ETV Bharat / opinion

ઈઝરાયેલ-હમાસ યુદ્ધનું એક વર્ષ પૂર્ણ: ગાઝામાં વિનાશ યથાવત, લેબનોનમાં બોમ્બવર્ષાએ વધારી ચિંતા - Israel Hamas War

ઈઝરાયેલ-હમાસ યુદ્ધને એક વર્ષ પૂર્ણ થઈ આ દરમિયાન ગાઝા તારાજ થઈ ગયું છે. આ સંઘર્ષથી મહિલાઓ અને બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત થઈ રહ્યા છે.

author img

By Bilal Bhat

Published : 2 hours ago

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

હૈદરાબાદ: યુદ્ધમાં, સૌથી પહેલાં સત્યને મારવામાં આવે છે, ત્યાર બાદ મહિલાઓ અને બાળકોનો નંબર આવે છે. આજ દરેક સંઘર્ષ કે યુદ્ધની વાસ્તવિકતા છે, પછી તે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે હોય, રશિયા અને યુક્રેન વચ્ચે હોય કે, પછી પશ્ચિમ એશિયાના અન્ય ભાગોમાં ફેલાયેલી બરબાદી હોય. એક વર્ષ પહેલા, હમાસના લડવૈયાઓએ ઇઝરાયેલ પર હુમલો કર્યો અને મોસાદને તેના જ વિસ્તારમાં સશસ્ત્ર માણસો સાથે પેરાશૂટ ઉતારીને ચોંકાવી દીધું હતું, અંધાધૂંધ ગોળીબાર કર્યો જેનાથી એક યુદ્ધનો આરંભ થયો. આ 7 ઑક્ટોબરનો દિવસ હતો, જ્યારે હમાસ લડવૈયાઓએ 1,200 લોકોની હત્યા કરી હતી અને લગભગ 250 ઇઝરાયેલી નાગરિકોનું અપહરણ કર્યું હતું, જેમાંથી 100 થી વધુ હજુ પણ ગાઝામાં ક્યાંક હમાસ દ્વારા બંધક બનાવવામાં આવ્યા છે. એ કોઈ નથી જાણતું કે આ બંધકોમાંથી કેટલા જીવિત છે.

જવાબી કાર્યવાહીમાં ઇઝરાયલી સૈનિકોએ અત્યાર સુધીમાં લગભગ 41,000 પેલેસ્ટિનિયન નાગરિકોને મારી નાખ્યા છે. માર્યા ગયેલા લોકોમાં 16,000 બાળકોનો સમાવેશ થાય છે, જ્યારે 19,000 બાળકો અનાથ થયાં છે અને 1,000 થી વધુના અંગો કપાઈ ગયા છે. ગાઝામાં 90 ટકા પેલેસ્ટિનિયનોને વિસ્થાપિત થવું પડ્યું. સંપૂર્ણ નાકાબંધીને કારણે મોટાભાગના લોકો ખોરાકની કટોકટીનો સામનો કરી રહ્યા છે. ગાઝામાં હોસ્પિટલો અને શાળાઓ સહિત મોટાભાગની ઈમારતો ધ્વંસ્ત થઈ ગઈ છે.

એક વર્ષના સંઘર્ષ બાદ, પેલેસ્ટાઇન સંપૂર્ણપણે તબાહ થઈ ગયું છે, અને ઇઝરાયેલના બંધકો હજુ પણ હમાસના તાબા હેઠળ છે. ઇઝરાયેલમાં જનજીવન સામાન્ય લાગી શકે છે. પરંતુ સંઘર્ષના કેન્દ્ર ગાઝામાં લોકોનું જીવન સંપૂર્ણ રીતે વેરવિખેર થઈ ગયું છે. બાળકો અને સ્ત્રીઓ હવાઈ બોમ્બવર્ષાના કારણે વધુ અસુરક્ષીત છે, જેથી તેમના માટે એવું કોઈ સ્થળ નથી બચ્યું કે જ્યાં તે આશ્રય લઈ શકે.

પેલેસ્ટિનિયન બાળકો દીર અલ-બલાહમાં એક કામચલાઉ શિબિરમાં ખોરાક સહાય એકત્રિત કરતા નજરે પડે
પેલેસ્ટિનિયન બાળકો દીર અલ-બલાહમાં એક કામચલાઉ શિબિરમાં ખોરાક સહાય એકત્રિત કરતા નજરે પડે (AP)

મૂળભૂત જીવન અને અસ્તિત્વ દાવ પર છે, જ્યારે ગાઝામાં આરોગ્ય અને સ્વચ્છતા પાછળ ધકેલાી ગઈ છે. માનવતા ત્યારે સાવ મરી જાય છે જ્યારે એક બોમ્બ એક બાળકના ટુકડે-ટુકડા કરી નાખે છે, જે પોતાનો જીવ બચાવવા દોડી પણ શકતું નથી. જે બાળકો ચાલી પણ નથી શકતા. જે આ યુદ્ધની અસૈન્ય નાગરિક જાનહાનિ છે. તેઓ કોઈના શત્રુ ન હોઈ શકે અને ન તો કોઈ તેમની સાથે સન્માનનું જીવન પસાર કરી શકાય છે. તેઓ એવા સમયે માર્યા ગયા છે જ્યારે બાળ અધિકારો વિશે ઘણી ચર્ચા થઈ રહી છે અને બાળ અધિકારો પરના સંમેલનોને રાષ્ટ્રો દ્વારા પવિત્ર માનવામાં આવે છે. યુદ્ધ અન્ય વિસ્તારોમાં પણ ફેલાઈ રહ્યું છે, જેના કારણે તે વિસ્તારોમાં મહિલાઓ અને બાળકો પર હુમલાનું જોખમ વધી રહ્યું છે.

ઇઝરાયેલ દ્વારા હાલમાં જ લેબનાન સામે શરૂ કરાયેલા યુદ્ધથી અહીંના મોટાભાગના રહેવાશીઓનું જીવન અંધકારમય બની ગયું છે, જ્યારે દક્ષિણ લેબનોનમાં વિનાશ ચાલુ છે. લેબનોનમાં યુદ્ધને કારણે પશ્ચિમ એશિયાના લોકોની ચિંતા દિન-પ્રતિદિન વધી રહી છે અને ગાઝાનું ભયાનક દ્રશ્ય તેમની ચિંતાને વધુ વધારી રહી છે. પેલેસ્ટાઈન અને લેબેનોનના કેટલાક ભાગોમાં હવાઈ બોમ્બમારાથી સમગ્ર વિસ્તારમાં અનિશ્ચિતતાનું વાતાવરણ છે.

6 ઑક્ટોબર  2024ના રોજ સવારે લેબનોનના બેરૂતમાં ઇઝરાયેલી હવાઈ હુમલા પછી જ્વાળાઓ અને ધુમાડો
6 ઑક્ટોબર 2024ના રોજ સવારે લેબનોનના બેરૂતમાં ઇઝરાયેલી હવાઈ હુમલા પછી જ્વાળાઓ અને ધુમાડો (AP)

યમનના હુથિઓ થોડા સમય માટે શાંત થઈ ગયા છે, તેમને ડર છે કે હિઝબુલ્લાહ પછી ઇઝરાયેલનું આગામી લક્ષ્ય તે હોઈ શકે છે. ઈરાન હુતી અને હિઝબુલ્લાહ બંનેને સમર્થન આપે છે. હિઝબુલ્લાહના વડા હસન નસરાલ્લાહની હત્યા પછી, ઈરાને જોખમ ઉઠાવ્યું છે, કદાચ તે જોવા માટે કે ઇઝરાયેલ કેવા પ્રકારની પ્રતિક્રિયા આપશે.

હિઝબુલ્લાહ અને હમાસ સામે ઇઝરાયેલની પ્રતિક્રિયા કઠોર અને ક્રૂર રહી છે. યમન, લેબનોન અને ઈરાન જેવા કેટલાક શિયા દેશો જ ખુલ્લેઆમ ઈઝરાયેલનો વિરોધ કરતા દેખાય છે. સાઉદી અરેબિયા અને અન્ય સુન્ની દેશોએ નરમ કૂટનીતિનો વિકલ્પ પસંદ કર્યો છે, પોતાને નિંદા સુધી મર્યાદિત રાખી અને વાતચીત અને સંવાદનું આહ્વાન કર્યુ. મુસ્લિમ દેશો સતર્ક છે અને ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના વિવાદોમાં મધ્યસ્થી કરીને તણાવ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઇજિપ્ત અને કતાર યુદ્ધવિરામ માટે કામ કરી રહ્યા છે, જ્યારે યુએસ ઇઝરાયેલને સમર્થન આપવાનું ચાલુ રાખે છે અને તેને હથિયારોની મદદ કરવાનું પણ ચાલુ રાખે છે. અમેરિકાએ પણ ઈઝરાયેલને યુદ્ધવિરામ માટે મનાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.

દીર અલ-બાલાહની શેરીમાં કચરો ઉપાડતા વિસ્થાપિત બાળકો
દીર અલ-બાલાહની શેરીમાં કચરો ઉપાડતા વિસ્થાપિત બાળકો (AP)

આ બધામાં ભારતની સ્થિતિ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ભારતના ઈઝરાયેલ સાથે ગાઢ સંબંધો છે અને પેલેસ્ટાઈનના નેતાઓ સાથે પણ સારા સંબંધો છે. ભારત સમજી-વિચારીને પગલાં ભરે છે, કારણ કે સમગ્ર પશ્ચિમ એશિયામાં તેનું હિત છે. મહત્વાકાંક્ષી IMEEC (ઇન્ડિયા મિડલ ઇસ્ટ ઇકોનોમિક કોરિડોર) પ્રોજેક્ટની સફળતા મોટાભાગે સાઉદી અરેબિયા પર નિર્ભર છે, જે હજુ સુધી શરૂ થઈ શકી નથી. ભારત માટે માત્ર સાઉદી જ નહીં પરંતુ ઈરાન પણ મહત્વપૂર્ણ છે. ઈરાનમાં ભારતનું ચાબહાર બંદર વ્યૂહાત્મક અને આર્થિક રીતે મહત્વપૂર્ણ છે. ભારતની વિકાસગાથા માટે ઈરાન અને સાઉદી બંને મહત્વપૂર્ણ છે.

ભારત માટે સમગ્ર પશ્ચિમ એશિયા રણનીતિક રીતે મહત્વપૂર્ણ છે, કારણ કે ખૂબ જ મહત્વપૂર્ણ સંરક્ષણ પુરવઠો ઈઝરાયેલથી આવે છે. જ્યારે ઈરાન ભારતને ક્રૂડ ઓઈલની નિકાસ કરે છે. 80 ટકા તેલ સંસાધનો પશ્ચિમ એશિયામાંથી આવે છે અને વિક્ષેપથી ભારતને ભારે અસુવિધા થઈ શકે છે. ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ભારતના હિતોની વિરુદ્ધ હશે. ભારતે વાતચીતની અપીલ કરી છે અને સંઘર્ષનો અંત લાવવાની હિમાયત કરી છે. ચીન અને ભારત પશ્ચિમ એશિયામાં સંસાધનો અને તકો માટે સ્પર્ધા કરી રહ્યા છે, જ્યાં ભારતનો દબદબો છે.

એક વિસ્થાપિત પેલેસ્ટિનિયન બાળક કામચલાઉ શિબિરમાં પાણી ભરેલી બોટલ લઈ જતો.
એક વિસ્થાપિત પેલેસ્ટિનિયન બાળક કામચલાઉ શિબિરમાં પાણી ભરેલી બોટલ લઈ જતો. (AP)

જો હમાસે 7 ઓક્ટોબર, 2023ના રોજ ઈઝરાયેલ પર હુમલો ન કર્યો હોત તો ચીનની મધ્યસ્થીનું પરિણામ કંઈક અલગ હોઈ શકતુ હતું. ચીને હમાસ અને અલ-ફતહની સાથે-સાથે સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે સમજૂતી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પહેલાં કે સમજુતી સુન્ની અને શિયા મુસલમાનોને એકજૂટ કરે, તે પહેલાં જ એક મોટો સંઘર્ષ ફાટી નીકળ્યો, જેનાથી સાઉદી અને ઈરાનીઓ વચ્ચેની કડવાશની ભાવના વણઉકેલાયેલી રહી ગઈ અને ઈઝરાયેલને વેગ મળી ગયો. ઇઝરાયેલ હમાસ અને તેના સાથીઓ સામે પોતાની લડાઈ ચાલુ જ રાખશે, જેનાથી અરબ અને ઈઝરાયેલ બંનેને ફાયદો થશે. બંનેને જ યમનના હૂતી વિદ્રોહિઓથી છુટકારો મેળવવામાં મુશ્કેલી આવી રહી છે. હવે એ જેવું રસપ્રદ રહેશે કે આગળ શું થાય છે, કેવી રીતે ઈઝરાયેલ ઈરાનના મિસાઈલ હુમલાઓનો જવાબ આપે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.