રાવલપિંડી: બાંગ્લાદેશે 30 રનના લક્ષ્યાંક સરળતાથી હાંસલ કરી પાકિસ્તાન સામેની બે મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં 10 વિકેટથી ઐતિહાસિક જીત નોંધાવી છે. ટેસ્ટ ક્રિકેટમાં બાંગ્લાદેશનો પાકિસ્તાન સામે આ પ્રથમ વિજય હતો. આ હાર સાથે ઘરઆંગણે પાકિસ્તાનનું નિરાશાજનક પ્રદર્શન યથાવત રહયું છે.
Bangladesh 🆚 Pakistan | 1st Test | Rawalpindi
— Bangladesh Cricket (@BCBtigers) August 25, 2024
Bangladesh won by 10 wickets 👏🇧🇩
PC: PCB#BCB #Cricket #BDCricket #Bangladesh #PAKvBAN #WTC25 pic.twitter.com/yqNmaQ6rsL
બાંગ્લાદેશે પ્રથમ વખત પાકિસ્તાનને ટેસ્ટમાં હરાવ્યું:
અગાઉ, બાંગ્લાદેશે રેડ બોલ ક્રિકેટ એટલે કે ટેસ્ટ ક્રિકેટમાં 13 વખત પાકિસ્તાનનો સામનો કર્યો હતો અને જેમાંથી 12 મેચોમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે એક મેચ ડ્રો રહી હતી. જો કે, બાંગ્લાદેશની સ્પિન જોડીના શાનદાર પ્રદર્શને તે રેકોર્ડને બદલી નાખ્યો. બાંગ્લાદેશે રવિવારે રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ વખત પાકિસ્તાનને હરાવ્યું હતું.
બાંગ્લાદેશે પાકિસ્તાનને 10 વિકેટે હરાવ્યું:
આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને યજમાન ટીમને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. સઈદ શકીલ (141) અને મોહમ્મદ રિઝવાન (અણનમ 171) વચ્ચેની ભાગીદારીને કારણે પાકિસ્તાને 448/6ના સ્કોર પર પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. બાંગ્લાદેશ તરફથી શોરીફુલ ઇસ્લામ અને હસન મહમૂદે બે-બે વિકેટ લીધી હતી જ્યારે મેહદી હસન મિરાજ અને શાકિબ અલ હસને એક-એક વિકેટ લીધી હતી.
બાંગ્લાદેશ તરફથી રહીમે 191 રનની શાનદાર ઇનિંગ રમી:
બાંગ્લાદેશે વિકેટકીપર મુશ્ફિકુર રહીમના 191 રનની ઇનિંગની મદદથી પ્રથમ દાવમાં કુલ 565 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી લિટન દાસ, મેહદી હસન મિરાજ અને મોમિનુલ હકે અડધી સદી ફટકારી હતી જ્યારે નસીમ શાહે ત્રણ વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશે પ્રથમ દાવમાં 117 રનની લીડ મેળવી હતી.
Bangladesh win the first Test by 10 wickets 🏏#PAKvBAN | #TestOnHai pic.twitter.com/436t7yBaQk
— Pakistan Cricket (@TheRealPCB) August 25, 2024
બાંગ્લાદેશને 30 રનનો ટાર્ગેટ મળ્યો હતો:
પ્રથમ દાવમાં બાંગ્લાદેશથી પાછળ પડ્યા બાદ પાકિસ્તાન બીજા દાવમાં 146 રનમાં સમેટાઈ ગયું હતું. બાંગ્લાદેશ તરફથી મેહદી હસન મિરાજે ચાર વિકેટ ઝડપી હતી. પાકિસ્તાને બાંગ્લાદેશને 30 રનનો ટાર્ગેટ આપ્યો હતો. મુલાકાતી ટીમે 30 રનના લક્ષ્યાંકને એકપણ વિકેટ ગુમાવ્યા વિના સરળતાથી હાંસલ કરી લીધો હતો અને બાંગ્લાદેશે શ્રેણીમાં 1-0થી સરસાઈ મેળવી લીધી હતી.