સુરતઃ એક તરફ લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, તેવામાં સુરતમાં રાજકારણ માંથી ખળભળાટ મચાવી દેતા સમાચાર સામે આવ્યા છે. આમ આદમી પાર્ટીમાંથી અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવીયા એ રાજીનામું ધરી દીધું છે. ઇસુદાન ગઢવીને પત્ર લખીને બંને એ આજે રાજીનામું આપી દીધું છે. એક તરફ લોકસભાની ચૂંટણી સામે છે તેવામાં સુરતમાં આમ આદમી પાર્ટીમાંથી અલ્પેશ અને ધાર્મિકના રાજીનામાંને લઈને રાજકારણ ફરી એક વાર ગરમાયુ છે.
આમ આદમી પાર્ટીના કામકાજથી અસંતુષ્ટઃ ધાર્મિક મલાવીયા અને અલ્પેશ કથીરિયા પાસ નેતા છે અને તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને હવે તેઓએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. આ અંગે ધાર્મિક માળવીયા એ જણાવ્યું હતું કે પાછલી ચૂંટણી થી પાર્ટી નિષ્ક્રિય છે અને તેઓ પણ પાર્ટીમાં કામ કરી શકતા નથી જેને લઈને રાજીનામું આપ્યું છે. આ ઉપરાંત તેઓ ભાજપમાં જોડાશે કે કેમ તે અંગે હાલ કોઈ ફોડ પાડ્યો નથી. આમ આદમી પાર્ટી માં છેલ્લા ઘણા સમયથી જે કામકાજ ચાલી રહ્યું હતું તેનાથી અમે સંતુષ્ટ નહોતા જેથી હું અને અલ્પેશ બંને જણાએ રાજીનામું આપ્યું છે.
સમાજના હિત માટે કામ કરતા રહીશુંઃ ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું કે, પાછલા ઘણા સમયથી પાર્ટીની અંદર અમારી નિષ્ક્રિય ભૂમિકા રહી હતી. લોકસભા ચૂંટણીમાં પાર્ટીને કાર્યકર્તાઓ અને નેતાઓની જરૂર હોય છે. જેથી પાર્ટીમાં કામ કરનાર લોકોને યોગ્ય સ્થાન મળે. સાથે તેઓ કામ કરી શકે. અમે સમય આપી શકતા નહોતા. જેથી અમે પાર્ટીના તમામ મુદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે. જેથી યોગ્ય વ્યક્તિને પાર્ટીમાં સ્થાન મળે. આવનાર દિવસોમાં હું મારી ટીમને લઈને જે કંઈ પણ વિચાર હશે એ જાહેર કરીશું. પાટીદાર આંદોલનથી જ અમે સમાજીકના કાર્યો કરતા આવ્યા છે. સમાજ માટે જ્યારે પણ જરૂર પડે. સમાજની સાથે ઊભા રહ્યા છે. મજબૂતાઈથી સમાજના હિત માટે કામ કરતા રહીશું અને આગળ વધીશું.
આગળની રણનીતિઃ જ્યારે અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં વિધાનસભાના ઇલેક્શન પછી મારી લીડ પણ ઓછી રહી છે અને જવાબદારી પણ નિભાવી નથી. મારી જગ્યાએ પાર્ટી કોઈ પણ વ્યક્તિને જગ્યા આપી કામ કરાવી શકાય છે. ભવિષ્યની બાબતમાં હાલ અમારી કોઈ પણ વાત ફિક્સ નથી. આવનાર દિવસોમાં અમે વડીલોને પૂછીને જ નિર્ણય લઈશું. અમે પાર્ટીને પર્યાપ્ત સમયે આપી શકતા નહોતા જેથી અમે રાજીનામું આપી રહ્યા છે