નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ 2024ની ચેમ્પિયન ભારતીય ટીમનું આગામી લક્ષ્ય ચેમ્પિયન ટ્રોફી છે. ભારત કોઈપણ ભોગે પાકિસ્તાન દ્વારા આયોજિત થનારી આ ટુર્નામેન્ટનું ટાઈટલ જીતવા ઈચ્છશે. BCCI સેક્રેટરી જય શાહે કહ્યું છે કે, રોહિત શર્મા ચેમ્પિયન ટ્રોફી 2025માં ભારતની કપ્તાની કરશે અને ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટમાં વરિષ્ઠ ખેલાડીઓ સાથે ભાગ લેશે.
Indian Cricket team is unlikely to travel to Pakistan for the 2025 ICC Champions Trophy. BCCI will ask ICC to host matches in Dubai or Sri Lanka: BCCI sources to ANI pic.twitter.com/o7INJKhk1E
— ANI (@ANI) July 11, 2024
હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના એક સ્ત્રોતે ANIને માહિતી આપી છે કે, ભારતીય ક્રિકેટ ટીમ 2025 ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જાય તેવી શક્યતા નથી. આ માટે BCCI ICCને દુબઈ અથવા શ્રીલંકામાં મેચનું આયોજન કરવા કહેશે. હવે જોવાનું એ રહે છે કે સ્થળ બદલવાની BCCIની વિનંતી બાદ ICC શું પગલાં લે છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ 17 વર્ષ બાદ ભારતીય ટીમનો પાકિસ્તાન પ્રવાસ શક્ય બને તે માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. PCB ભારતના તમામ સ્થળો એક જ સ્થળ લાહોરમાં રાખવા પર પણ વિચાર કરી રહી છે. અગાઉ, PCBએ ચેમ્પિયન ટ્રોફી માટે હાઇબ્રિડ મોડલ પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. 2008માં મુંબઈ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો સતત બગડી રહ્યા છે, ત્યારથી ભારતીય ટીમે પાકિસ્તાનમાં ક્રિકેટ રમી નથી.
તમને જણાવી દઈએ કે, ચેમ્પિયન ટ્રોફી આવતા વર્ષે ફેબ્રુઆરીમાં PCBની યજમાની હેઠળ રમાશે. પીસીબીએ આ માટે લગભગ ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. બોર્ડે અગાઉ કહ્યું હતું કે જો ભારતીય ટીમ રાજકીય અને સુરક્ષા કારણોસર પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે તો પીસીબી વળતર માટે હકદાર રહેશે.