હરારે (ઝિમ્બાબ્વે): ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રવિવારે રમાયેલી 5મી T20 મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને 42 રને હરાવ્યું હતું. ભારતે આપેલા 168 રનના જવાબમાં ઝિમ્બાબ્વેની આખી ટીમ 18.3 ઓવરમાં માત્ર 125 રનના સ્કોર પર આઉટ થઈ ગઈ હતી અને 42 રનથી મેચ હારી ગઈ હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ 5 મેચની T20 ઈન્ટરનેશનલ સિરીઝ 4-1થી કબજે કરી લીધી છે.
A 42-run victory in the 5th & Final T20I 🙌
— BCCI (@BCCI) July 14, 2024
With that win, #TeamIndia complete a 4⃣-1⃣ series win in Zimbabwe 👏👏
Scorecard ▶️ https://t.co/TZH0TNJcBQ#ZIMvIND pic.twitter.com/oJpasyhcTJ
ભારતે 5મી T20 42 રનથી જીતી: ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે સંજુ સેમસન (58)ની શાનદાર અડધી સદીની મદદથી 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 167 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વેને જીતવા માટે 168 રનનો લક્ષ્યાંક હાંસલ કરવાનો હતો, પરંતુ ભારતીય બોલરોએ શાનદાર બોલિંગ કરીને ઝિમ્બાબ્વેને 18.3 ઓવરમાં માત્ર 125 રનના સ્કોર પર ઓલઆઉટ કરી દીધું હતું. ભારત તરફથી ફાસ્ટ બોલર મુકેશ કુમારે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. શિવમ દુબેને પણ 2 સફળતા મળી.
4⃣ wickets ⚡️
— BCCI (@BCCI) July 14, 2024
2⃣2⃣ runs
Mukesh Kumar registers his career-best bowling figures in T20Is 👏👏
Scorecard ▶️ https://t.co/TZH0TNJcBQ#TeamIndia | #ZIMvIND pic.twitter.com/yG11RPJKoo
ભારતે 4-1થી શ્રેણી કબજે કરી: ઝિમ્બાબ્વે સામેની 5મી મેચમાં શાનદાર જીત સાથે, ભારતે 4-1થી શ્રેણી પર કબજો કર્યો. ભારતને પ્રથમ મેચમાં ઝિમ્બાબ્વે સામે 13 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ આ પછી ભારતે શાનદાર વાપસી કરી અને ચારેય મેચ જીતી લીધી. ભારતે બીજી T20માં ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું. ત્રીજી T20 23 રને જીતી. ત્યારબાદ ચોથી T20 મેચમાં ઝિમ્બાબ્વે સામે 10 વિકેટે જીત મેળવી હતી. આ પછી, તેણે છેલ્લી T20 મેચ 42 રને જીતીને શ્રેણી 4-1થી જીતી લીધી.
For his all-round impact in the 5th T20I, Shivam Dube wins the Player of the Match award 🏆👏
— BCCI (@BCCI) July 14, 2024
Scorecard ▶️ https://t.co/TZH0TNJcBQ#TeamIndia | #ZIMvIND | @IamShivamDube pic.twitter.com/yxO8KifBK5
શિવમ દુબે બન્યો પ્લેયર ઓફ ધ મેચ: ઓલરાઉન્ડર શિવમ દુબે ઝિમ્બાબ્વે સામેની છેલ્લી T20 મેચમાં ભારતની જીતનો હીરો હતો. પ્રથમ બેટિંગ કરતા દુબેએ 12 બોલમાં 2 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 26 રનની અણનમ ઇનિંગ રમી હતી. ત્યારબાદ બોલિંગ કરતી વખતે તેણે 4 ઓવરમાં માત્ર 25 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આ શાનદાર ઓલરાઉન્ડર પ્રદર્શન માટે શિવમ દુબેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
5⃣ matches
— BCCI (@BCCI) July 14, 2024
8⃣ wickets 🙌
For his brilliance with the ball, Washington Sundar becomes the Player of the series 👏👏
Scorecard ▶️ https://t.co/TZH0TNJcBQ#TeamIndia | #ZIMvIND | @Sundarwashi5 pic.twitter.com/pVBJ29nreN
વોશિંગ્ટન સુંદર બન્યો પ્લેયર ઓફ ધ સિરીઝ: ભારતના સ્ટાર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને તેના શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. સુંદરે 5 મેચમાં 5.16ની શાનદાર ઈકોનોમી સાથે 8 વિકેટ લીધી હતી. સુંદરે પણ સમગ્ર શ્રેણી દરમિયાન બેટ વડે 28 રનનું યોગદાન આપ્યું હતું.