ETV Bharat / politics

Sabarkantha Lok Sabha Seat: સાબરકાંઠા બેઠક પર OBC કાર્ડ ચાલશે કે આદિવાસી ? - સાબરકાંઠા લોકસભા બેઠક

ગુજરાતના ઉત્તર-પૂર્વ વિસ્તારનું મહત્વનો લોકસભા મતક્ષેત્ર વિસ્તાર એટલે સાબરકાંઠા બેઠક. સાબરકાંઠા લોકસસભા બેઠક પર આદિવાસી, ઓબીસી, પાટીદારો અને ક્ષત્રિય મતદારોનું પ્રભુત્વ છે. અનેક ઐતિહાસિક વિશેષતા ધરાવતી સાબરકાંઠા લોકસભા બેઠક રાજકીય રીતે હંમેશા ચર્ચામાં રહી છે.

Sabarkantha Lok Sabha Seat
Sabarkantha Lok Sabha Seat
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 6, 2024, 7:00 AM IST

Updated : Mar 6, 2024, 9:26 AM IST

અમદાવાદ: સાબરકાંઠા લોકસભા બેઠકમાં બે જિલ્લાનો સમાવેશ થયો છે. સાબરકાંઠા લોકસભા મતક્ષેત્રમાં સાબરકાંઠા અને અરવલ્લી એમ બે જિલ્લાનો સમાવેશ થાય છે. રાજ્યનો જાણીતા ઈડરીયો ગઢ, ખેડબ્રહ્ના ખાતે બ્રહ્માજીનું અને મા અંબેનું મંદિર અને શામળાજીનું મંદિર સાબરકાંઠા લોકસભા મતક્ષેત્રમાં આવેલા છે. સાબરકાંઠા એ સાબરમતી નદીના તટે વસેલો વિસ્તાર છે. સાબરકાંઠા એ બહુ મૂલક આદિવાસી વસ્તી ધરાવતી લોકસભા બેઠક છે, જે સામાન્ય કેટેગરીની છે. બેઠક પરના મતદારોનું અક્ષરજ્ઞાન 65% છે.

Sabarkantha Lok Sabha Seat
Sabarkantha Lok Sabha Seat

સાબરકાંઠા લોકસભા મતક્ષેત્રમાં સાબરકાંઠાની હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા અને પ્રાંતિજ એમ ચાર વિધાનસભાનો સમાવેશ થાય છે. જેમાં ખેડબ્રહ્મા અનુસૂચિત જાતિ અને ઈડર બેઠક અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે અનામત બેઠક છે. સાબરકાંઠાની આ લોકસભા બેઠકમાં અરવલ્લી જિલ્લાની ભીલોડા, મોડાસા અને બાયડ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં ભીલોડા વિધાનસભા બેઠક અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે અનામત બેઠક છે.

Sabarkantha Lok Sabha Seat
Sabarkantha Lok Sabha Seat

સાબરકાંઠા બેઠક પરનું જ્ઞાતિ સમીકરણ

20.4% અનુસૂચિત જનજાતિ, 8% અનુસૂચિત જાતિના મતદારો છે. 84.7%ગ્રામીણ મતદારો ધરાવતી આ બેઠક પર ગ્રામીણ મુ્દા અને મતદારોનું પ્રભુત્વ રહ્યું છે. સામાન્ય રીતે સાબરકાંઠા લોકસભા બેઠક પર આદિવાસી વિકાસ, સરકારી યોજના, પ્રાથમિક સુવિધા અને સમાજના સમીકરણોના આધારે મતદારો મતદાન કરે છે. એક સમયે પરંપરાગત રીતે કોંગ્રેસની બેઠક ગણાતી સાબરકાંઠા હવે ભાજપ માટે સલામત બેઠક તરીકે બનતી જાય છે. જેમાં હિંદુત્વ, રાષ્ટ્રવાદ અને સહકારના રાજકારણને કારણ મનાય છે.

Sabarkantha Lok Sabha Seat
Sabarkantha Lok Sabha Seat

સાબરકાંઠા લોકસભા બેઠક પરની વિધાનસભા બેઠકો અને 2022ની સ્થિતિ

2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 7 પૈકી 4 બેઠકો પર વિજય પ્રાપ્ત થયો હતો. જ્યારે 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ફાળે 5, કોંગ્રેસ પાસે એક અને એક અપક્ષે વિજય પ્રાપ્ત કર્યો હતો. વોટશેરની દ્રષ્ટિએ 2022માં ભાજપનો વોટશેર 7 વિધાનસભા બેઠકો પર 46.4%નો અને કોંગ્રેસનો વોટશેર 29.9% નો હતો. 2017 કરતાં 2022માં કોંગ્રેસનો વોટશેરમાં 16.5 %નો નોંધપાત્ર ઘટાડો થતાં 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપનો વોટશેર 2014ની ચૂંટણી કરતાં 7.3 % વધ્યો હતો. 2014ની લોકસભા ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક પર ભાજપને 50.6% અને કોંગ્રેસને 42.6 % વોટ પ્રાપ્ત થયા હતા. જ્યારે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 57.9 % અને કોગ્રેસને 35.7% વોટ પ્રાપ્ત થયા હતા. આમ, વિધાનસભા અને લોકસભા એમ બંને મતક્ષેત્રમાં કોંગ્રેસ કરતા ભાજપને વિધાનસભા ચૂંટણીમાં બેઠકો અને વોટશેર વધ્યો છે, જેને 2019ની લોકસભામાં ભાજપને મસમોટો ફાયદો કરાવ્યો છે.

Sabarkantha Lok Sabha Seat
Sabarkantha Lok Sabha Seat

સાબરકાંઠાની બેઠકે આપ્યા છે દેશના દ્વિતીય અને પ્રથમ કાર્યકારી વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા

રાજ્યની ઐતિહાસિક લોકસભા બેઠક સાબરકાંઠાએ દેશને ગુલઝારીલાલ નંદાને સાંસદ તરીકે ચૂંટ્યા હતા, જેમણે 1952 થી 1962ની સળંગ ત્રણ લોકસભા ચૂંટણી જીતી હતા. મૂળે પાકિસ્તાનના સિયાલકોટમાં જન્મેલા ગુલઝારી લાલ નંદા સાબરકાંઠાના સાંસદ તરીકે દેશમાં બે વખત 13 - 13 દિવસની ટર્મ માટે કાર્યકારી વડાપ્રધાન બન્યા હતા. પ્રથમ વાર 1964માં દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના અવસાન બાદ અને ત્યાર બાદ 1966માં લાલ બહાદુર શાસ્ત્રીના નિધન બાદ સાબરકાંઠા સાંસદ ગુલઝારીલાલ નંદા દેશના કાર્યકારી વડાપ્રધાન બન્યા હતા.

Sabarkantha Lok Sabha Seat
Sabarkantha Lok Sabha Seat

સાબરકાંઠા લોકસભા બેઠક પરથી સરદાર પુત્રી મણીબહેન પટેલ પણ રહ્યાં છે સાંસદ

સાબરકાંઠા લોકસભા બેઠક પરથી રાજકીય દિગ્ગજો સાંસદ રહ્યાં છે. દેશને દ્વિતીય વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા સાથે બીજા મહત્વના સાંસદ સરદાર પટેલના પુત્રી મણીબહેન પટેલ છે, જેઓ 1973માં પેટા-ચૂંટણીમાં સ્વતંત્ર પક્ષના સી.સી. દેસાઈ ઉર્ફે ચંદુલાલ ચુનીલાલ દેસાઇને હરાવી કોંગ્રેસ પક્ષના સાંસદ બન્યા હતા. 1977માં સાબરકાંઠાથી સાંસદ બનેલા એચ. એમ. પટેલ ઉર્ફે હિરુભાઈ મૂળજીભાઈ પટેલે જનતા પક્ષની મોરારજી દેસાઈ સરકારમાં નાણા અને ગૃહ વિભાગના મંત્રી તરીકે ફરજ બજાવી હતી. એચ. એમ. પટેલે 1989 તી 1984 સુધી ફરીથી જનતા પક્ષથી ચૂંટણી જીતી સાંસદ બન્યા હતા. 1991માં રામાયણ ટીવી સિરિયલમાં લંકાપતિ રાવણનું યાદગાર પાત્ર ભજવનાર ગુજરાતી અભિનેતા અરવિંદ ત્રિવેદીએ સાબરકાંઠા બેઠક પર પહેલી વાર ભાજપને વિજય અપાવ્યો હતો. ત્યાર બાદની 1996-1998-1999ની સળંગ ત્રણ ચૂંટણીમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પત્ની નિશા ચૌધરી વિજયી બન્યા હતાં. વર્ષ - 2001માં નિશા ચોધરીના નિધન બાદ યોજાયેલી પેટા-ચૂંટણી અને 2004ની સામાન્ય ચૂંટણીમાં આદિવાસી આગેવાન અને સામાજિક કર્મશીલ મધુસૂદન મિસ્ત્રી વિજેતા થયા હતા. 2009 થી સાબરકાંઠા લોકસભા બેઠક ભાજપે પુનઃ પોતાના હસ્તક કરી હતી.

બેઠક પરનો 2004-2014 સુધીનો UPAકાળ, 2014-2024 સુધીનો NDAકાળ

સામાન્ય રીતે 2019ની લોકસભા ચૂંટણીને બાદ કરતાં સાબરકાંઠા બેઠક પર ચૂંટણી જંગ હંમેશાથી ખરાખરીનો રહ્યો છે. 2019ને બાદ કરતાં વિજેતા ઉમેદવારનું વિજયી માર્જીન પણ અન્ય બેઠકો કરતાં ઓછું રહ્યું છે, જેનું કારણ ગ્રામીણ અને આદિવાસી મતદારો કોંગ્રેસ તરફી તો, શહેરી સવર્ણ, ઓબીસી અને યુવા આદિવાસી મતદારો ભાજપ તરફી હોવાનું પરિણામથી જાણી શકાય છે.

Sabarkantha Lok Sabha Seat
Sabarkantha Lok Sabha Seat

2019માં ભાજપે 2014ના જ સાંસદ દિપસિંહ રાઠોડને રિપિટ કર્યા. 2019ની ચૂંટણીમાં ભાજપના દિપસિંહ રાઠોડે કોંગ્રેસના રાજેન્દ્રસિંહ ઠાકોરને 2,68,987 મતે હરાવ્યા, સાથે 2014ની લીડમાં 14.49 ટકા મત અને વિજયી માર્જિનમાં વધારો કર્યો. 2014ની મોદીકાળની પહેલી ચૂંટણીમાં ભાજપના દિપસિંહ રાઠોડે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના ઉમેદવાર શંકરસિંહ વાઘેલાને ખરાખરીના ખેલ અને મોદી જુવાળમાં 84,455 મતે હરાવી વિજયી બન્યા હતા.

2009ની UPAકાળની ચૂંટણીમાં ભાજપના મહેન્દ્રસિંહ ચૌહાણે કોંગ્રેસના દિગ્ગજ અને આદિવાસી આગેવાન મધૂસુદન મિસ્ત્રીને ફક્ત 17,155 મતે હરાવી શક્યા હતા. 2009ની મહેન્દ્રસિંહ ચૌહાણની જીતમાં અપક્ષ તરીકે ઉભા રહેલા છગનભાઈ સોલંકીને પ્રાપ્ત 28,135 મત કારણભૂત રહ્યા હતા. 2004ની UPAકાળની પહેલી ચૂંટણીમાં કોંગ્રેસના મધુસૂદન મિસ્ત્રીએ ભાજપના રમીલાબહેન બેરાને 39,928 મતના માર્જિનથી હરાવ્યા હતા. છેલ્લી ચાર ચૂંટણી પૈકી બે ચૂંટણીમાં અપક્ષ અને અન્ય પક્ષના ઉમેદવારોના કારણે પરિણામો નક્કી થયા છે.

Sabarkantha Lok Sabha Seat
Sabarkantha Lok Sabha Seat

2024માં કેવો રહેશે માહોલ

2024માં સાબરકાંઠા બેઠક પર ભાજપને ફાયદો થઈ શકે એવો માહોલ છે. આદિવાસી બાદ ઓબીસી સમાજની વસ્તી વધુ છે. દેશમાં આદિવાસી વિકાસ યોજનાનો અમલ, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, કિસાન સન્માન નિધિ અને ઓબીસી અનામત જેવા મુદ્દા ભાજપ માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચહેરો અને વિજયી હેટ્રીક મોદી ગેરંટી ભાજપ માટે હુકમનો એક્કો સાબિત થશે. કોંગ્રેસ માટે આદિવાસી, અનુસૂચિત જાતિ અને મુસ્લિમ સમાજના મતદારો અને સતત બે ટર્મથી ચૂંટાતા સાંસદ દિપસિંહ રાઠોડ સામેની એન્ટિઈન્કમ્બસી ઉપયોગી સાબિત થઈ શકે એમ છે. હાલની સ્થિતિ જોતા ભાજપ અને કોંગ્રેસ નવા ચહેરાને 2024ના ચૂંટણી જંગમાં ઉતારી શકે એમ જણાય છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર ચૂંટણી પરિણામ પર અપક્ષો અને અન્ય રાજકીય પક્ષોના ઉમેદવાર પરિણામ બદલી શકે છે.

  1. Bardoli Lok Sabha Bethak: બારડોલી લોકસભા બેઠક પર ભાજપે સતત ત્રીજી વાર પ્રભુ વસાવાને મેદાને ઉતાર્યા
  2. Daman Lok Sabha Seat: દમણ લોકસભા બેઠક પર સતત ચોથી વખત ચૂંટણી લડશે વર્તમાન સાંસદ લાલુ પટેલ

Last Updated : Mar 6, 2024, 9:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.