ETV Bharat / opinion

NSA અજીત ડોભાલ શ્રીલંકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારોને કેમ મળ્યા? - AJIT DOVAL MEETINGS - AJIT DOVAL MEETINGS

કોલંબો સુરક્ષા પરિષદમાં ભાગ લેવા શ્રીલંકા પહોંચેલા ડોભાલે ટાપુ રાષ્ટ્રમાં આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી લડી રહેલા ચાર મુખ્ય ઉમેદવારો સાથે અલગ-અલગ બેઠકો કરી હતી. AJIT DOVAL MEETINGS

NSA અજીત ડોભાલ
NSA અજીત ડોભાલ (IANS)
author img

By Aroonim Bhuyan

Published : Sep 1, 2024, 10:23 PM IST

નવી દિલ્હી: કોલંબો સુરક્ષા પરિષદમાં ભાગ લેવા માટે આ અઠવાડિયે શ્રીલંકાની મુલાકાત દરમિયાન, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે ટાપુ રાષ્ટ્રમાં આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી લડી રહેલા ચાર મુખ્ય ઉમેદવારો સાથે અલગ-અલગ બેઠકો યોજી હતી. એવું માનવામાં આવે છે કે, નવી દિલ્હી એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે, નવા રાષ્ટ્રપતિના નેતૃત્વમાં સરકાર બદલવાની સ્થિતિમાં ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધોમાં કોઈ અડચણ ન આવે. જેના કારણે ડોભાલે આ કર્યું છે.

કોલંબો સુરક્ષા પરિષદમાં ભાગ લેવા શ્રીલંકા પહોંચેલા ડોભાલે રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે સાથે મુલાકાત કરી હતી, જેઓ આગામી ચૂંટણીમાં સ્વતંત્ર ઉમેદવાર તરીકે ઉભા છે. તેમણે અન્ય ત્રણ ઉમેદવારો - સામગી જના બાલાવેગયા (SJB) ના સાજીથ પ્રેમદાસા, નેશનલ પીપલ્સ પાવર (NPP) જોડાણના અનુરા કુમારા દિસાનાયકે અને શ્રીલંકા પોદુજાના પેરામુના (SLPP) ના નમલ રાજપક્ષે સાથે પણ અલગ-અલગ બેઠકો યોજી હતી.

બાંગ્લાદેશમાં અચાનક સત્તા પરિવર્તનથી ભારત આશ્ચર્યચકિત છે, તેથી જો શ્રીલંકામાં આવી જ સ્થિતિ ઉભી થાય તો નવી દિલ્હી કોઈ જોખમ લેવા માંગશે નહીં. ભારત-શ્રીલંકા પરંપરાગત રીતે સૌહાર્દપૂર્ણ સંબંધો અને સાંસ્કૃતિક, ધાર્મિક અને ભાષાકીય સંબંધોનો વારસો ધરાવે છે. વેપાર અને રોકાણ વધ્યું છે અને વિકાસ, શિક્ષણ, સંસ્કૃતિ અને સંરક્ષણ ક્ષેત્રે સહકાર વધ્યો છે.

શ્રીલંકા ભારતના મુખ્ય વિકાસ ભાગીદારોમાંનું એક છે અને આ ભાગીદારી ઘણા વર્ષોથી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. જ્યારે શ્રીલંકા 2022 માં અભૂતપૂર્વ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું હતું, ત્યારે ભારતે લગભગ $4 બિલિયનની સહાય પૂરી પાડી હતી. શ્રીલંકાને તેના દેવાનું પુનઃગઠન કરવામાં મદદ કરવા માટે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) અને લેણદારો સાથે સહયોગ કરવામાં પણ ભારતે મહત્વની ભૂમિકા ભજવી હતી.

ભારતના દક્ષિણ કિનારાની નજીક સ્થિત શ્રીલંકા ભારત માટે ખૂબ જ ભૌગોલિક-વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે. ભારત શ્રીલંકા પર ચીનના વધતા આર્થિક અને વ્યૂહાત્મક પ્રભાવ અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યું છે, જેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ચીનના રોકાણ અને હમ્બનટોટા બંદરના વિકાસનો સમાવેશ થાય છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ભારત ચીનને આ ક્ષેત્રમાંથી દૂર રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે, રાષ્ટ્રપતિ ચૂંટણીના ચાર મુખ્ય ઉમેદવારો સાથે ડોભાલની મુલાકાત મહત્વપૂર્ણ બની જાય છે.

રાનિલ વિક્રમસિંઘે

રાનિલ વિક્રમ સિંઘે યુનાઇટેડ નેશનલ પાર્ટી(UNP)ના નેતા છે. પરંતુ વર્તમાન રાષ્ટ્રપતિ વિક્રમસિંઘે આ વખતે સ્વતંત્ર ઉમેદવારના રુપમાં ચૂંટણી લડી રહ્યા છે. તેઓ 1999 અને 2005ના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નિષ્ફળ રહ્યાં હતા. 2015માં તેઓએ રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેના દ્નાપા પ્રધાનમંત્રી તરીકે નિમણૂક કરવામાં આવ્યા હતા. જેઓએ 2019 સુધી ગઠબંધન સરકારનું નેતૃત્વ કર્યુ હતું. તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે 2018 માં બંધારણીય કટોકટીનો સામનો કર્યો હતો, પરંતુ તે ઉકેલાઈ ગયા પછી તેમને ફરીથી વડા પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

2020ની સંસદીય ચૂંટણીમાં તેમણે તેમની સંસદીય બેઠક ગુમાવી હતી, પરંતુ 2021માં રાષ્ટ્રીય યાદીના સાંસદ તરીકે સંસદમાં ફરી પ્રવેશ કર્યો હતો. મે 2022 માં, ઉપરોક્ત આર્થિક કટોકટી વચ્ચે વિક્રમસિંઘેને ફરીથી વડા પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જુલાઈ 2022 માં રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના રાજીનામા બાદ, વિક્રમસિંઘે કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યા અને ત્યારબાદ 20 જુલાઈ, 2022 ના રોજ સંસદ દ્વારા શ્રીલંકાના નવમા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.

IMF બેલઆઉટના સમર્થન સાથે પુનઃનિર્માણ હાથ ધર્યા પછી, વિક્રમસિંઘે 2022 માં નકારાત્મક વૃદ્ધિથી હકારાત્મક વૃદ્ધિ તરફ આગળ વધીને અર્થતંત્રને પુનર્જીવિત કરવામાં સફળ થયા. જો કે, IMF સુવિધા દ્વારા પૂરક તેમના કઠોર આર્થિક સુધારાઓએ તેમને બિનલોકપ્રિય બનાવી દીધા છે, 75, એ આ વખતે સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે, જેમાં ક્રોસ-પાર્ટી સમર્થન મેળવવાની આશા છે.

સજીથ પ્રેમદાસા

શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાણાસિંઘે પ્રેમદાસાના પુત્ર, સાજીથ પ્રેમદાસા શ્રીલંકાના વિપક્ષના વર્તમાન નેતા અને કોલંબોના સંસદસભ્ય છે. તેઓ SJB ના વર્તમાન નેતા છે. તેઓ 2000 માં UNP ટિકિટ પર સંસદમાં ચૂંટાયા હતા અને 2001 માં આરોગ્ય નાયબ પ્રધાન તરીકે નિયુક્ત થયા હતા, 2004 સુધી સેવા આપી હતી. તેમને 2011 માં UNP ના ઉપનેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને 2015 માં રાષ્ટ્રપતિ સિરીસેનાની રાષ્ટ્રીય સરકારમાં હાઉસિંગ અને સમૃદ્ધિના કેબિનેટ મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

તેઓ નવેમ્બર 2019 માં 2019 ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હવે નિષ્ક્રિય યુનાઇટેડ નેશનલ ફ્રન્ટ ગઠબંધનના ઉમેદવાર તરીકે લડ્યા હતા, જેમાં તેઓ બીજા ક્રમે આવ્યા હતા. ડિસેમ્બર 2019 માં, તેમને વિપક્ષના નેતા અને શ્રીલંકાની બંધારણીય પરિષદના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 30 જાન્યુઆરી 2020 ના રોજ, તેઓ યુએનપીના નેતૃત્વ હેઠળના નવા ગઠબંધનના નેતા તરીકે ચૂંટાયા હતા.

SJB શ્રીલંકાની સંસદમાં 2020 થી સૌથી મોટો વિરોધ પક્ષ છે. તે શરૂઆતમાં 2020ની શ્રીલંકાની સંસદીય ચૂંટણીમાં ભાગ લેવા માટે યુએનપીની કાર્યકારી સમિતિની મંજૂરી સાથે રચાયેલ જોડાણ હતું. 11 ફેબ્રુઆરી, 2020 ના રોજ, શ્રીલંકાના ચૂંટણી પંચે જાહેરાત કરી કે તેઓએ પક્ષને શ્રીલંકામાં માન્ય રાજકીય પક્ષ તરીકે સ્વીકાર્યો છે. પ્રેમદાસાએ યુએનપીના નેતૃત્વ સાથેના મતભેદો પછી પક્ષની સ્થાપના કરી હતી

જ્યારે SJB તેના રાજકીય મંતવ્યોને UNP ના ઉદાર-રૂઢિચુસ્ત સિદ્ધાંતો સાથે જોડે છે, ત્યારે શ્રીલંકાના મીડિયાના કેટલાક વિભાગોએ દલીલ કરી છે કે સમય જતાં પાર્ટી ધીમે ધીમે પ્રગતિશીલ અને લોકશાહી રાજકીય કેન્દ્ર તરફ આગળ વધી છે, અને તે પણ ઘણા કેન્દ્ર-ડાબેરીઓને સમર્થન આપે છે.

અનુરા કુમારા દિસાનાયકે

દિસાનાયકે જનતા વિમુક્તિ પેરામુના પાર્ટીના નેતા છે. તેઓ 2019માં રાષ્ટ્રપતિ પદના પૂર્વ ઉમેદવાર હતા. તેઓએ 2024માં શ્રીલંકન રાષ્ટ્રપતિની ચૂંટણી માટે NPPના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના રુપમાં નામિત કરવામાં આવ્યા હતા. જે ભ્રષ્ટાચાર વિરોધી મંચ પર પ્રચાર કરી રહ્યા છે. તેઓ સપ્ટેમ્બર 2000થી સંસદના સદસ્ય છે. 55 વર્ષીય દિસાનાયકે એ 2004 થી 2005 સુધી કૃષિ, પશુધન, ભૂમિ અને સિંચાઇ મંત્રી અને 2015થી 2018 સુધી મુખ્ય વિપક્ષી સચેતકના રુપમાં કાર્ય કર્યું હતું.

NPP ગઠબંધન વૈચારિક રુપથી વામપંથી લોકપ્રિય અને મજૂર વર્ગ પર કેન્દ્રિત છે. NPPનું નેતૃત્વ દિસાનાયકેની JVP કરી રહી છે. NPPનો પ્રમુખ લક્ષ્ય શ્રીલંકાના સંસાધનોનું રાષ્ટ્રીયકરણ કરવું અને સંભવિત ઉદ્યોગ ક્ષેત્રોમાં અનુસંધાન અને વિકાસના માધ્યમથી દેશને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે. આ સાથે પહેલાની સરકારો દ્વારા ભ્રષ્ટાચાર પૈદા કરવાવાળી પ્રથાઓનું ઉન્મુલન કરવાનું છે.

નમલ રાજપક્ષે

પૂર્વ રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષેના દીકરા અને બીજા પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના ભત્રીજા નમલ વ્યવસાયે વકીલ છે. તેઓ 2020થી 2022 સુધી યુવા અને ખેલ મંત્રી હતા. 38 વર્ષીય રાજપક્ષે હંબનટોટા જિલ્લામાં યુનાઇટેડ પિપલ્સ ફ્રીડમ એલાયન્સના ઉમેદવારો પૈકીના રુપે 2010ની સંસદીય ચૂંટણીમાં ભાગ લીધો હતો અને સંસદમાં પસંદ કરવામાં આવ્યા હતા. રાજપક્ષેના પિતા 2005 રાષ્ટ્રપતિ બન્યા પહેલા 16 વર્ષો સુધી હંબનટોટા જિલ્લાના સાંસદ હતા.

તેઓને 2015થી 2020માં સંસદ માટે ફરી પસંદ કરવામાં આવ્યા હતા. 2020માં તેઓને તેમના કાકા તત્કાલીન રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દ્વારા યુવા અને ખેલ મંત્રીના રુપમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ 2022માં શ્રીલંકન આર્થિક સંકટ વચ્ચે બીજા ગોટાબાયા રાજપક્ષે દ્વારા કેબિનેટના સામૂહિક રાજીનામા વખતે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધું હતું.

રાજપક્ષેને 27 માર્ચ 2024ના રોજ SLPPના રાષ્ટ્રીય આયોજક નિયુક્ત કરવામાં આવ્યા હતા. 7 ઓગસ્ટના રોજ SLPPએ આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં નમલ રાજપક્ષેને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. રાજપક્ષે અત્યારની ચૂંટણીમાં નાની વયના ઉમેદવાર છે.

આ પણ વાંચો:

  1. પીએમ મોદીએ કહ્યું- મહિલાઓ વિરુદ્ધ અપરાધો પર ઝડપથી નિર્ણય લેવા જોઈએ - PM MODI
  2. તાજેતરના AICC ફેરબદલ પર રાહુલ ગાંધીની અસર, '50 અંડર 50' નિયમને અનુરૂપ નિમણૂક - AICC reshuffle Announcement

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.