જામનગર: રાજવી પરિવાર માટે આજે માજી રાજવી શત્રુશલ્યસિંહજી જાડેજા દ્વારા એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. ભારતના દિગ્ગજ ભૂતપૂર્વ ક્રિકેટ ખેલાડી અને મૂળ જામનગરના વતની જામસાહેબના પરિવારના સભ્ય એવા અજયસિંહજી જાડેજાને તેમના અનુગામી તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ઐતિહાસિક નિર્ણય જાહેર કરતાં જામ સાહેબ શત્રુશલ્યસિંહજી મહારાજે વિજ્યાદશમીની પૂર્વ સંધ્યાએ વારસદાર તરીકે અજયસિંહજી જાડેજાની જાહેરાત કરી છે. મહત્ત્વનું છે કે, અજય જાડેજા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને કેપ્ટન પણ રહી ચૂક્યા છે.
પત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી:
તેમણે પત્રમાં લખ્યું કે,'એવું માનવામાં આવે છે કે દશેરાનો તહેવાર એ દિવસને ચિહ્નિત કરે છે જ્યારે પાંડવો વનવાસમાંથી વિજયી થયા હતા. આ શુભ દિવસે, અજય જાડેજાએ મારા અનુગામી બનવાની અરજી સ્વીકારી હોવાથી મેં મારી મૂંઝવણ દૂર કરી છે. મને વિશ્વાસ છે કે અજય જાડેજા જામનગરની જનતા માટે આશીર્વાદરૂપ બનશે અને તેમની સેવા સમર્પણથી કરશે. હું તેમનો ખૂબ આભારી છું,"
વારસદારનો ઇતિહાસ?
હાલના જામ સાહેબ શત્રુશલ્યસિંહજી નિઃસંતાન છે, માટે અજય જાડેજાને તેમના અનુગામીન રૂપમાં પસંદ કર્યા છે. જામ સાહેબ શત્રુશલ્યસિંહજીના પિતા દિગ્વિજય સિંહ હતા, જેઓ 33 વર્ષ સુધી જામ સાહેબ રહ્યા. તેમના કાકા રણજીતસિંહજીએ તેમને દત્તક લીધા હતા અને તેમના વારસદાર બનાવ્યા હતા. ભારતીય ક્રિકેટની સ્થાનિક અને ખૂબ ચર્ચિત સ્પર્ધા રણજી ટ્રોફી જામ સાહેબ રણજીત સિંહના નામે રમાય છે. રણજીતસિંહજી જાડેજા આઝાદી પહેલા ભારતીય ક્રિકેટના શ્રેષ્ઠ બેટ્સમેન ગણાતા હતા.
અજય જાડેજા રણજીતસિંહજી અને દિલીપસિંહજીના પરિવારમાંથી આવે છે અને શુક્રવારે તેમને સત્તાવાર રીતે વારસદાર જાહેર કરવામાં આવ્યા છે. મહાન ક્રિકેટર કેએસ રણજીતસિંહજી 1907 થી 1933 સુધી નવાનગરના શાસક હતા. રણજી ટ્રોફી અને દુલીપ ટ્રોફી રણજીત સિંહ અને કેએસ દિલીપ સિંહના નામ પર રાખવામાં આવી છે. શત્રુશલ્યસિંહજી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર પણ હતા અને નવાનગરના મહારાજાનું બિરુદ મેળવનાર છેલ્લા વ્યક્તિ હતા.
🚨 JAMSAHEB AJAY JADEJA...!!! 🚨
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 12, 2024
- Ajay Jadeja has been announced as the next Jamsaheb of Nawanagar. 👌❤️ pic.twitter.com/8C9n696w9p
અજય જાડેજા લાંબા સમયથી ભારતીય ટીમનો ભાગ રહ્યા:
53 વર્ષીય જાડેજા જામનગરના રાજવી પરિવારના વંશજ છે. અજય જાડેજા ભારતીય ક્રિકેટ ટીમના ઉત્તમ ખેલાડી રહી ચૂક્યા છે. તેઓ 1992 થી 2000 સુધી ભારતીય ક્રિકેટ ટીમનો ભાગ હતા અને ઉપ-કેપ્ટન પણ હતા. ભારત માટે તેમણે 15 ટેસ્ટ મેચ અને 196 ODI મેચ રમી છે.
જામનગરના રાજવી પરિવારની મોટી જાહેરાત
— DD News Gujarati (@DDNewsGujarati) October 12, 2024
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજા જામસાહેબના બન્યા વારસદાર
જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી મહારાજે કરી જાહેરાત#Jamnagar #AjayJadeja #JamShaheb pic.twitter.com/OS5nzQVAXU
તે IPLમાં અલગ-અલગ ટીમો માટે મેન્ટર તરીકે ભાગ ભજવી ચૂક્યા છે, અને તાજેતરમાં તેમણે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમને કોચિંગ આપ્યું હતું.
દશેરાના પાવન દિવસે જામનગરના રાજવી પરિવારના નવા વારસદાર તરીકે આ દિગ્ગજ ક્રિકેટરનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જેથી સમગ્ર જામનગરમાં હર્ષોઉલ્લાસનું વાતાવરણ છવાયું ગયું છે.
આ પણ વાંચો: