ETV Bharat / politics

ગુજરાત વિધાનસભાની 5 બેઠકોની પેટાચૂંટણીનું પરિણામ, પોરબંદરમાં મોઢવાડિયાની જીત, જાણો પળેપળની અપડેટ - gujarat by assembly election result - GUJARAT BY ASSEMBLY ELECTION RESULT

ગુજરાત વિધાનસભાની 5 બેઠકોની પેટાચૂંટણીની મતગણતરી
ગુજરાત વિધાનસભાની 5 બેઠકોની પેટાચૂંટણીની મતગણતરી (Etv Bharat Gujarat Graphics)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 4, 2024, 9:24 AM IST

Updated : Jun 4, 2024, 3:54 PM IST

અમદાવાદ: ચૂંટણી પંચે કુલ 7 તબક્કામાં સમગ્ર લોકસભા ચૂંટણી 2024નું પરિણામ આવી રહ્યા છે. જેમાંથી ગુજરાતની 26 લોકસભા બેઠકો પૈકી આજે 25 બેઠકોનું પરિણામ જાહેર થઈ રહ્યું છે અને તેના માટેની મતગણતરી ચાલી રહી છે. આ ઉપરાંત 5 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે પણ મતગણતરી હાથ ધરાઈ રહી છે.જેમાં ખંભાત, વિજાપુર, વાઘોડિયા, પોરબંદર અને માણાવદર બેઠકનો સમાવેશ થાય છે.

LIVE FEED

3:51 PM, 4 Jun 2024 (IST)

ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપના ચિરાગ પટેલનો વિજય, કોંગ્રેસ ઉમેદવાર મહેન્દ્રસિંહ પરમારનો પરાજય

ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી 2024 પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપના ચિરાગ પટેલનો વિજય થયો છે. ચિરાગ પટેલે કુલ 88,457 મત મેળવી 38,238 મતની લીડ સાથે બેઠક કબજે કરી છે. સામા પક્ષે કોંગ્રેસ ઉમેદવાર મહેન્દ્રસિંહ પરમારને 50,129 મળ્યા હતા. ઉપરાંત NOTA માં 1909 મત પડ્યા હતા.

ખંભાળિયા વિધાનસભા બેઠક પર ચિરાગ પટેલની જીત
ખંભાળિયા વિધાનસભા બેઠક પર ચિરાગ પટેલની જીત (Etv Bharat (Graphics))

11:11 AM, 4 Jun 2024 (IST)

માણાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ, ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણી આગળ

માણાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીની મતગણતરીના 4 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાની 5 હજાર જેટલાં મતોથી આગળ ચાલી રહ્યાં છે.

9:59 AM, 4 Jun 2024 (IST)

પોરબંદર વિધાનસભા બેઠક પેટાચૂંટણીનું પરિણામ, ભાજપના અર્જુન મોઢવાડિયાની જીત, રાજુ ઓડેદરાની હાર

પોરબંદર વિધાનસભા બેઠક પેટાચૂંટણીની મતગણતરીના ત્રીજા રાઉન્ડમાં ભાજપના નેતા અર્જુન મોઢવાડિયા 19,311 મતથી આગળ છે, કોંગ્રેસના ઉમેદવાર રાજુ ઓડેદરા પાછળ ચાલી રહ્યાં છે.

પોરબંદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પર અર્જુન મોઢવાડિયાની જીત (Etv Bharat Gujarat)

9:54 AM, 4 Jun 2024 (IST)

વિજાપુર પેટા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સીજે ચાવડા આગળ

વિજાપુર પેટા વિધાનસભા બેઠક પર મતગણતરીના ત્રીજો રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર સીજે ચાવડા આગળ ચાલી રહ્યાં છે, તેઓ 5463 મતથી આગળ ચાલી રહ્યાં છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલ પાછળ ચાલી રહ્યાં છે.

Last Updated : Jun 4, 2024, 3:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.