નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન હરીફ દેશો છે જ્યારે બંને ટીમો વચ્ચે મેચ રમાય છે ત્યારે બંને બાજુના ચાહકો સૌથી મોંઘામાં મોંઘી ટિકિટ ખરીદવા માટે તૈયાર હોય છે. કેટલાક ચાહકો તેમની પાસે પૈસા ન હોય તો તેમની કિંમતી વસ્તુઓ પણ આપી દે છે. પરંતુ ભારત પાકિસ્તાનની મેચની દરેક ક્ષણનું સાક્ષી બનવા માંગે છે.
જો બંને ટીમના ખેલાડીઓ એક ટીમમાં સાથે રમે અને બીજી ટીમને હરાવી દે તો એ મેચ કેવી રોમાંચક હોઈ શકે છે. હા, આ પહેલા પણ થઈ ચૂક્યું છે અને ટૂંક સમયમાં ચાહકોને ફરી આ જોવા મળશે. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, ભારત અને પાકિસ્તાનના ક્રિકેટરો સાથે મળીને પ્લેઈંગ ઈલેવન બનાવી શકે છે કારણ કે, ક્રિકેટ બોર્ડ સ્ટાર્સથી ભરપૂર આફ્રો-એશિયા કપ પરત લાવવાની સંભાવના પર વિચાર કરી રહી છે.
વર્ષ 2005 અને 2007માં આફ્રો-એશિયા કપ રમાયો હતો જેમાં બે ટીમો સામેલ હતી - એશિયા XI જેમાં ઉપખંડના સૌથી પ્રખ્યાત ક્રિકેટરોનો સમાવેશ થતો હતો. આ ટુર્નામેન્ટ બે વર્ષ સુધી રમાઈ હતી પરંતુ 2008માં ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે આ ટુર્નામેન્ટ ફરી રમાઈ શકી ન હતી. જોકે, બંને ટીમો એકબીજા સામે શ્રેણી રમી ચૂકી છે.
હિન્દુસ્તાન ટાઈમ્સના એક અહેવાલ અનુસાર, આફ્રિકન ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ સમોદ દામોદરે આ સંબંધમાં એક અપડેટ આપ્યું, જેમાં તેમણે જણાવ્યું કે આ વિચાર સફળ થશે કે કેમ તેના પર ફરી એકવાર વિચાર કરવામાં આવી રહ્યો છે. દામોદરે ફોર્બ્સના રિપોર્ટમાં કહ્યું, 'વ્યક્તિગત રીતે હું ખૂબ જ દુઃખી છું કે આ (આફ્રો-એશિયા કપ) ન થયું. પરંતુ આ અંગે પુનર્વિચાર કરવામાં આવી રહ્યો છે. આફ્રિકા દ્વારા આને આગળ વધારવાની જરૂર હતી.
તમને જણાવી દઈએ કે, જો આ પ્રસ્તાવ સફળ થાય છે - સંભવતઃ 2025માં ભારતીય અને પાકિસ્તાની ક્રિકેટર્સ એકસાથે રમતા જોવા મળી શકે છે. જો આવું થાય, તો વિરાટ કોહલી, બાબર આઝમ, જસપ્રિત બુમરાહ, શાહીન આફ્રિદી, રોહિત શર્મા, મોહમ્મદ રિઝવાન હાઈ-ફાઈવ કરતા અને વિકેટની ઉજવણી કરતા જોવા મળી શકે છે.
અગાઉ, 2005માં પ્રથમ આફ્રો-એશિયા કપમાં સામેલ ખેલાડીઓમાં વીરેન્દ્ર સેહવાગ, શાહિદ આફ્રિદી, કુમાર સંગાકારા, મહેલા જયવર્દને, ઈન્ઝમામ-ઉલ-હક, આશિષ નેહરા, ઝહીર ખાન અને શોએબ અખ્તર હતા.
આ પણ વાંચો: