ETV Bharat / sports

Exclusive: મુશીર ખાનના એક્સિડન્ટનો પહેલો વીડિયો આવ્યો સામે, કારની હાલત જોઈને લાગશે નવાઈ... - Musheer Khan Accident Video - MUSHEER KHAN ACCIDENT VIDEO

ETV ભારતને ક્રિકેટર મુશીર ખાનના ભયાનક માર્ગ અકસ્માતનો પહેલો વીડિયો મળ્યો છે. આ વીડિયોમાં કારની હાલત જોઈને તમે પણ હેરાન થઈ જશો. તેમજ મુશીરના મામા શકીલ અહેમદે પણ અકસ્માત અંગે મહત્વની માહિતી આપી છે. વધુ આગળ વાંચો… Musheer Khan Accident Video

મુશીર ખાનના એક્સિડન્ટનો પહેલો વીડિયો આવ્યો સામે
મુશીર ખાનના એક્સિડન્ટનો પહેલો વીડિયો આવ્યો સામે (Etv Bharat)
author img

By ETV Bharat Sports Team

Published : Sep 28, 2024, 5:30 PM IST

આઝમગઢ (ઉત્તર પ્રદેશ): જિલ્લામાં ટીમ ઈન્ડિયા તરફથી રમી રહેલા સ્ટાર ક્રિકેટર સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન રોડ અકસ્માતમાં ઘાયલ થયો છે. મુશીર ખાનની ગરદન પર ગંભીર ઈજા થઈ છે. મુશીર શુક્રવારે તેના પિતા નૌશાદ ખાન સાથે આઝમગઢથી લખનૌ જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. અકસ્માતનું કારણ હજુ સુધી સંપૂર્ણ રીતે સ્પષ્ટ થયું નથી. પરંતુ સૂત્રોનું કહેવું છે કે, રોડ પર કાર 4-5 વખત પલટી ગઈ, જેના કારણે મુશીરને ગંભીર ઈજાઓ થઈ છે.

મુશીર ખાન એક ભયાનક માર્ગ અકસ્માતનો બન્યો ભોગ:

તમને જણાવી દઈએ કે, ઈરાની કપની મેચ મુંબઈ અને રેસ્ટ ઓફ ઈન્ડિયા વચ્ચે લખનૌના એકના સ્ટેડિયમમાં 1 થી 5 ઓક્ટોબરની વચ્ચે રમાવાની છે. આ મેચ પહેલા મુશીરનો અકસ્માત મુંબઈ માટે મોટો ઝટકો છે. એટલું જ નહીં, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મુશીર 11 ઓક્ટોબરથી શરૂ થનારી રણજી ટ્રોફીની શરૂઆતની મેચો પણ ચૂકી શકે છે. સરફરાઝ ખાનનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશના આઝમગઢનો છે. તેમનું ગામ અહીંના સાગડી તાલુકામાં બાસુપર છે.

મુશીર ખાનના એક્સિડન્ટનો પહેલો વીડિયો આવ્યો સામે (ETV Bharat)

દુલીપ ટ્રોફી 2024માં મુશીર ખાને બેટથી ધૂમ મચાવી:

પોતાની ડેબ્યૂ મેચમાં જ, મુશીરે ઈન્ડિયા-બી માટે ઈન્ડિયા-એ વિરુદ્ધ 181 રનની ઈનિંગ રમી હતી. આ સમયગાળા દરમિયાન, તેણે 373 બોલનો સામનો કર્યો અને 16 ચોગ્ગા ઉપરાંત 5 છગ્ગા ફટકાર્યા. દુલીપ ટ્રોફીમાં પદાર્પણ વખતે ટીનેજર (20 વર્ષથી ઓછી ઉંમરના) દ્વારા આ ત્રીજો સૌથી વધુ સ્કોર હતો. મુશીરનો મોટો ભાઈ સરફરાઝ ખાન ભારતીય ટેસ્ટ ટીમમાં છે અને હાલમાં તેને કાનપુરમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં રમવાની તક મળી નથી પરંતુ તે ટીમનો ભાગ છે.

મુશીરનાં મામા શકીલ અહેમદે ETVને મહત્વની માહિતી આપી:

અકસ્માતના સમાચાર મળતાં જ આઝમગઢના સાગડી તહસીલ વિસ્તારના બાસુપર ગામમાં સ્થિત મુશીર ખાનના ઘરે શુભેચ્છકોનો ભીડ લઈ છે. માર્ગ અકસ્માત અંગે ક્રિકેટર મુનશીર ખાનના મામા શકીલ અહેમદે ETV ભારત સાથે ખાસ વાત કરતા જણાવ્યું હતું કે, શુક્રવારે મુશીર ખાન તેના પિતા નૌશાદ ખાન ડ્રાઈવર સાથે ફોર્ચ્યુનર કારમાં આઝમગઢથી લખનૌ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો. માર્ગ આ અકસ્માતમાં બધા બચી ગયા હતા પરંતુ મુશીર ખાન ઘાયલ થયો હતો.

આ પણ વાંચો:

  1. રિષભ પંત પછી આ ભારતીય ખેલાડીનો થયો ભયંકર અકસ્માત, કાર ત્રણ વખત પલટી ખાઈ ગઈ… - Musheer Khan Accident
  2. અશક્ય…! ના કોઈ ચોગ્ગો ના કોઈ સિક્સ, છતાં બન્યા 1 બોલમાં 286 રન, જાણો કેવી રીતે… - 286 Runs in 1 Ball

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.