વડોદરા: કોટમ્બી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત - વેસ્ટ ઈન્ડિઝ મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાયેલ બીજી વનડે મેચમાં હરલીન દેઓલની શાનદાર પ્રથમ સદીની મદદથી ભારતે મંગળવારે બીજી મહિલા વનડેમાં વેસ્ટ ઈન્ડિઝને 115 રનથી હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતે શ્રેણીની પ્રથમ મેચ 211 રને જીતી હતી. પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ અને પાંચ વિકેટે 358 રન બનાવ્યા બાદ ભારતે 46.2 ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝને 243 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.
Comprehensive Victory ✅#TeamIndia complete a 115 runs win over the West Indies Women in the second #INDvWI ODI and take an unassailable 2-0 lead in the series 👍 👍
— BCCI Women (@BCCIWomen) December 24, 2024
Scorecard ▶️ https://t.co/u2CL80qolK@IDFCFIRSTBank pic.twitter.com/Af5oRXQC4n
ભારતે 2-0 સાથે સિરીઝ પોતાને નામ કરી:
બીજી વનડેમાં ભારતે પોતાના સર્વોચ્ચ સ્કોર સાથે બરાબરી કરી લીધી. આ પહેલા ટીમે 2017માં આયર્લેન્ડ સામે બે વિકેટે 358 રન બનાવ્યા હતા. આ ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝ સામે કોઈપણ ટીમનો આ સર્વોચ્ચ સ્કોર પણ છે. આ વર્ષમાં વનડેમાં ભારતનો આ સર્વોચ્ચ સ્કોર છે.
1⃣st wicket in international cricket for Pratika Rawal ✅
— BCCI Women (@BCCIWomen) December 24, 2024
An excellent catch in the outfield by Jemimah Rodrigues ✅
Updates ▶️ https://t.co/u2CL80qolK#TeamIndia | #INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/5ukcw4uefr
ભારતીય ટીમના બોલરોનું શ્રેષ્ઠ પ્રદર્શન:
ભારત તરફથી યુવા સ્પિનર પ્રિયા મિશ્રાએ 49 રનમાં ત્રણ જ્યારે દીપ્તિ શર્મા, તિતાસ સાધુ અને પ્રતિકા રાવલે બે-બે વિકેટ લીધી હતી. રેણુકા સિંહ ઠાકુરને એક વિકેટ મળી હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી કેપ્ટન હેલી મેથ્યુઝે 106 રન બનાવ્યા પરંતુ તેને શમન કેમ્પબેલ (38) સિવાય બીજા છેડેથી કોઈ સપોર્ટ મળ્યો ન હતો. 109 બોલની ઇનિંગમાં 13 ચોગ્ગા મારવા ઉપરાંત તેણે કેમ્પબેલ સાથે પાંચમી વિકેટ માટે 102 બોલમાં 112 રનની ભાગીદારી નોંધાવી હતી.
Titas Sadhu with her 2⃣nd wicket of the match! 👍 👍
— BCCI Women (@BCCIWomen) December 24, 2024
Smriti Mandhana takes the catch! 👌 👌
West Indies lose their 5th wicket.
Updates ▶️ https://t.co/u2CL80qolK#TeamIndia | #INDvWI | @IDFCFIRSTBank pic.twitter.com/TbaxnRc99d
હરલીને સદી ફટકારી, પ્રતિકાએ રમી મહત્વપૂર્ણ ઈનિંગ્સ:
હરલીને 103 બોલની ઇનિંગમાં 16 ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે પોતાની ઇનિંગ દરમિયાન ત્રણ શાનદાર ભાગીદારી કરી હતી. તેણે બીજી વિકેટ માટે પ્રતિકા (76) સાથે 75 બોલમાં 62, ત્રીજી વિકેટ માટે સુકાની હરમનપ્રીત કૌર (22) સાથે 41 બોલમાં 43 અને જેમિમા રોડ્રિગ્સ (52) સાથે ચોથી વિકેટ માટે આક્રમક ભાગીદારી નોંધાવી હતી.
For a determined and impressive 💯, Harleen Deol is the Player of the Match 🏆
— BCCI Women (@BCCIWomen) December 24, 2024
Scorecard ▶️ https://t.co/u2CL80qolK#TeamIndia | #INDvWI | @IDFCFIRSTBank | @imharleenDeol pic.twitter.com/3ohTRQDB6U
ફરીથી સ્મૃતિ મંધનાએ પોતાની જવાબદારી નિભાવી:
આ પહેલા શાનદાર ફોર્મમાં રહેલી સ્મૃતિ મંધાનાએ 47 બોલમાં સાત ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 52 રન બનાવ્યા હતા અને પ્રતિકા સાથે સતત બીજી મેચમાં પ્રથમ વિકેટ માટે સદીની ભાગીદારી કરીને ભારતને શાનદાર શરૂઆત અપાવી હતી. પ્રતિકાએ 86 બોલની ઈનિંગમાં 10 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા હતા. જેમિમાએ છેલ્લી ઓવરોમાં 36 બોલમાં શાનદાર ઈનિંગમાં છ ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા.
આ પણ વાંચો: