નવી દિલ્હી: સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ વિજેતા થયાં છે. કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ રદ્દ થતા અને બાકીના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા તેમને બિનહરિફ વિજેતા જાહેર કરવામાં આવ્યાં છે. ત્યારે કોગ્રેસે આ મામલે હવે કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ સુરત લોકસભાની ચૂંટણી મોકૂફ કરવાની માંગ કરી છે. કોંગ્રેસના નેતા અને વરિષ્ઠ અધિવક્તા સહિત કોંગ્રેસના એક ડેલિગેશને આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ આ અંગે રજૂઆત કરી હતી.
કોંગ્રેસે કેન્દ્રીય ચૂંટણી પંચમાં કરી રજૂઆત: કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ કોંગ્રેસે મુખ્ય ત્રણ મુદ્દાઓ અંગે આપત્તિ વ્યક્ત કરતા ફરિયાદ કરી છે જેમાંથી એક સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારને બિનહરિફ જાહેર કરવાનો પણ છે. મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, સુરતમાં આવું વારંવાર બન્યું છે, આ કોઈ સંયોગ નથી, આ દુશ્મનની કાર્યવાહી છે. શું થયું - કોંગ્રેસના ઉમેદવારના ચાર ટેકેદારો એકસાથે ઉભા થઈ ગયા અને કહે છે કે આ સહીઓ અમારી નથી. ચૂંટણીના એક દિવસ પહેલા આ બાબત સામે આવે છે, ત્યારબાદ સુરતમંથી જે ઉમેદવારો છે તે પણ થોડો સમય માટે ગુમ થઈ જાય છે અને મળતા પણ થી, હવે સૌથી રસપ્રદ વાત એ છે કે આ એક સંયોગ ન હોઈ શકે.
આવી અજાયબી અમે જોઈ નથી: સુરત લોકસભા સીટ પર આટલા બધા ઉમેદવારો છે બધા ફોર્મ પરત ખેંચી લે છે, આવી અજાયબી અમે ક્યારેય જોઈ નથી. સુરતના ઉમેદવાર એટલો પ્રભાવશાળી છે કે ઉમેદવારી પત્રો ભર્યા પછી, તેમની સામે ઊભા રહેવા માટે કોઈ તૈયાર નથી, તેથી જ અમે ચૂંટણી પંચને કહ્યું છે કે તમે ચૂંટણી મેદાનને નોન-લેવલ પ્લેઇંગ ફિલ્ડ બનાવી દીધું છે. અને સપાટ જમીન ક્યાંય બાકી જ રાખી નથી.
સુરત લોકસભાની ચૂંટણી મોકૂફ કરો: આ ચૂંટણી પિટિશનનો મામલો નથી, આમાં એકમાત્ર ઉકેલ એ છે કે આવી પ્રવૃતિઓનો લાભ કોઈએ ઉઠાવવો જોઈએ નહીં, તેથી તમે સુરતની ચૂંટણી મુલતવી રાખો અને ચૂંટણી માટે નવી તારીખ આપો તે ખૂબ જ જરૂરી છે, તેથી કે સંદેશ ખૂબ જ સ્પષ્ટ થઈ જાય છે કે જો હું આ પ્રકારની આડઅસરથી અન્ય લોકોને પ્રભાવિત કરું છું અથવા પ્રભાવિત કરું છું - પછી તે મતદાર હોય કે ઉમેદવાર, હું તેનો લાભ લઈ શકતો નથી. તેથી અમે આ ચૂંટણી મોકૂફ રાખવાની માંગણી કરી છે.
રાહુલ ગાંધીએ સાધ્યું પીએમ મોદી પર સાધ્યું નિશાન: બીજી તરફ સુરતમાં ભાજપના લોકસભા ઉમેદવારને બિનહરિફ વિજેતા જાહેર કરવાને લઈને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી અને ભાજપ પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પર લખ્યું કે, ''સરમુખત્યારનો અસલી 'ચહેરો' ફરી એકવાર દેશની સામે આવી ગયો છે, લોકોનો તેમનો નેતા પસંદ કરવાનો અધિકાર છીનવી લેવો એ બાબા સાહેબ આંબેડકરના બંધારણને નષ્ટ કરવા તરફનું બીજું પગલું છે. હું ફરી એકવાર કહી રહ્યો છું - આ માત્ર સરકાર બનાવવાની ચૂંટણી નથી, આ દેશને બચાવવાની ચૂંટણી છે, બંધારણની રક્ષા માટેની ચૂંટણી છે.