કરી હતી અને વરસાદના કારણે રમતમાં વિક્ષેપ પડ્યા બાદ રમત 30 મિનિટ વહેલી શરૂ થઈ હતી. શ્રેણી હાલમાં 1-1થી બરાબર છે અને ત્રીજી મેચના પરિણામની અસર બંને ટીમો માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની અંતિમ તકો પર પડશે.
Another day, another five-wicket haul for Jasprit Bumrah 🌟#WTC25 | #AUSvIND pic.twitter.com/WkOZHoxpRL
— ICC (@ICC) December 15, 2024
હાલ બીજા દિવસની રમત પૂરી થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ 7 વિકટ ગુમાવી 405 રન બનાવ્યા છે. જેમાં ટ્રેવીસ હેડએ 152 રનથી શાનદાર ઇનિગ રમી હતી, જ્યારે અનુભવી સ્ટીવ સ્મિથે પણ પાછળ ન રહેતા 101 રન બનાવી બુમરાહના હાથે આઉટ થયો હતો. હવે ત્રીજા દિવસે ભારત પર મેચ જીતવાનું દબાણ રહેશે.
ભારતીય ઝડપી બોલર દ્વારા સૌથી વધુ પાંચ વિકેટ:
ખેલાડીઓ | મેચ | ઇનિગ્સ | વિકેટ | એક મેચમાં 4 વિકેટ | એક મેચમાં 5 વિકેટ | એક મેચમાં 10 વિકેટ |
કપિલ દેવ | 131 | 227 | 234 | 17 | 23 | 2 |
જસપ્રિત બુમરાહ | 43 | 82 | 190 | 6 | 12 | 0 |
આ પણ વાંચો: