નવી દિલ્હી: કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે સાતમી યાદી જાહેર કરી છે. આ યાદીમાં છત્તીસગઢની ચાર અને તમિલનાડુની એક બેઠક માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે છત્તીસગઢ, બિલાસપુર, કાંકેર, રાયગઢ અને સુરગુજાની ચાર બેઠકો માટે લોકસભા ઉમેદવારોની જાહેરાત કરી છે.
લોકસભા ચૂંટણી કોંગ્રેસે ત્રીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં છત્તીસગઢની ચાર લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે છત્તીસગઢ માટે ઉમેદવારોની ત્રીજી અને સમગ્ર ભારતમાં ઉમેદવારોની સાતમી યાદી જાહેર કરી છે.
આ યાદીમાં શશિ સિંહને સુરગુજાથી ટિકિટ આપવામાં આવી છે. મેનકા દેવી સિંહને રાયગઢથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે પાર્ટીએ બિલાસપુરથી દેવેન્દ્ર સિંહ યાદવ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસે કાંકેરથી બિરેશ ઠાકુરને ટિકિટ આપી છે. આ રીતે કોંગ્રેસે છત્તીસગઢમાં કુલ 11 સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે.