જુનાગઢ:જુનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા પીળા રંગના કુર્તા માં સતત જોવા મળે છે, આજે તેમણે તેમના પીળા રંગના કુર્તા પરથી પડદો ઉંચક્યો છે ભગવાન શ્રીકૃષ્ણને પીળો રંગ પ્રિય હોવાને નાતે તેમજ પીળો રંગ તેમને વૈચારિક શક્તિ આપે છે તે માટે તેઓ સતત અને એકમાત્ર પીળા રંગના કુર્તામાં જોવા મળે છે.
ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય એવો પીળો રંગ:જુનાગઢ લોકસભા બેઠક પરથી જાહેર થયેલા કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા પાછલા ઘણા વર્ષોથી એકમાત્ર પીળા રંગના કુર્તામાં સતત નજરે પડે છે, કેશોદ વિધાનસભાની ચૂંટણી લડેલા હીરાભાઈ જોટવા ચૂંટણી દરમિયાન અને દૈનિક જીવનમાં પણ પીળા રંગનો કુર્તા પરિધાન કરીને સતત જોવા મળે છે. ત્યારે આજે કોડીનાર આવેલા હીરાભાઈ જોટવા એ પીળા રંગના કુર્તાને લઈને પોતાનો પ્રતિભાવ આપ્યો હતો, અને જણાવ્યું હતું કે ભગવાન શ્રીકૃષ્ણને પ્રિય એવો પીળો રંગ વૈચારિક અને માનસિક શાંતિ માટે પણ ખૂબ જ મહત્વનો છે, જેથી તેઓ એક માત્ર પીળા રંગનો કુર્તા પહેરેલા સતત જોવા મળે છે.
હકારાત્મક માનસિકતામાં વધારો થાય છે: ભગવાન શ્રીકૃષ્ણને પણ પીળો રંગ ખૂબ જ પસંદ હતો. પીળા રંગને કલ્યાણકારી રંગ તરીકે પણ ઓળખવામાં આવે છે પીળા રંગ પર કોઈ ખરાબ નજર અસર નથી કરતી આવું પણ ખૂબ જ દ્રઢતા સાથે કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા માની રહ્યા છે, હકારાત્મક માનસિકતામાં વધારો થાય છે જેને લઈને કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાં એકદમ શાંતિથી અને સુલેહથી કામ કરવાની હિંમત અને મનોબળ પ્રાપ્ત થાય છે. જેથી તેઓ સતત એકમાત્ર પીળા કલરનો કુર્તો પહેરેલા જોવા મળે છે, પીળો રંગ આજે પણ તેમને માનસિક શાંતિની સાથે મજબૂત મનોબળ આપે છે જેથી તેઓ આજીવન પીળા રંગનો કુર્તા પહેરીને જ જીવન સફર પૂર્ણ કરશે.