ETV Bharat / politics

Kutch Lok Sabha Seat: ગુજરાતની સૌથી મોટી લોકસભા કચ્છ માટે સતત ત્રીજી વાર યુવા સાંસદ વિનોદ ચાવડા રિપીટ - lok sabha elelction 2024

કચ્છ (SC) બેઠક પરથી ભાજપે બે વખત સાંસદ રહી ચૂકેલા વિનોદ ચાવડાને ફરી ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. વિનોદ ચાવડાના નામની જાહેરાત થતાં ભુજ મધ્યે કચ્છ કમલમ ભાજપ કાર્યલય ખાતે ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો દ્વારા ફટાકડા ફોડીને તેમજ ઢોલના તાલે મોઢું મીઠું કરાવીને ઉજવણી કરવા આવી હતી.

Kutch Lok Sabha Seat
Kutch Lok Sabha Seat
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 3, 2024, 9:03 AM IST

Kutch Lok Sabha Seat

કચ્છ: લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા બેઠકો માટે આજે ઉમેદવારોનું પ્રથમ લીસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતની સૌથી મોટી લોકસભા માટે ફરી એકવાર કચ્છના યુવા સાંસદ વિનોદ ચાવડાને ટિકિટ ફાળવવામાં આવી છે અને વિનોદ સતત ત્રીજી વખત ચૂંટણી લડશે.

Kutch Lok Sabha Seat
Kutch Lok Sabha Seat

PM મોદીનો આભાર માન્યો: વિનોદ ચાવડાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સામાન્ય પરિવાર અને એક નાનકડા ગામ અને ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ એક નાના કાર્યકર્તા તરીકે જ્યારે તેઓ કામ કરતા હતા ત્યારે પહેલી વખત 2014ની અંદર ભારતીય જનતા પાર્ટીએ તેમને લોકસભાની ટિકિટ આપી, 2019માં પણ આપી અને જ્યારે ત્રીજી વખત ફરી એકવાર કચ્છની જનતાની સેવા કરવાનો અવસર જ્યારે તેમના ભાગે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આવ્યો છે. ત્યારે સૌ પ્રથમ તેઓ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હૃદયથી આભાર માન્યો હતો.

પડકાર અંગે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે પડકારોમાં તો જે પ્રકારે આખા દેશની અંદર એક માહોલ બન્યો છે અને અબકી બાર 400 કે પાર એનડીએની સરકારને મળશે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 370 સીટો ભારતીય જનતા પાર્ટીને મળશે. ભાજપે એક સંકલ્પ લીધો છે અને એનાથી ઉપર સીટો મળવાની છે ત્યારે ચોક્કસ કચ્છની અંદર પણ કચ્છની પણ સૌ જનતાના ભરોસે જનતાના મતદારોના સહકારથી અને કાર્યકર્તાઓના ખૂબ પરિશ્રમથી પાંચ લાખથી વધારે લીડથી કચ્છની બેઠક જીતવામાં આવશે. - વિનોદ ચાવડા, સાંસદ, કચ્છ

Kutch Lok Sabha Seat
Kutch Lok Sabha Seat

2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપનો જ વિજય થશે: વિનોદ ચાવડાએ ઉપરાંત જણાવ્યું હતું કે જે રીતે નરેન્દ્ર મોદીની સમગ્ર દેશ અને દુનિયામાં જે પ્રકારે લોકપ્રિયતા છે તેને પણ કચ્છની જનતા એ ક્યારેય નહીં ભૂલી શકે કે ભૂકંપ પછી જે પ્રકારે કચ્છને બેઠું કરવામાં સૌથી મોટું યોગદાન અને સિંહ ફાળો હોય તો તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો છે. નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન તરીકે અનેક વખત કચ્છની મુલાકાતે આવ્યા છે તો વડાપ્રધાન તરીકે પણ અનેક વખત કચ્છની મુલાકાતે આવ્યા છે. કચ્છની જે પ્રકારે તેઓ ચિંતા કરે છે અને કચ્છના લોકો છેલ્લા અઢી દાયકાથી કોઈ પણ નાની મોટી ચૂંટણી હોય ત્યારે એ ભારતીય જનતા પાર્ટીને અને નરેન્દ્ર મોદીને કેન્દ્રમાં રાખી કરીને જ્યારે મત આપતા હોય છે. આજે કચ્છ જિલ્લો ભારતીય જનતા પાર્ટીને જે પ્રકારે પ્રેમ કરે છે, નરેન્દ્ર મોદીને પ્રેમ કરે છે તે જોતાં લાગે છે કે 2024ની આ લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપનો જ વિજય થશે.

  1. Kutch Loksabha Seat : કચ્છ લોકસભા બેઠક માટે વિનોદ ચાવડાને ફરી ટિકિટ મળી, ભાજપની પ્રથમ ઉમેદવાર યાદીમાં મળ્યું સ્થાન
  2. Gandhinagar Lok Sabha Seat: ગાંધીનગરથી અમિત શાહ બીજી વાર લડશે ચૂંટણી, મધ્યસ્થ કાર્યાલય ખાતે ભવ્ય ઉજવણી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.