ETV Bharat / opinion

વિવિધ નીતિઓ MSMEને ટેકો આપે અત્યંત આવશ્યક છે - MSME - MSME

MSME એટલે કે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો ભારતીય ઔદ્યોગિક ક્ષેત્રનું મહત્વપૂર્ણ ઘટક છે. તે પછાત વિસ્તારોના વિકાસ, પ્રાદેશિક અસમાનતાઓ ઘટાડવામાં મદદરુપ છે. તેથી માત્ર સરકારી જ નહિ પરંતુ અન્ય નીતિઓ પણ MSMEને ટેકો આપે અત્યંત આવશ્યક છે. MSME અને નીતિઓ વિષયક પેન્નાર ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર પી. વી. રાવનો ખાસ અહેવાલ વાંચો વિગતવાર. MSME Policies Need to Support GDP GST TReDS NSIC

વિવિધ નીતિઓ MSMEને ટેકો આપે અત્યંત આવશ્યક છે

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 22, 2024, 7:02 AM IST

હૈદરાબાદઃ MSME જીડીપી અને નિકાસ કમાણીમાં નોંધપાત્ર યોગદાન આપે છે. છતાં ભારતમાં MSMEs નાણાકીય સહાય, વ્યવસાયિક કુશળતાનો અભાવ અને ટેકનોલોજીના અભાવથી પીડાય છે. ભારતીય SMEs પણ ઉદારીકરણ, બિનજરૂરી ઉત્પાદન વ્યૂહરચના અને અનિશ્ચિત બજારના દૃશ્યોને કારણે તેમના વૈશ્વિક સમકક્ષો તરફથી હેવી કોમ્પિટિશન સામનો કરી રહ્યા છે.

કુશળ અને અર્ધ-કુશળ શ્રમિકો માટે 111 મિલિયન નોકરીની તકો પેદા કરીને ભારતના GDPમાં MSME ક્ષેત્રે સતત 30 ટકા હિસ્સો આપ્યો છે. રૂ.37 ટ્રિલિયનની એડ્રેસેબલ ક્રેડિટ ડિમાન્ડ અને રૂ. 14.5 ટ્રિલિયનના હાલના મુખ્ય પ્રવાહના પુરવઠા સાથે MSMEs રૂ. 20-25 ટ્રિલિયનના ક્રેડિટ ગેપનો સામનો કરે છે.

સૌથી સામાન્ય સમસ્યા કે જે તમામ નાના વ્યવસાયોએ સામનો કર્યો છે અને હજૂ પણ સામનો કરી રહ્યા છે તે ક્રેડિટની છે. MSMEs કોલેટરલની ગેરહાજરી, લાંબી ડોક્યુમેન્ટેશનની પ્રક્રિયા અને લોનની ચૂકવણીની ક્ષમતામાં વિશ્વાસનો અભાવ જેવા અનેક પરિબળોને કારણે નાણાકીય સહાય મેળવવા માટે સંઘર્ષ કરે છે. MSMEને સરળ ક્રેડિટ લાઈન પૂરી પાડવાના સરકારના સભાન પ્રયાસ છતાં આ અવરોધો યથાવત છે.

ભારતના આર્થિક માળખાની કરોડરજ્જુ એટલે MSME સેગમેન્ટ. દેશના ઔદ્યોગિક ક્ષેત્રના પ્રાથમિક ચાલકો પૈકીનું એક છે. જે કુલ ઔદ્યોગિક ઉત્પાદનના 45%, કુલ નિકાસના 40% અને રાષ્ટ્રના GDPમાં લગભગ 30% યોગદાન આપે છે. MSME એ દેશના શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં મજબૂત પગપેસારો કર્યો છે. રોજગાર, નવિનતા અને આર્થિક વિકાસના ચાવીરૂપ ચાલકોમાંના એક તરીકે MSMEs પાસે સંપત્તિનું સમાન વિતરણ સુનિશ્ચિત કરવા અને દેશમાં પ્રાદેશિક અને આર્થિક અસંતુલનને કાબૂમાં લેવાની અપાર ક્ષમતા છે.

ભારતના આર્થિક વિકાસમાં MSMEs મહત્વની ભૂમિકા ભજવી રહ્યા હોવા છતાં, તેમાંથી મોટા ભાગના હજૂ દેશના ઔપચારિક નાણાકીય ઈકોસિસ્ટમમાં એકીકૃત થવાના બાકી છે. ભારતમાં 64 મિલિયન MSMEsમાંથી માત્ર 14% જ ધિરાણનો એક્સેસ ધરાવે છે. ડેટા સૂચવે છે કે MSME દ્વારા એકંદરે ફાઈનાન્સની માંગ આશરે રૂ.69.3 લાખ કરોડની છે જેમાં 70 ટકા ક્રેડિટ જરૂરિયાત વર્કિંગ કેપિટલ ગેપને ભરવા માટે સક્ષમ છે.

સ્ટાર્ટ અપ MSME માટે નિષ્ફળતાનો દર વધુ હોઈ શકે છે પરંતુ જોખમ હોવા છતાં વિકાસની ખાતરી માટે આ સાહસોનું ધિરાણ આવશ્યક છે. અહીં ક્રેડિટ ગેરંટી સ્કીમ મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. ક્રેડિટ ગેરંટી એ MSME ક્રેડિટની સુવિધા માટે એકમાત્ર માપદંડ નથી પરંતુ એ હકીકતને નકારી શકાય નહિ કે કોલેટરલનો અભાવ એ બેન્કો દ્વારા સારા પ્રોજેક્ટને નકારવાનું મુખ્ય કારણ છે.

ક્રેડિટ ગેરંટી સ્કીમ હેઠળ લોન આપતી વખતે નાણાકીય સંસ્થાઓ પણ સલામતિ અનુભવે છે. તેથી આ યોજનાને બેંકરો અને ઉદ્યોગ સાહસિકોમાં લોકપ્રિય બનાવવી જોઈએ. આ મુદ્દાને સંબોધવા માટે ધિરાણની સરળ એકસેસની સુવિધા આપતી નીતિઓ અમલમાં મૂકવાની જરૂર છે. જેમાં સુવ્યવસ્થિત લોન એપ્લિકેશન પ્રક્રિયાઓ, કોલેટરલ-મુક્ત લોન અને નાણાકીય સાક્ષરતા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. રોકડ આધારિત ધિરાણને મજબૂત કરવાની નીતિઓ, કોર્પોરેટ ખરીદદારોને તેમના MSME ભાગીદારોને ટેકો આપવા માટે પ્રોત્સાહિત કરવા અને GST ઈ-ઈનવોઈસ પોર્ટલ સાથે TReDS પોર્ટલને એકીકૃત કરવા એ MSME ઈકોસિસ્ટમમાં ક્રેડિટની એકસેસની સમસ્યાને ઘટાડવા માટેના કેટલાક સંભવિત ઉપાયો છે.

ઉત્પાદનોની વેચાણ ક્ષમતા વધારવી એ માત્ર MSME માટે જ નહિ પરંતુ મોટા પાયાના વ્યવસાયો માટે પણ મુશ્કેલ છે. અસંગતતા અને છૂટાછવાયા માર્કેટિંગ પ્રયાસો કોઈ નક્કર પરિણામ આપી શકતા નથી. જ્યારે નાના પાયાના વ્યવસાયોની વાત આવે છે, ત્યારે સંસાધનોની અછત, સમય, નાણાં અને કુશળ કર્મચારીઓને કારણે દૃશ્યતા વધારવી અને ગુણવત્તાયુક્ત લીડ જનરેટ કરવાનું અશક્ય બને છે. MSMEsને આ સમસ્યાઓને દૂર કરવા માટે NSIC એ એન્ટરપ્રાઈઝને તેમના ઉત્પાદનો અને સેવાઓના ઓનલાઈન અને ઓફલાઈન માર્કેટિંગમાં તાલીમ આપવા માટે અવારનવાર વર્કશોપનું આયોજન કરે છે.

MSME ક્ષેત્ર માટે FDIને પ્રોત્સાહિત કરવું ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે તે ઉત્પાદકતા, સ્પર્ધાત્મકતા, રોજગાર સર્જન અને કરની આવક વધારવામાં મદદ કરશે. ભારતીય ઓટોમોટિવ સેક્ટરમાં FDIમાં 5 ટકાનો વધારો જોવા મળ્યો છે જેના પરિણામે ભારતીય ઓટો ઉત્પાદકો માટે અદ્યતન ટેકનોલોજી સાથે વૈશ્વિક સ્પર્ધા જોવા મળી છે. વૈશ્વિક પ્રવાહો સાથે સંરેખિત ઉદાર FDIને અપનાવવું, બહુ રાષ્ટ્રીય સાહસો માટે ભારતની અપીલને ટકાવી રાખવા અને ઝડપી આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવું જરુરી છે.

ભારતમાં મોટાભાગના MSMEs જૂની અને અપ્રચલિત ટેક્નોલોજી પર કાર્યરત છે. જે તેમને નવા યુગની દુનિયા સાથે તાલમેલ રાખવામાં અવરોધ ઊભો કરે છે. આ હકીકત હોવા છતાં, ભારતમાં ટ્રેઈન્ડ માનવશક્તિનો ત્રીજો સૌથી મોટો સ્ત્રોત હોવાનું કહેવાય છે. નવી ટેક્નોલોજીને અપનાવવી અને આ ટેક્નોલોજીકલ અપગ્રેડેશન સાથે કર્મચારીઓને તાલીમ આપવી એ માત્ર મુશ્કેલ જ નથી, પણ ખર્ચાળ પણ છે. ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ વ્યવસાયો માટે જ્યાં માત્ર સોફ્ટવેરની દ્રષ્ટિએ જ નહીં. પણ ઉત્પાદન એકમોના સંદર્ભમાં પણ અવકાશ છે. જ્યારે IT શિક્ષણના ઍક્સેસનો અભાવ ટેક્નોલોજીકલ ગેપ માટે અંશતઃ જવાબદાર છે. ત્યારે સૌથી મોટું પરિબળ એ જાગૃતિનો અભાવ છે. જે અદ્યતન ટેક સોલ્યુશન્સમાં રોકાણ કરવાની ઈચ્છાને ઘટાડે છે.

વ્યવસાયના વિકાસ માટે કુશળ કર્મચારીઓ જરૂરી છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ (MNCs) આને સમજે છે અને તેમની કામગીરીના કેન્દ્રમાં નોકરી પરની તાલીમ રાખે છે. કમનસીબે, નાના પાયાના સાહસો તેમના માનવશક્તિને વધારવામાં નિષ્ફળ જાય છે, અજાણતાં તેને ફટકો પડે છે.

જ્યારે ઉદ્યોગ સાહસિકો પાસે તેમના માલ સામાન અને સેવાઓ સાથે સંબંધિત વિષયની નિપુણતા હોઈ શકે છે. ત્યારે તેમની પાસે વ્યવસાયને સરળ રીતે ચલાવવા માટે જરૂરી વ્યાપારી કુશળતાનો અભાવ હોઈ શકે છે. તેમાં ભંડોળ અને ધિરાણ વેચાણનું ટ્રેકિંગ, ઈનપુટ અને આઉટપુટ ખર્ચનું સંચાલન વગેરેનો સમાવેશ થાય છે.

ખાસ કરીને કોવિડ-19 રોગચાળાની શરૂઆતથી કાચા માલના ભાવમાં અનેકગણો વધારો થયો છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં MSME માટે કામગીરી ચાલુ રાખવા માટે કાચા માલની પ્રાપ્તિ અત્યંત મહત્વપૂર્ણ છે. જો કે જથ્થાબંધ ઓર્ડરનો અભાવ ધિરાણ સુવિધાઓ અને કાચા માલના પરિવહનને લીધે પ્રાપ્તિ કંટાળાજનક બને છે. આ મર્યાદાઓને દૂર કરવા માટે NSIC એક ‘રો મટિરિયલ આસિસ્ટન્સ સ્કીમ’ ચલાવે છે. જે કાચા માલની ખરીદી માટે ધિરાણ આપીને નાના ઉદ્યોગોને મદદ કરે છે – સ્વદેશી અને આયાત બંને.

MSME કુશળ અને સક્ષમ માનવબળની ભરતી માટે સંઘર્ષ કરે છે. કંપનીના નામની ઓળખનો અભાવ ટેલેન્ટ પૂલને ઘટાડે છે. જેમાંથી MSMEs કર્મચારીઓને નોકરીએ રાખી શકે છે કારણ કે, નાના પાયાના વ્યવસાયો દ્વારા નોકરીની પોસ્ટિંગ માટે ઓછા પ્રતિસાદ મળે છે. આ નાના પૂલમાંથી યોગ્ય ઉમેદવાર શોધ્યા પછી પણ MSMEs મોટી સંસ્થાઓની જેમ જ સ્પર્ધાત્મક પગાર, નોકરીની સુરક્ષા અને કારકિર્દી વિકાસની તકો ઓફર કરવામાં અસમર્થતાને કારણે યોગ્ય ઉમેદવાર ગુમાવે છે.

MSMEના અસ્તિત્વ માટે આ પરિવર્તન પ્રક્રિયામાં સર્જનાત્મકતા અને નવિનતાની ભૂમિકા વધી છે. વ્યવસાયો જ્ઞાન આધારિત બની રહ્યા છે અને તેમની સફળતા અને અસ્તિત્વનો સીધો સંબંધ તેમની સર્જનાત્મકતા, નવિનતા, શોધ અને સંશોધનાત્મકતા સાથે છે. MSME એ સ્પર્ધાત્મક રહેવા માટે તેમના રોજિંદા કામમાં નવીનતાની પ્રક્રિયા શીખવી અને આત્મસાત કરવી પડશે.

ભારતીય MSMEને વધતી સ્પર્ધાને કારણે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં તેમના ઉત્પાદનો વેચવામાં મુશ્કેલી પડી રહી છે. ઉદારીકરણને કારણે નાના પાયાના સાહસો તેમના વૈશ્વિક સમકક્ષો તરફથી તેમજ તેમના કામના વિશાળ સ્કેલને કારણે સ્થાનિક દિગ્ગજો તરફથી સખત સ્પર્ધાનો સામનો કરે છે. જ્યારે સરકાર આવા નાના પાયાના સાહસો માટે રક્ષણાત્મક યોજનાઓ ચલાવે છે ત્યારે સ્પર્ધા એકતરફી અને મોટી રહે છે.

અપૂરતી વ્યવસ્થાપન કૌશલ્યો વ્યવસાયના વિસ્તરણને અવરોધે છે અને ઘણીવાર નાના સાહસોની બિન-સ્પર્ધાત્મકતાનું કારણ બને છે. સફળ કારોબાર કર્મચારીઓની વૃદ્ધિ કરવા, ગ્રાહકોની વિવિધ જરૂરિયાતો પૂરી કરવા, ઈન્વેન્ટરીનું સંચાલન કરવા, નવા સ્પર્ધકો સાથે વ્યવહાર કરવા, સપ્લાય ચેઈનને ચાલુ રાખવા અને કંપનીની સંસ્કૃતિને ટકાવી રાખવા સક્ષમ હોવા જોઈએ. મોટાભાગે ઉદ્યોગ સાહસિકો અસરકારક સંચાલનના મહત્વને નકારી કાઢે છે. આ તબક્કે જ્યારે બિઝનેસ વિસ્તરે છે ત્યારે અસંખ્ય અવરોધોનો સામનો કરવો પડે છે.

નબળી સપોર્ટ સિસ્ટમ અને ઓછા એક્સપોઝર સાથેના નાના પરંપરાગત સાહસો દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓ ખાસ કરીને ટેક્નોલોજી સુધી પહોંચવામાં અને સ્પર્ધાત્મકતા જાળવવામાં પ્રચંડ છે. સસ્તું અને સરળ શરતો પર સંસ્થાકીય ધિરાણની ઉપલબ્ધતા MSME દ્વારા સામનો કરવામાં આવેલ સૌથી મોટા પડકાર તરીકે જોવામાં આવે છે. MSMEsની મર્યાદાઓમાં વધુ ઉમેરો એ ઔપચારિક કરાર સંબંધી સંબંધોનો અભાવ અને રોકડ ચૂકવણી પર નિર્ભરતા છે.

આ સિવાય મોટા ભાગના નાના મોટા સાહસો પાસે સારી રીતે સંશોધન કરેલ ડેટા બેઝની એકસેસ નથી, પછી ભલે તે માર્કેટ ઈન્ટેલિજન્સ અથવા ટેક્નોલોજી સંબંધિત હોય. આ માહિતીનો સતત અને નિયમિતપણે પ્રચાર-પ્રસાર કરવાની જરૂર છે.

  1. નાનાં એકમોને પ્રોત્સાહનની જરૂર છે
  2. MSME એ ભારતનું બેકબોર્ન છેઃ નિર્મલા સીતારમણ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.