નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટમાં અચાનક હલચલ મચી ગઈ છે. પાકિસ્તાનની રાષ્ટ્રીય પસંદગી સમિતિના સભ્ય મોહમ્મદ યુસુફે એક મોટું પગલું ભર્યું છે અને પદ પરથી રાજીનામું આપી દીધું છે. યુસુફે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. યુસુફે તેની કોચિંગ ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પસંદગી સમિતિના સભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ વિશે માહિતી આપી છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આજે જાહેરાત કરી હતી કે, 'ક્રિકેટ બોર્ડની અંદર અન્ય મુખ્ય જવાબદારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે મોહમ્મદ યુસુફે રાષ્ટ્રીય પસંદગી સમિતિના સભ્ય તરીકેની ભૂમિકામાંથી સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે'.
Yousuf steps down as selection committee member to focus on coaching role
— PCB Media (@TheRealPCBMedia) September 29, 2024
Read details here ⤵️ https://t.co/xT9wGGGo6s
પીસીબીએ આગળ લખ્યું કે, 'સીલેક્શન કમિટીના સભ્ય તરીકેના કાર્યકાળ દરમિયાન મોહમ્મદ યુસુફના અમૂલ્ય યોગદાન માટે PCB તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે. યુસુફ પીસીબીમાં મહત્વની ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે, હાઈ પરફોર્મન્સ સેન્ટરમાં બેટિંગ કોચ તરીકે પોતાનું જ્ઞાન અને અનુભવ શેર કરશે.'
યુસુફ પાકિસ્તાનની અંડર-19 ટીમના મુખ્ય કોચ પણ હતા, જેણે દક્ષિણ આફ્રિકામાં ICC અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2024માં ત્રીજું સ્થાન મેળવ્યું હતું. હવે તે પોતાની કોચિંગ કારકિર્દીને આગળ ધપાવશે. પાકિસ્તાન ક્રિકેટ ટીમ અને PCBની અંદર ઘણા સમયથી ગરબડ ચાલી રહી છે. આવી સ્થિતિમાં કેટલાક લોકો યુસુફના રાજીનામાને આવા ફેરફાર સાથે પણ જોડી રહ્યા છે.
આ પણ વાંચો: