ETV Bharat / politics

હાઈ પ્રોફાઈલ ગાંધીનગર લોકસભા બેઠક પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે કોંગ્રેસે સોનલ પટેલને મેદાનમાં ઉતાર્યા - Gandhinagar Lok Sabha Seat

ગાંધીનગર બેઠક પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સામે કોંગ્રેસે મહિલા ઉમેદવાર તરીકે સોનલ પટેલની પસંદગી કરી છે. જેઓ હાલ મહારાષ્ટ્રના સહપ્રભારીની જવાબદારી નિભાવી રહ્યાં છે.

ગાંધીનગર લોકસભા બેઠક
ગાંધીનગર લોકસભા બેઠક
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 22, 2024, 8:09 AM IST

Updated : Mar 22, 2024, 10:08 AM IST

ગાંધીનગર: ગુજરાતમાં ગાંધીનગર ખૂબ જ હાઈ પ્રોફાઈલ બેઠકમાં આવે છે. ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ સામે સોનલ પટેલ ચૂંટણી લડશે. કોંગ્રેસે ગાંધીનગર લોકસભા સીટ પરથી મહિલા ઉમેદવાર સોનલબેનને મેદાનમાં ઉતાર્યા છે.

મહારાષ્ટ્રના સહપ્રભારી છે સોનલ પટેલ

ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે ગાંધીનગરથી સી.જે. ચાવડાને ટિકિટ આપી હતી. સીજે ચાવડા લોકસભા ચૂંટણી પહેલા જ ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા છે. સોનલ પટેલ પૂર્વ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ રહી ચૂક્યા છે. સોનલ પટેલ હાલમાં કોંગ્રેસના રાષ્ટ્રીય સેક્રેટરી તરીકે કાર્યરત છે. સોનલ પટેલ આ ઉપરાંત અત્યારે મહારાષ્ટ્રના સહપ્રભારીની જવાબદારી નિભાવી રહ્યાં છે. કોંગ્રેસ પાસે આ વખતે સક્ષમ ઉમેદવારની તંગી હોવાના કારણે સોનલ પટેલને ટિકિટ આપી છે. સોનલ પટેલ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત સામે કેટલી ટક્કર લઈ શકે તે ચૂંટણી પરિણામો જ બતાવશે.

ભાજપના દિગ્ગજોની પ્રથમ પસંદ છે આ બેઠક

છેલ્લાં 35 વર્ષથી આ બેઠક ભાજપનો ગઢ મનાય છે. અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી જેવા દિગ્ગજ નેતાઓને સંસદમાં મોકલનાર આ શહેરી બેઠક લાંબા સમયથી ભાજપનો ગઢ રહી છે. હવે તેનું પ્રતિનિધિત્વ શાહ કરે છે, જેમણે 2019ની ચૂંટણીમાં કોંગ્રેસના સીજે ચાવડાને 5.57 લાખ મતોથી હરાવ્યા હતા. ચૂંટણીના ઇતિહાસમાં અમિત શાહની આ જીત સૌથી મોટી જીત માનવામાં આવે છે. ગુજરાતનું પાટનગર એવા ગાંધીનગર કે જ્યાંથી રાજ્ય સરકાર દ્વારા જનતાને અનુલક્ષીને મહત્વના નિર્ણયો લેવાય છે.

ગાંધીનગર ગુજરાતની રાજધાની હોવાના સાથે તે ભારતના સૌથી પ્રતિષ્ઠિત સંસદીય મતવિસ્તારોમાંનું એક છે. આ લોકસભા બેઠક 1967માં અસ્તિત્વમાં આવી છે. આ બેઠક પર પ્રથમ સાંસદ કોંગ્રેસના સોમચંદ સોલંકી હતા. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી, ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આ બેઠક પર પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે. વર્તમાન ગૃહપ્રધાન અમિત શાહ આ લોકસભા બેઠક પરથી જ 2019માં ચૂંટાયા હતા. ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં ગાંધીનગર ઉત્તર, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા, સાબરમતીનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં કોંગ્રેસના હજુ સાત ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે. જેમાં સુરેન્દ્રનગર, મહેસાણા, જુનાગઢ, રાજકોટ, વડોદરા, નવસારી અને અમદાવાદ ઈસ્ટ સીટનો સમાવેશ થાય છે. આ પહેલા કોંગ્રેસે 12મી તારીખે ગુજરાતના 7 ઉમેદવારો જાહેર કર્યા હતા. જેમાંથી અમદાવાદ પૂર્વ બેઠક ઉમેદવાર રોહન ગુપ્તાએ પિતાની નાદુરસ્ત તબિયતનો હવાલો આપીને ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો છે.

આણંદ લોકસભા બેઠક પર હવે પાટીદાર v/s ક્ષત્રિયની જંગ, અમિત ચાવડાને ટિકિટ મળતાં ભાજપના મિતેશ પટેલ સામે લડશે ચૂંટણી - Anand Lok Sabha Seat

કોંગ્રેસે ત્રીજી યાદી કરી જાહેર, અમિત શાહ સામે સોનલ પટેલ, આણંદથી અમિત ચાવડા લડશે - lok sabha election 2024

Kheda Lok Sabha Seat: સતત ત્રીજી વખત સાંસદ દેવુસિંહ ચૌહાણને ખેડા લોકસભા બેઠક પરથી રિપીટ કરાયા

અમરેલી લોકસભા બેઠક પર કોંગ્રેસે જેની ઠુંમરને બનાવ્યા ઉમેદવાર, આવી છે રાજકીય-સામજીક કારકિર્દી... - lok sabha election 2024

Last Updated : Mar 22, 2024, 10:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.