હૈદરાબાદ: આઈપીએલ 2025 ની ચર્ચા અત્યારથી જ સંભળાઈ રહી છે. દરેક ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. IPL 2025 માટે મેગા ઓક્શન 24-25 નવેમ્બરના રોજ થવાનું છે. પરંતુ આ હરાજી પહેલા મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. મેગા ઓક્શન પહેલા જ તેના પર આગામી આઈપીએલ સિઝન માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
IPL માં હાર્દિક પંડયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો:
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા પર આઈપીએલ 2025ની શરૂઆત પહેલા જ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તેની પાછળનું કારણ ગત સિઝનમાં મેચ દરમિયાન ધીમી ઓવર રેટના કારણે હાર્દિક પર આગામી સિઝનની પ્રથમ મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વાસ્તવમાં મુંબઈ ઈન્ડિયન્સની છેલ્લી સિઝન બિલકુલ સારી રહી ન હતી.
Hardik Pandya to miss IPL 2025 opener due to one-match ban for slow over-rate.#IPL2024 #MIvsLSG pic.twitter.com/bEYjd455yk
— OneCricket (@OneCricketApp) May 18, 2024
શું છે નિયમ?:
તમને જણાવી દઈએ કે IPL ગવર્નિંગ કાઉન્સિલના નિયમો અનુસાર, જો કોઈ કેપ્ટન ત્રણ મેચમાં ધીમી ઓવરને રેટ કરે છે, તો તે કેપ્ટન પર ત્રણેય મેચ માટે 30 લાખ રૂપિયાનો દંડ અને એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવે છે. આ જ કારણ છે કે, હાર્દિક પર એક મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. IPL 2024 ની છેલ્લી મેચમાં, હાર્દિક પંડ્યાની મુંબઈ ઈન્ડિયન્સ તેની 20 ઓવર સમયસર પૂરી કરી શકી નહોતી, જેના કારણે તેના પર આ IPL સિઝનની પ્રથમ મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
2025માં ફરી MIનો કેપ્ટન બનશે હાર્દિક:
ગત વર્ષે હાર્દિકને MIનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, ત્યારબાદ હાર્દિકને ચાહકો દ્વારા ઘણો ટ્રોલ કરવામાં આવ્યો હતો અને તેની અસર મુંબઈના પ્રદર્શન પર પણ જોવા મળી હતી. જે બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે IPL 2025માં હાર્દિકને કેપ્ટન્સીથી હટાવી દેવામાં આવશે. જોકે, આવું કંઈ થયું નથી. ટીમે આ જાહેરાત કરી છે કે IPL 2025માં પણ હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ કરતો જોવા મળશે.
NEWS | Hardik Pandya Banned From First Match Of IPL 2025
— GPlus (@guwahatiplus) May 18, 2024
The Board of Control for Cricket in India (BCCI) has banned Mumbai Indians (MI) captain #HardikPandya from playing the first match of the IPL 2025 season, as per reports.
This decision came after MI maintained a slow over… pic.twitter.com/gyMGQytqWW
MI માં આ 5 ખેલાડીઓને જાળવી રાખ્યા:
31 ઓક્ટોબરની સાંજે તમામ ફ્રેન્ચાઈઝીઓએ આઈપીએલ 2025 માટે તેમની રિટેન્શન લિસ્ટ જાહેર કરી દીધી છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સે જસપ્રિત બુમરાહ, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રોહિત શર્મા અને તિલક વર્માને ટીમમાં જાળવી રાખ્યા છે. અને જેદાહમાં આગામી 24-25 નવેમ્બરે આઇપીએલ 2025ની મેગા હરાજી યોજવામાં આવશે.
આ પણ વાંચો: