જૂનાગઢ: છેલ્લાં એક દસકાથી જુનાગઢ લોકસભા બેઠક પર ભાજપના રાજેશ ચુડાસમા સાંસદ તરીકે કામ કરી રહ્યા છે, તેમના દ્વારા આ એક દસકાના કાર્યકાળ દરમિયાન ગિરનાર રોપવે, કોકોનેટ બોર્ડની ઓફિસ, બંદરોનો વિકાસ, નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફિકેશન, સોમનાથ થી લઈને જુનાગઢ સુધીનો પર્યટન કોરીડોર તેમના શાસનકાળ દરમિયાન થયા છે. તો સામા પક્ષે કોંગ્રેસે વર્તમાન સાંસદના આ દાવાને ફગાવીને સામાન્ય લોકોની સમસ્યાઓ આજે દિન પ્રતિદિન વધી રહી છે તેવો આક્ષેપ કર્યો છે.
![ભાજપ જૂનાગઢના વિકાસના નામે લોકો પાસે માગી રહ્યું છે મત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-04-2024/gj-jnd-01-bjp-vis-01-byte-01-pkg-7200745_26042024135049_2604f_1714119649_1016.jpg)
ભાજપના સાંસદનો એક દાયકો પૂર્ણ: જૂનાગઢના ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાએ તેમના સંસદ કાળનો એક દશકો પૂરો કર્યો છે, તેમના આ સમયગાળા દરમિયાન જુનાગઢ લોકસભા સીટમાં વિકાસને લઈને બહુ આયામી કામ થયું છે. તેવું દાવો ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે, તેમના આ શાસનકાળ દરમિયાન ગિરનાર રોપવે, રાજ્યકક્ષાની નાળિયેર વિકાસ બોર્ડની ઓફિસ, વેરાવળ, માંગરોળ, માઢવડ સહિત લોકસભામાં આવતા બંદરોનો વિકાસ ટુરિઝમ કોરિડોર ગણાતા સોમનાથ સાસણ અને જૂનાગઢમાં પર્યટન પ્રવૃત્તિને આકર્ષિત કરી શકાય તે માટેના વિકાસના કામો નરસિંહ મહેતા સરોવરનું બ્યુટીફિકેશન વેરાવળની ચોપાટી, ફાટક મુક્ત જુનાગઢ થી લઈને અનેક એવા વિકાસના કામો તેમના આ 10 વર્ષના શાસનકાળ દરમિયાન થયા છે.
![શું ત્રીજી ટર્મ માટે જૂનાગઢની જનતા રાજેશ ચુડાસમાને બનાવશે વિજેતા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-04-2024/gj-jnd-01-bjp-vis-01-byte-01-pkg-7200745_26042024135049_2604f_1714119649_287.jpg)
કોંગ્રેસે દસ વર્ષના ગાળાને ગણાવ્યો નબળો: તો બીજી તરફ વિપક્ષ કોંગ્રેસે જૂનાગઢના સાંસદના એક દસકાના કાર્યકાળને ખૂબ જ નબળો ગણાવ્યો છે. છેલ્લાં એક દસકા દરમિયાન જૂનાગઢના સામાન્ય લોકોની સમસ્યાઓ હતી. તે ત્યા ત્યાં જ છે અને દસ વર્ષમાં તેમાં અનેક નવી સમસ્યાનો ઉમેરો થયો છે શહેર કોંગ્રેસ દ્વારા ભાજપના સાંસદના એક દશકના કાર્યકાળ દરમિયાન તેઓ ક્યારેય પણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના હોદ્દાની ચેરમેન હોવાને નાતે પણ તેઓ ક્યારેય ઉપસ્થિત રહ્યા નથી તેમની અધ્યક્ષતામાં ગ્રામીણ કક્ષાના વિકાસના કામોને મંજૂરી મળતી હોય છે. ત્યારે અધ્યક્ષ અને જુનાગઢના સાંસદ હોવાને નાતે પણ તેઓ દસ વર્ષમાં એક પણ વખત બેઠકમાં હાજર રહ્યા નથી જેને કારણે સૌથી વધારે મતદારો ધરાવતા ગ્રામ્ય પંથકમાં વિકાસના નામે આજે પણ મીડુ જોવા મળે છે.