ETV Bharat / sports

IPLમાં મયંક યાદવે ફરીથી લોકોને ચોકાવ્યા, સ્પીડમાં પોતાનો જ રેકોર્ડ તોડ્યો - Mayank Yadav - MAYANK YADAV

IPL 2024 ની 15મી મેચ LSG vs RCB વચ્ચે રમાઈ હતી. આ મેચમાં લખનૌનો ફાસ્ટ બોલર મયંક યાદવ ફરી એકવાર ચર્ચામાં આવ્યો હતો. તેણે શાનદાર બોલિંગ કરી હતી અને ફરી એકવાર IPLનો સૌથી ઝડપી બોલ ફેંક્યો હતો.

Etv BharatIPL 2024
Etv BharatIPL 2024
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 3, 2024, 1:23 PM IST

બેંગલુરુ: IPL 2024 મંગળવારે લખનૌ વિ બેંગલુરુ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં લખનઉ સુપરજાયન્ટ્સનો 28 રને વિજય થયો હતો. આ સાથે લખનૌની આ સતત બીજી જીત છે જ્યારે બેંગલુરુની સતત બીજી હાર છે. લખનૌ 3માંથી 2 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે આવી ગયું છે. લખનૌ દ્વારા આપવામાં આવેલા 181 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી RCBની ટીમ 153 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

પોતાનો જ રેકોર્ડ તોડ્યો: લખનૌની આ જીતમાં મુખ્ય ફાસ્ટ બોલર મયંક યાદવે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે શાનદાર સ્પેલ કરીને સ્પીડમાં પોતાનો જ રેકોર્ડ તોડ્યો. આ મેચમાં તેણે 156.7ની ઝડપે બોલ ફેંક્યો હતો, જે આઈપીએલના ઈતિહાસનો બીજો સૌથી ઝડપી બોલ છે અને આ આઈપીએલનો પ્રથમ સૌથી ઝડપી બોલ છે. અગાઉ તેણે 155.8 KMPHની ઝડપે બોલ ફેંક્યો હતો.

સ્પેલથી બધાને ચોંકાવી દીધા: મયંકે ફરી એકવાર શાનદાર બોલિંગ કરી અને 4 ઓવરમાં 14 રન આપીને 3 વિકેટ લીધી. આ મેચમાં તેણે રજત પાટીદાર, ગ્લેન મેક્સવેલ અને કેમરન ગ્રીનની વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે ફરીથી પોતાના ઝડપી સ્પેલથી બધાને ચોંકાવી દીધા. મયંકે 26 બોલમાંથી 16 ડોટ બોલ ફેંક્યા અને માત્ર 8 બોલમાં 14 રન આપ્યા. જેમાં તેણે 2 વિકેટ ઝડપી હતી.

મયંક યાદવ પ્રથમ ખેલાડી: આ શાનદાર પ્રદર્શનના આધારે મયંકને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. આ પહેલા પણ મયંકને તેની IPL ડેબ્યુ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. છેલ્લી મેચમાં પણ તેણે ત્રણ શાનદાર વિકેટ ઝડપી હતી. IPLની પ્રથમ બે મેચમાં પ્લેયર ઓફ ધ મેચ બનનાર મયંક યાદવ પ્રથમ ખેલાડી છે. સ્ટાર સ્પોર્ટ્સ પર ટિપ્પણી કરતી વખતે સ્ટીવ સ્મિથે કહ્યું કે, હું ઓસ્ટ્રેલિયામાં યોજાનારી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં મયંકને મારી સામે બોલિંગ કરતો જોવા માંગુ છું. મયંકની સ્પીડ જોઈને કોમેન્ટેટર્સ તેને રાજધાની એક્સપ્રેસનું હુલામણું નામ આપતા રોકી શક્યા નહીં.

  1. રામનવમીનો તહેવાર હોવાથી સુરક્ષાને ધ્યાનમાં લઈ IPL 2024ની 2 મેચોમાં ફેરફાર થયો - BCCI RESHEDULE MATCH

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.