નવી દિલ્હી : આખરે તિહાડ જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ઇંન્સ્યુલિન આપવામાં આવ્યું હતું, જો કે તિહાડ જેલ પ્રશાસન દ્વારા આ અંગે સ્પષ્ટ કંઈ કહેવામાં આવ્યું નથી, પરંતુ તિહાડ જેલના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, તેમને ઈન્સ્યુલિન આપવામાં આવ્યું હતું. પ્રથમ વખત જાણવા મળ્યું છે કે, અરવિંદ કેજરીવાલનું શુગર લેવલ 320 પર પહોંચી ગયું છે.
આરોપ-પ્રત્યારોપની રાજનીતિ : છેલ્લા ઘણા દિવસોથી આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે શુગર લેવલ અને તિહાડ જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રીના ઈન્સ્યુલિનની માંગને લઈને આરોપ-પ્રત્યારોપની રાજનીતિ ચાલી રહી હતી. દરમિયાન, આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરી હતી.
પાર્ટીએ સોશિયલ મીડિયા પર લખ્યું : AAPના સોશિયલ મીડિયા એક્સના હેન્ડલ પર લખવામાં આવ્યું હતું કે, આખરે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને જેલમાં ખૂબ જ જરૂરી ઇન્સ્યુલિન આપવામાં આવ્યું હતું. જો કે ઇન્સ્યુલિન આપવા અંગે જેલ પ્રશાસન દ્વારા કોઇ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી. જેલ સtત્રો પાસેથી મળેલી માહિતી મુજબ જ્યારે તેcનું શુગર લેવલ 320 પર પહોંચ્યું ત્યારે જ તેને ઈન્સ્યુલિન આપવામાં આવ્યું હતું. આ ઈન્સ્યુલિન ગઈકાલે રાત્રે આપવામાં આવ્યું હતું કે, આજે સવારે તે અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી.
મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે : ઈન્સ્યુલિનની માંગને લઈને દિલ્હીના મંત્રી અને AAP કાર્યકર્તાઓએ હાથમાં ઈન્સ્યુલિન લઈને તિહાડ જેલની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને માંગ કરી હતી કે, તેઓને શક્ય તેટલું જલ્દી ઈન્સ્યુલિન આપવામાં આવે કારણ કે તેમનું સુગર લેવલ સતત વધી રહ્યું છે અને છેલ્લા ઘણા વર્ષોથી આવું છે. ઈન્સ્યુલિન લઈને આ મામલો સોમવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં પણ પહોંચ્યો હતો, પરંતુ કોર્ટે અરવિંદ કેજરીવાલની આ માંગને ફગાવી દીધી હતી. AIIMSના ડૉક્ટર પાસેથી અભિપ્રાય માંગવાની વાત થઈ હતી, ત્યારપછી નક્કી કરવાનું હતું કે તેમને ઈન્સ્યુલિન આપવાની જરૂર છે કે નહીં.