ETV Bharat / opinion

લોકશાહી અને શાસન, એક વિચક્ષણ સમીક્ષા - Democracy and Governance

લોકસભા ચૂંટણી 2024ના પરિણામે ભારતમાં લોકશાહી કેટલી જીવંત છે તે સાબિત કરી દીધું છે. આ ચૂંટણીમાં એનડીએને જનાદેશ મળ્યો જ્યારે વિપક્ષ વધુ મજબૂત બન્યો. ભારત દેશમાં લોકશાહી અને શાસન પર બેંગાલુરુના સેન્ટર ફોર પોલિટિકલ ઇન્સ્ટિટ્યુશન્સમાં પોલિટિકલ સાયન્સના પ્રોફેસર અનિલ કુમાર વદિરાજુની વિચક્ષણ સમીક્ષા વાંચો વિગતવાર. Democracy and Governance Loksabha Election 2024 NDA Congress

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 29, 2024, 4:56 PM IST

હૈદરાબાદઃ ભારતમાં લોકશાહી જીવંત છે તે સત્ય હકીકત છે, પરંતુ લોકસભા ચૂંટણી 2024ના પરિણામો પરથી આ લોકશાહી કેટલી જીવંત છે તે સાબિત થાય છે. અસરકારક લોકશાહી જ સુશાસનની નિશાની છે, પરંતુ લોકશાહી અને શાસનની કામગીરી વિરોધાભાસી હોઈ શકે છે. એનું મહત્વનું કારણ છે લોકશાહી પ્રક્રિયાઓમાં સંસ્થાકીય પ્રક્રિયાઓનો સમાવેશ. જો કે સંસ્થાકીય પ્રક્રિયાઓનો સમાવેશ સમય માંગી લેતી હોય છે.

ગવર્નન્સ, ખાસ કરીને વહીવટ અને અર્થવ્યવસ્થામાં નવા ઉદારવાદી સુધારાઓનો લોકશાહીમાં સખત વિરોધ થાય છે. નિયો-લિબરલ ગવર્નન્સ રિફોર્મ્સનો વિરોધ માત્ર વિરોધ પક્ષો તરફથી જ નહીં, પરંતુ નોકરશાહીના વિવિધ સ્તરો સહિત વિવિધ હિસ્સેદારો પણ કરતા હોય છે. નવા ઉદારવાદી સુધારાઓ હાથ ધરવા માટે વિકાસશીલ દેશોનો અનુભવ છે કે, સરકારો ગવર્નન્સના અનુસંધાનમાં એટલી જ નિષ્ફળ રહી છે, જેટલી તેઓ શાસનના અભાવને કારણે થઈ હતી. આ ઈતિહાસ આપણને વારંવાર યાદ અપાવે છે કે અસરકારક શાસન અને શાસન સુધારાઓ હાથ ધરવા એ એક-રેખીય પ્રક્રિયા નથી. ઘણીવાર આ પ્રક્રિયા પુનરાવર્તિત પણ હોય છે.

લોકશાહીમાં ચર્ચા, સંવાદ અને સમજાવટનો સમાવેશ થાય છે. ઉદાર લોકશાહીને 'ચર્ચા દ્વારા સરકાર' તરીકે ઓળખવી શકાય છે. જેમકે નવી એનડીએ સરકાર અને તેના ભાગીદારો તેનું ઉદાહરણ છે. આ નવી સરકારે શાસનમાં ખાસ કરીને ગઠબંધનના કિસ્સામાં ધ્યાન રાખવું જરુરી છે. ગઠબંધનની આંતરિક પાર્ટીઓની હિતોની માંગણીઓને વિરોધ પક્ષોની ટીકાઓ જેટલું જ મહત્વ આપવું જરૂરી છે. એવું કહેવાય છે કે લોકશાહી જેટલી મજબૂત હોય છે તેટલી શાસન પ્રક્રિયામાં ગરબડ જોવા મળે છે. આવા કિસ્સાઓમાં કેન્દ્ર અને રાજ્ય બંને સ્તરે સરકારો નિયો-લિબરલ ગવર્નન્સ રિફોર્મ્સ કરી શકશે નહીં.

આપણે રાજકીય સંસ્થાઓની ભૂમિકા વિશે વિચાર કરીએ. રાજ્ય અને કેન્દ્રીય સ્તરે નવી સરકારો સંસદ અને વિધાનસભાઓ જેવી સંસ્થાઓને ગ્રાન્ટેડ માની શકાતી નથી અને તેમની અંદરના વિરોધને પણ દબાવી શકાતો નથી. સંસદે રાજ્યની વિધાનસભાઓ માટે 'ચર્ચા દ્વારા સરકાર'નું મોડેલ રજૂ કરવું જોઈએ. વિપક્ષના સંસદસભ્યોનું બેફામ સસ્પેન્શન ન થવું જોઈએ. નવી સરકારે એ હકીકત ધ્યાને રાખવી જોઈએ કે જનતાએ તેમને લોકતાંત્રિક પ્રક્રિયા દ્વારા મત આપ્યા છે. સંસદમાં કે બહાર સમાનતાનું સન્માન થવું જોઈએ.

અંતે.. બળજબરી કરતી એજન્સીઓ દ્વારા વિરોધના અવાજોને શાંત પાડવાને અસરકારક શાસનની પ્રક્રિયા પર પુનર્વિચાર થવો જોઈએ. આ એજન્સીઓના અમર્યાદિત ઉપયોગથી તાજેતરની ચૂંટણીમાં વિપક્ષ વધુ મજબૂત બન્યો છે. શાસન માટે સતત જાગૃતિ સાથે સાવચેત અભિગમની જરૂર છે. ભારત જેવી લોકશાહીમાં વહીવટી સુધારણા માટે અને ઈચ્છિત પરિણામો લાવવા માત્ર સરકારોમાં પરિવર્તન જરુરી છે. આમ, લોકશાહી અને શાસન વચ્ચેના સંબંધને ધ્યાનમાં રાખવો ખૂબ આવશ્યક છે. લોકશાહી અને લોકતાંત્રિક રાજકારણ વધુ ગહન હોય ત્યારે તેના મૂળિયા રાજકારણમાં ઊંડે સુધી જાય છે. દેશનું લોકશાહી રાજકારણ જેટલું મજબૂત હશે, તેટલા જ ગવર્નન્સ રિફોર્મ્સ, ખાસ કરીને નિયો-લિબરલ ગવર્નન્સ રિફોર્મ્સ હાથ ધરવાના તેના પ્રયાસો અવ્યવસ્થિત હશે.

  1. ભારતની નવી ગઠબંધન સરકાર માટે તકો અને પડકારો, એક તાર્કિક વિશ્લેષણ - Indias New Coalition Government
  2. વિપક્ષના એકત્રીકરણ બાદ બનેલું મોદી 3.0, જીત્યા બાદ પણ હારી ગયું ? - Lok Sabha Election 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.