હૈદરાબાદ: લોકસભા ચૂંટણી 2024ના સાતમા અને અંતિમ તબક્કા માટે આજે શનિવાર, 1 જૂનના રોજ મતદાન થશે. આ માટે ચૂંટણી પંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આપને જણાવી દઈએ કે, આ તબક્કામાં આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 57 લોકસભા સીટો પર મતદાન થશે. કુલ 904 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.
શનિવાર, 1 જૂનના રોજ, ઉત્તર પ્રદેશ, બિહાર, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને ચંદીગઢના સંસદીય વિસ્તારોમાં ચૂંટણી યોજાશે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. માહિતી અનુસાર, આ તબક્કામાં પંજાબમાંથી 328, ઉત્તર પ્રદેશથી 144, બિહારથી 13400, ઓડિશાથી 66, ઝારખંડથી 52, હિમાચલ પ્રદેશથી 37 અને ચંદીગઢથી 4 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે
નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશ અને પંજાબની કુલ 13 બેઠકો, પશ્ચિમ બંગાળની 9 બેઠકો, બિહારની 8 બેઠકો, ઓડિશાની 6 બેઠકો, હિમાચલ પ્રદેશની 4 બેઠકો, ઝારખંડની ત્રણ બેઠકો અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢની એક બેઠક માટે મતદાન થશે.
રાજ્ય | લોકસભા બેઠક |
ઉત્તર પ્રદેશ | વારાણસી, મહારાજગંજ, ગોરખપુર, કુશીનગર, દેવરિયા, ઘોસી, બલિયા, સલેમપુર, ચંદૌલી, મિર્ઝાપુર, રોબર્ટસગંજ, બસગાંવ, ગાઝીપુર |
પંજાબ | ગુરદાસપુર, અમૃતસર, ખદુર સાહિબ, જલંધર, હોશિયારપુર, આનંદપુર સાહિબ, લુધિયાણા, ફતેહગઢ સાહિબ, ફરીદકોટ, ફિરોઝપુર, ભટિંડા, સંગરુર, પટિયાલા |
બિહાર | બક્સર, કરકટ, જહાનાબાદ, નાલંદા, પટના સાહિબ, પાટલીપુત્ર, સાસારામ |
પશ્ચિમ બંગાળ | બસીરહાટ, ડાયમંડ હાર્બર, દમ દમ, જયનગર, જાદવપુર, કોલકાતા દક્ષિણ, કોલકાતા ઉત્તર, મથુરાપુર |
ચંડીગઢ | ચંડીગઢ |
હિમાચલ પ્રદેશ | મંડી, શિમલા, કાંગડા, હમીરપુર |
ઓડિશા | બાલાસોર, ભદ્રક, જાજપુર, જગતસિંહપુર, કેન્દ્રપરા, મયુરભંજ |
ઝારખંડ | દુમકા, ગોડ્ડા, રાજમહેલ |
લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં દિગ્ગજ નેતાઓ વચ્ચે જબરદસ્ત રાજકીય મુકાબલો જોવા મળી રહ્યો છે. ચાલો આ ઉમેદવારો પર એક નજર કરીએ
લોકસભા બેઠક | ઉમેદવાર | પક્ષ |
વારાણસી | નરેન્દ્ર મોદી | ભાજપ |
વારાણસી | અજય રાય | કોંગ્રેસ |
પટના | રવિશંકર પ્રસાદ | ભાજપ |
બારામુલ્લા | ઓમર અબ્દુલ્લા | નેશનલ કોન્ફરન્સ |
બારામુલ્લા | સજ્જાદ ગની | જમ્મુ કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સ |
જાદવપુર | સયોની ઘોષ | TMC |
ખડૂર સાહિબ | અમૃતપાલ સિંહ | અપક્ષ |
મંડી | કંગના રનૌત | ભાજપ |
મંડી | વિક્રમાદિત્ય સિંહ | કોંગ્રેસ |
ગોરખપુર | રવિ કિશન | ભાજપ |
ઉડુપી ચિકમગલુર | જયપ્રકાશ હેગડે | કોંગ્રેસ |
ડાયમંડ હાર્બર | અભિષેક બેનર્જી | TMC |