કાનપુર (ઉત્તર પ્રદેશ): કાનપુરના ઐતિહાસિક ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ચેન્નાઈ ટેસ્ટ જીતીને ભારત બે મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે. આ બીજી ટેસ્ટમાં વરસાદથી પ્રભાવિત શ્રેણીના નિર્ણાયકમાં, ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કરીને બધાને ચોંકાવી દીધા છે.
ટોસ જીત્યા બાદ ભારતે પ્રથમ બોલિંગ લીધી:
ટોસ જીત્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું, 'અમે પહેલા બોલિંગ કરવાના છીએ. પિચ થોડી નરમ લાગે છે, તેથી અમારે વહેલી તકે લીડ લેવી પડશે અને અમે ઇચ્છીએ છીએ કે, અમારા ત્રણ ઝડપી બોલરો આનો ફાયદો ઉઠાવે. અમે પ્રથમ મેચમાં બેટથી સારી શરૂઆત કરી શક્યા ન હતા, પરંતુ અમે રન બનાવવાનો રસ્તો શોધી કાઢ્યો અને બોલરોએ તેમનું કામ સારી રીતે કર્યું. હું અહીં પણ કંઈ અલગ અપેક્ષા રાખતો નથી, અમને પડકારવામાં આવશે પરંતુ અમારી પાસે અનુભવ છે. અમે અમારા પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી.
🚨 Toss Update 🚨
— BCCI (@BCCI) September 27, 2024
Captain @ImRo45 wins the toss and #TeamIndia have elected to bowl in Kanpur.
Live - https://t.co/JBVX2gyyPf#INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/Hsl0HcoVTa
પહેલા બેટિંગ કરવા માંગતો હતો: શાંતો
ટોસ હાર્યા પછી, બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ કહ્યું, 'હું પ્રથમ બેટિંગ કરીને ખુશ છું, અમે કોઈપણ રીતે બેટિંગ કરવા માંગતા હતા. એક બેટ્સમેન તરીકે, જો અમને શરૂઆત મળશે તો અમારે સારો સ્કોર કરવો પડશે. આશા છે કે અમારા બેટ્સમેન આજે મોટો સ્કોર કરવામાં સફળ રહેશે. આ બેટિંગ માટે સારી વિકેટ લાગે છે. જોકે નવા બોલ સાથે બેટિંગ કરવી મહત્વપૂર્ણ રહેશે. અમે અમારા પ્લેઇંગ-11માં બે ફેરફાર કર્યા છે. નાહિદ અને તસ્કીન રમતા નથી. તેમના સ્થાને તૈજુલ અને ખાલિદને પ્લેઈંગ-11માં સામેલ કરવામાં આવ્યા છે.
ભારતના પ્લેઈંગ-11: યશસ્વી જયસ્વાલ, રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, આકાશ દીપ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
બાંગ્લાદેશના પ્લેઇંગ-11: શાદમાન ઇસ્લામ, ઝાકિર હસન, નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), મોમિનુલ હક, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન, લિટન દાસ (વિકેટકીપર), મેહદી હસન મિરાજ, તૈજુલ ઇસ્લામ, હસન મહમૂદ, ખાલિદ અહેમદ.
🚨 Team Update 🚨
— BCCI (@BCCI) September 27, 2024
An unchanged Playing XI for #TeamIndia 👌👌
Live - https://t.co/JBVX2gyyPf#INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/u61vd44i1C
મેચનો લાઈવ સ્કોર:
હાલ બાંગ્લાદેશ તરફથી ઝાકિર હસન અને શદમાન ઇસ્લામ ઓપનિગ જોડી તરીકે મેદાનમાં ઉતર્યા હતા. પરંતુ તેઓ બંને કંઈ ખાસ કરી શક્યા નહી અને હસન 24 બોલમાં શૂન્ય પર યશસ્વી જયસ્વાલના હાથે કેચ આઉટ થઈ ગયો, ત્યારબાદ 24 રન બનાવીને ઇસ્લામ આકશદિપના બોલે LBW થઈ ગયો. હાલ બાંગ્લાદેશનો સ્કોર 2 વિકેટ પર 60 રન સાથે શાનતો અને મોઈનુલ ક્રિઝ પર રમી રહ્યા છે. (આ કોપી લખાય છે ત્યાં સુધીનો સ્કોર) અપડેટ માટે ETV Bharat સાથે જોડાયેલ રહો...
આ પણ વાંચો: