નવી દિલ્હીઃ ભારતીય ક્રિક્રેટ ટીમના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અને 1983 વર્લ્ડ કપના હીરો મોહિન્દર અમરનાથ આજે 74 વર્ષના થયા છે. મોહિન્દર અમરનાથે ગુરુવારે પોતાનો 74મો જન્મદિવસ ઉજવ્યો હતો, જેના પર તેમને ક્રિકેટ જગત તરફથી ઘણી શુભેચ્છાઓ મળી છે. બીસીસીઆઈએ પણ એક પોસ્ટમાં તેમને અભિનંદન પાઠવ્યા છે.
મોહિન્દર અમરનાથને 1983ના વર્લ્ડ કપમાં તેમના શાનદાર પ્રદર્શન માટે વ્યાપકપણે યાદ કરવામાં આવે છે અને સેમિ-ફાઇનલ અને ફાઇનલ બંનેમાં તેમને 'મેન ઓફ ધ મેચ'થી નવાજવામાં આવ્યા હતા. અમરનાથે ભારતની પ્રથમ વર્લ્ડ કપ જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
154 intl. matches
— BCCI (@BCCI) September 24, 2024
6,302 intl. runs & 78 intl. wickets 👌
1983 World Cup-winner 🏆
Here's wishing Mohinder Amarnath ji a very Happy Birthday 🎂👏#TeamIndia pic.twitter.com/LcQBrjbrGZ
મોહિન્દર અમરનાથે નિર્ભયપણે ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝના સૌથી ઝડપી બોલરોનો સામનો કર્યો, તેણે પાંચ કેરેબિયન ટેસ્ટ મેચોમાં 66.44ની સરેરાશથી લગભગ 600 રન બનાવ્યા. મોહિન્દર, લાલા અમરનાથના પુત્ર છે, જેમણે ડિસેમ્બર 1969માં ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે ડેબ્યુ કર્યું હતું. લાલા અમરનાથ આઝાદી પછી ભારતના પ્રથમ કેપ્ટન હતા.
BCCI ઉપરાંત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, રાજસ્થાન રોયલ્સ અને અન્યોએ પણ મોહિન્દર અમરનાથને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
તમને જણાવી દઈએ કે, અમરનાથે 85 ODI મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને 1,924 રન બનાવ્યા અને 46 વિકેટ પણ લીધી. અમરનાથે પણ 69 ટેસ્ટ મેચ રમી અને 11 સદી અને 24 અર્ધસદી સહિત 4,378 રન બનાવ્યા અને 32 વિકેટ લીધી. 1982-83માં, તેમણે વેસ્ટ ઈન્ડિઝ (6) અને પાકિસ્તાન (5) સામે 11 ટેસ્ટ મેચ રમી અને બે ટેસ્ટ મેચમાં લગભગ 1000 રન બનાવ્યા.
આ માટે તેમને પાકિસ્તાનના ફાસ્ટ બોલર ઈમરાન ખાન અને માલ્કમ માર્શલ તરફથી પ્રશંસા મળી હતી. તેની બેટિંગ, હિંમત અને ક્ષમતાના કારણે તેઓ વેસ્ટ ઈન્ડિઝની પ્રથમ ટેસ્ટ મેચમાં પણ રમ્યા હતા.
આ પણ વાંચો: