અમદાવાદ: લોકસભામાં મુસ્લિમોનું પ્રતિનિધિત્વ ઓછું છે આ મામલે સામાજિક કાર્યકર વરાક કાજીએ જણાવ્યું કે જેટલી દેશમાં સંખ્યા છે. તે પ્રમાણે તેનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ. તે જે વર્ગના વસ્તી જેટલા લોકો સંસદમાં હોય તો ચૂંટેલા પ્રતિનિધિ સંસદમાં પોતાનો અવાજ ઉઠાવી શકે. પોતાના મુદ્દા પર સારી રીતે વાતચીત થઈ શકે. લોકોને સમાનતાનો અહેસાસ થાય. જેમાં મુસ્લિમ સમુદાયનું પ્રતિનિધિત્વ સંસદમાં ઘટ્યું છે. જે દુખદ પણ છે. અને લોકતંત્ર માટે સારી વાત નથી.
મુસ્લિમ પ્રભુત્વવાળી બેઠકો: લગભગ 100 બેઠકો એવી છે કે જ્યાં મુસ્લિમો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તેમાંથી 65 બેઠકો એવી છે જ્યાં લગભગ 35% મતદારો મુસ્લિમ છે. આ મુસ્લિમ પ્રભુત્વવાળી બેઠકોમાંથી સૌથી વધુ 14 બેઠકો ઉત્તર પ્રદેશમાં છે. પશ્ચિમ બંગાળમાં 13 લોકસભા બેઠકો પર મુસ્લિમ મતદારોનું વર્ચસ્વ છે. ભાજપ પક્ષમાં કોઈ મુસ્લિમ સાંસદ નથી. પરંતુ સત્તાધારી પક્ષ ભાજપમાંથી એક પણ મુસ્લિમ સાંસદ નથી. ન તો લોકસભામાં કે ન રાજ્યસભામાં. 1980માં સૌથી વધુ 49 મુસ્લિમ સાંસદો લોકસભામાં પહોંચ્યા હતા.
દેશમાં 1952થી લઈને 2019 સુધીના સાંસદની સંખ્યા
વર્ષ | સાંસદોની સંખ્યા |
1952 | 21 |
1957 | 24 |
1962 | 23 |
1967 | 29 |
1971 | 30 |
1977 | 34 |
1980 | 49 |
1984 | 46 |
1989 | 33 |
1991 | 28 |
1996 | 28 |
1998 | 29 |
1999 | 32 |
2004 | 36 |
2009 | 30 |
2014 | 22 |
2019 | 27 |
ભાજપ પાસે સંસદના એકેય ગૃહમાં કોઈ મુસ્લિમ મંત્રી કે સંસદસભ્ય નથી. દેશભરમાં 1,000થી વધુ સભ્યો વચ્ચે માત્ર એક ધારાસભ્ય છે. આ મામલે રાજકીય વિશ્લેષક કે. આર. પોટ્ટા વિશ્વાસ ધીમે ધીમે કેળવાય છે. ઉમેદવાર તરીકે ભાજપ એવા ઉમેદવારને પસંદ કરશે જે તેની વિચારધારાને વરેલો હોય, તેની પર વિશ્વાસ કરી શકે.
ઓળખનું રાજકારણ ધર્મ અને જાતિના આધારે ?
મુસ્લિમ સમુદાય આ દેશનો એટલો જ હિસ્સો છે. જેટલા બાકી સમુદાયના છે. અમારા મુદ્દા એ જ છે જે બાકીના સમુદાય માટે છે. જેમાં યુવાનો માટે નોકરીના વાત હોય મહિલા માટે સુરક્ષાની વાત હોય એક નાગરિક તરીકે જેટલી જરૂરિયાતો અન્ય સમાજની છે. તેટલી જ મુસ્લિમ સમાજની છે. જો કે જેમાં વિશેષ જરૂરિયાતો મુસ્લિમ સમાજની એ છે કે જાતિવાદને નામે જે લોકો પીડાય છે. લોકો એવી ઈચ્છા રાખે તે અન્ય લોકો તેમની સાથે સમાનતાભર્યો વ્યવહાર રાખે. ધર્મના નામે થતાં રાજકારણને જોઈને તેમને એવું લાગી રહ્યું છે કે તેઓ હાંસિયામાં ધકેલાઈ રહ્યો છે.
ભાજપના મેનિફેસ્ટોમાં હંમેશા યુનિફોર્મ સિવિલ કોડને લાગુ કરવાની વાત કરવામાં આવી છે. જેને હિન્દુ અને મુસ્લિમ સમુદાય દ્વારા સમર્થન પણ મળ્યું છે અને વિરોધ પણ થયો છે. રાજકીય વિશ્લેષક કે. આર. પોટ્ટા જણાવી રહ્યા છે કે આ થોડું મુશ્કેલ છે. દરેક ધર્મના રિવાજો અલગ છે. માટે તેનો અમલ થવો મુશ્કેલ છે. જેમાં શરૂઆત જ જેન્ડર ઈકવાલિટીથી થવી જોઈએ.
આ મામલે સામાજિક કાર્યકર વરાક કાજીએ જણાવ્યું કે અત્યારે કલમોની વાત કરીએ તો તે દરેક સમુદાય માટે સમાન છે. તેમાં કોઈ ભેદભાવથી. પરંતુ અમુક જે મામલાઓ જેમાં સિવિલ કોર્ટ છે. સાંસ્કૃતિક છે. એની અંદર મુસ્લિમ સમુદાયના મામલાઓ અલગ હોય શકે. મુસ્લિમ સમુદાય એક માત્ર વિશેષ સમુદાય નથી. મને નથી લાગતું કે આ પ્રકારના કાયદા આવવાથી કોઈ મોટો ફરક પડશે.
પોતાના જ વિસ્તારમાં રહેવા કેમ મજબૂર છે સમુદાયો ?
ઉત્તર ભારતના આગ્રા શહેરની એક જાણીતી સ્કૂલનો એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં છ વર્ષ પહેલાં એક મુસ્લિમ છોકરો ચહેરા પર ઉદાસી સાથે ઘરે પાછો ફર્યો હતો. નવ વર્ષના એ છોકરાએ તેની માતાને કહ્યું હતું, “મારા કલાસમેટ મને પાકિસ્તાની આતંકવાદી કહે છે.”
સામજિક કાર્યકર વરાક કાજીએ જણાવ્યું કે જેમ જેમ ધર્મનું રાજકારણ થયું છે. કોમી તોફાનો થયા છે. અસલામતીના પ્રશ્નો ઉભા થયા છે. જેના કારણે તે અન્ય વિસ્તારમાં જવા મજબૂર થયો છે. ફક્ત હિન્દુ મુસ્લિમની વાત નથી. અમુકવાર જાતિના કારણે પણ લોકોના અલગ અલગ વિસ્તારો બન્યાં છે. લોકો સલામતીના કારણે પણ પોતાના સમુદાય સાથે રહેવા માંગે છે. સાથે સાંસ્કૃતિક મામલાઓ પણ છે. -
ભાજપની હિંદુત્વની લહેર સામે કોંગ્રેસની સેક્યુલર વિચારધારાની શું સ્થિતિ છે ?
આ વિશે વાતચીત કરતા લઘુમતી સમાજ અગ્રણી હોફેઝા ઉજ્જૈની તેમણે જણાવ્યું હતું કે મુસ્લિમ નેતૃત્વ સતત કમજોર થવા પાછળ કોંગ્રેસનું સોફ્ટ હિંદુત્વનું રાજકારણ પણ તેટલું જ જવાબદાર બન્યું. ભાજપ દ્વારા દેશભરમાં શરું થયેલ હિંદુત્વની લહેર વચ્ચે ધર્મ નિરપેક્ષતાની વાત કરતી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જનોઈ બતાવવા અને જવાહરલાલ નહેરુ સેક્યુલર વિચારધારાના અગ્રણી બની એક પણ ધાર્મિક પુજા સ્થળોની પોતાના કાર્યકાળમાં મુલાકાત નહોતા કરતા. તેમના વારસો આ હિંદુત્વની લહેર સામે ટકવા માટે કોંગ્રેસની મુળ વિચારધારાથી વિપરિત રામ મંદિરના દરવાજા ખોલાવવા બાબતે કોગ્રેસ રાજીવ ગાંધીને શ્રેય આપવાના રાજકારણમાં મુસ્લિમોને હાંસિયે ધકેલતા હોય તેવો ઘાટ સર્જાયો છે. સોશિયલ લીડરશીપ હવે ધાર્મિક બની રહી છે. લોકલ લેવલ પર કોઈ મોટા નેતા આગળ આવતા નથી. ભાજપ તો ઠીક અન્ય પક્ષો દ્વારા તેમને એટલી વાચા નથી મળતી. મુસ્લિમ મતદારોને લાગે છે તેમના મતોથી કોઈ ફરક પડતો નથી. તેઓ મત આપે તો કોને આપે.
કોંગ્રેસના મેનિફેસ્ટોમાં અનામતને લઈને કેમ થયો વિવાદ ?
ઉલ્લેખનીય છે આ વખતની ચૂંટણીમાં મુસ્લિમ અનામતનો મુદ્દો ઘણો ગાજ્યો. તેનું કારણ છે કોંગ્રેસનો મેનિફેસ્ટો. પાર્ટીએ અનામતની 50 ટકા મર્યાદાને નાબૂદ કરી અનામતની મર્યાદા વધારવાનું પણ વચન આપવામાં આવ્યું છે. જેના પર ભાજપ સરકારે પ્રહાર કર્યા હતા. જેપી નડ્ડાએ તેને મુસ્લિમ લીગનો મેનિફેસ્ટો ગણાવ્યો હતો.
PM મોદીએ તેમની રેલીઓમાં તેનો ઉલ્લેખ કર્યો હતો કે જો તે (કોંગ્રેસ) સત્તામાં આવશે તો મુસ્લિમોને અનામત આપશે. PM મોદીએ મહારાષ્ટ્રમાં કહ્યું હતું કે, 'કર્ણાટકમાં સરકાર બનાવ્યા બાદ કોંગ્રેસે તમામ મુસ્લિમોને રાતોરાત OBC જાહેર કરી દીધા. કોંગ્રેસે OBCના 27% અનામત પર હુમલો કર્યો છે અને હવે તેમનો એજન્ડા સમગ્ર દેશમાં આ જ ફોર્મ્યુલાને લાગુ કરવાનો છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે અમે માત્ર મુસ્લિમ અનામત ખતમ કરવાની વાત કરી છે, બંધારણમાં ધર્મના આધારે અનામતની કોઈ જોગવાઈ નથી, જે મુસ્લિમ પછાત છે તેમને અનામત મળતું રહેશે.
શું ધર્મને આધારે અનામત મેળવી શકાય ?
મુસ્લિમ સમાજ તરફથી અનામતની સતત માંગ કરવામાં આવતી રહી છે. કેન્દ્રીય પછાતવર્ગની સૂચિમાં કેટલીક મુસ્લિમ જાતિઓને એ રાજ્યોમાં અનામત મળી રહી છે જ્યાં મંડલ કમિશન લાગુ છે. PIBમાં આપવામાં આપેલી જાણકારી અનુસાર મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, તામિલનાડુના મુસ્લિમ સમુદાયની કેટલીક જાતિઓ, તૈલી મુસલમાનો અને ઉત્તર પ્રદેશ, બિહાર, કેરળ અને આસામના મુસ્લિમને ઓબીસી અનામત આપવામાં આવી છે.
બંધારણમાં લઘુમતીઓ અને પછાત સમુદાયો માટે અલગ-અલગ અધિકારો છે. જો કોઈપણ ધર્મના લોકો તેની હેઠળ આવતા હોય તો તેઓ લઘુમતી અથવા પછાતપણાને આધારે અનામત મેળવી શકે છે. પરંતુ માત્ર ધર્મને આધારે બંધારણની કલમ 15 અને 16 હેઠળ અનામત આપી શકાય નહીં. આવી કોઈ જોગવાઈ નથી.
મુસ્લિમ સમુદાય કેવા સાંસદને ઈચ્છી રહ્યા છે
આખી જે ચૂંટણી પ્રક્રિયા છે માત્ર વોટોનું પોલિટિક્સ નથી. લોકતંત્રની વાત છે. લોકો જ્યારે પોતાનો મત આપે છે પ્રતિનિધિને સંસદમાં મોકલે છે. ત્યારે એમની માત્ર એવી ઈચ્છા હોય છે કે આઝાદી પહેલા અમે સપનું જોયું હતું કે આપણે આવું ભારત બનાવીશું. જ્યારે અંગ્રજો જતાં રહ્યા અને આપણા હાથમાં આ દેશ આવ્યો અને આપણે વિચાર્યું કે આપણે દેશ ચલાવીશું અને લોકતાંત્રિક હશે. બધા પાસે છત હશે, બઘા પાસે કામ હશે. આપણે હળીમળીને રહીશું. તે જ પ્રમાણે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસેથી પણ એ જ અપેક્ષા છે. સંસદથી પણ એજ અપેક્ષા છે કે લોકતંત્રના મુલ્યો જાળવે તેમાં કોઈ કમી રહી ગઈ હોય તો પૂરી કરે.