નવી દિલ્હી: હરમનપ્રીત કૌરની ટીમે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે રમાયેલી ત્રણ મેચની શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચમાં 6 વિકેટે જીત મેળવી છે અને શ્રેણી 2-1થી જીતી લીધી છે.
આ મેચમાં ન્યુઝીલેન્ડે પહેલા રમતા 50 ઓવરમાં 232 રન બનાવ્યા હતા અને ભારતને જીતવા માટે 233 રનનો ટાર્ગેટ આપ્યો હતો. સ્મૃતિ મંધાનાની સદી અને કેપ્ટન હરમનપ્રીત કૌરની અડધી સદીની મદદથી ભારતે 44.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને આ લક્ષ્યાંકનો પીછો કર્યો અને મેચ 4 વિકેટે જીતી લીધી.
📸 💯@mandhana_smriti departs for a fantastic 100(122) as #TeamIndia edge closer to a win 👏
— BCCI Women (@BCCIWomen) October 29, 2024
Updates ▶️ https://t.co/B6n070iLqu#INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/8KphaWYTQl
મંધાના અને હમનપ્રીત કૌરે બેટિંગ કરીને રન બનાવ્યા: આ મેચમાં સ્મૃતિ મંધાનાએ ભારત માટે શાનદાર સદી ફટકારી હતી. તેણે 122 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 100 રન બનાવ્યા હતા. આ સાથે સુકાની હરમનપ્રીત કૌરે પણ શાનદાર અડધી સદીની ઇનિંગ રમી હતી. હરમનપ્રીત કૌરે 63 બોલમાં 8 ચોગ્ગાની મદદથી 59 રનની ઇનિંગ રમીને અણનમ રહીને ટીમને જીત અપાવી હતી.
દીપ્તિ શર્માએ 3 વિકેટ લીધી: આ પહેલા ન્યૂઝીલેન્ડ તરફથી જ્યોર્જિયા પ્લિમરે 39 રનની ઇનિંગ રમી હતી. ન્યુઝીલેન્ડ તરફથી બ્રુક હેલીડેએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેણે 86 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ભારત તરફથી દીપ્તિ શર્માએ 3 અને પ્રિયા મિશ્રાએ 2 વિકેટ ઝડપી હતી. આ સિવાય રેણુકા અને સીમાએ 1-1 વિકેટ લીધી હતી. આ સાથે ભારતે ઘરઆંગણે ત્રણ મેચની શ્રેણીમાં ન્યુઝીલેન્ડને 2-1થી હરાવ્યું છે.
આ પણ વાંચો: