બ્રિસ્બેન (ઓસ્ટ્રેલિયા): ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચ બ્રિસ્બેનના ગાબા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે. આ મેચ પહેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
રોહિત શર્માએ ટોસ જીત્યા બાદ કહ્યું, 'અમને બોલિંગમાં કોઈ સંકોચ નથી. વાદળછાયું વાતાવરણ છે, ત્યાં થોડું ઘાસ છે અને સપાટી પણ થોડી નરમ લાગે છે. અમે આગામી બોલમાં વધુ સારું કરવાનો પ્રયાસ કરીશું. અમે બે ફેરફારો કર્યા છે. હર્ષિત અને અશ્વિનની જગ્યાએ જાડેજા અને આકાશની ટીમમાં વાપસી થઈ છે.
It's Rohit Sharma who has won the toss & opted to bowl first at the Gabba!
— Star Sports (@StarSportsIndia) December 14, 2024
What do you make of this decision? 🤔✍#AUSvINDOnStar 👉 3rd Test, Day 1, LIVE NOW! | #ToughestRivalry #BorderGavaskarTrophy pic.twitter.com/xrHBbc5fFN
ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે કહ્યું, 'પિચ સારી વિકેટ જેવી લાગે છે, તેથી આશા છે કે અમારા માટે ઘણા રન બનાવશે. અમે માત્ર એક ફેરફાર કર્યો છે. સ્કોટ બોલેન્ડ આઉટ છે અને જોશ હેઝલવુડ પરત ફર્યા છે.
હર્ષિત રાણા અને અશ્વિન ટીમમાંથી બહાર:
ભારતીય ટીમે આ મેચ માટે પોતાના પ્લેઈંગ-11માં 2 મોટા ફેરફાર કર્યા છે. હર્ષિત રાણા અને રવિચંદ્રન અશ્વિનને ગાબા ટેસ્ટમાંથી મુક્તિ આપવામાં આવી છે. તો તેમની જગ્યાએ આકાશ દીપ અને રવિન્દ્ર જાડેજા પ્લેઇંગ-11નો ભાગ છે. 5 મેચની આ શ્રેણીમાં આ પ્રથમ વખત છે જ્યારે આકાશ દીપ અને રવિન્દ્ર જાડેજાને રમવાની તક મળી છે.
Cracking vibes at the Gabba!#AUSvIND pic.twitter.com/ho8QtDb7it
— cricket.com.au (@cricketcomau) December 14, 2024
મેચમાં જાડેજાનો જાદુ જોવા મળશે
ભારતીય ટીમે અત્યાર સુધી ત્રણ ટેસ્ટ મેચોમાં ત્રણ સ્પિનરોનો ઉપયોગ કર્યો છે. પર્થમાં વોશિંગ્ટન સુંદર, એડિલેડમાં રવિચંદ્રન અશ્વિન અને હવે રવીન્દ્ર જાડેજાને ગાબામાં રમવાની તક મળી છે. જ્યારે પર્થ અને એડિલેડમાં રમી રહેલા યુવા ફાસ્ટ બોલર હર્ષિત રાણાની જગ્યાએ આકાશ દીપને ગાબામાં સામેલ કરવામાં આવ્યો છે.
🚨 Toss & Team News 🚨#TeamIndia have elected to bowl against Australia in the third #AUSvIND Test.
— BCCI (@BCCI) December 14, 2024
Here's our Playing XI 🔽
Follow The Match ▶️ https://t.co/dcdiT9NAoa pic.twitter.com/UjnAMZZSFJ
બંને ટીમોની પ્લેઈંગ-11
ભારત: યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), રોહિત શર્મા (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, નીતિશ કુમાર રેડ્ડી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ
ઓસ્ટ્રેલિયા: ઉસ્માન ખ્વાજા, નાથન મેકસ્વીની, માર્નસ લાબુશેન, સ્ટીવન સ્મિથ, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટમાં), પેટ કમિન્સ (સી), મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, જોશ હેઝલવુડ
Here's a look at India & Australia's Playing XI in the Gabba Test! 🗞
— Star Sports (@StarSportsIndia) December 14, 2024
🇮🇳: Jadeja & Akash Deep replace Ashwin & Harshit Rana!
🇦🇺: Josh Hazlewood comes in for Scott Boland!#AUSvINDOnStar 👉 3rd Test, Day 1, LIVE NOW! | #ToughestRivalry #BorderGavaskarTrophy pic.twitter.com/25PV187GWA
લાઈવ અપડેટ:
ગાબા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સવારે 5.50 વાગ્યે શરૂ થયેલ મેચમાં ભારતે પ્રથમ બોલીગ કરવાનો નિર્ણય કર્યો હતો, પ્રથમ બેટિંગ કરવા આવેલ ઓસ્ટ્રેલિયન ઓપનિંગ જોડી ઉસ્માન ખ્વાજા અને નાથન મક્સ્વીની 2.10ની રનરેટ સાથે ધીમી શરૂઆત કરી છે, હાલ લાંચ બ્રેક પહેલા ટીમનો સ્કોર 13.2 ઓવરે 28 રન પર શૂન્ય વિકેટનો છે. આ દરમિયાન વરસાદ મેશની વચ્ચે ખલેલ પાડી રહ્યો છે. વે વાર વરસાદના કારણે મેચને રોકવી પણ પડી હતી. (આગળ અપડેટ ચાલુ રહેશે..)
આ પણ વાંચો: