ઈસ્ટ આફ્રિકાઃ પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમથી સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. વિદેશમાં પણ પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને ભકતો વધાવી રહ્યા છે. ઈસ્ટ આફ્રિકાના બુરેન્ડીમાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા સંદર્ભે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. કુલ 3 દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રભુ શ્રી રામના પોસ્ટલ સ્ટેમ્પ ઈશ્યૂ કરાયા હતા.
ઈસ્ટ આફ્રિકન દેશ બુરન્ડીમાં પ્રભુ શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા સંદર્ભે 3 દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ખાસ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બુરન્ડી સરકારે પ્રભુ શ્રી રામના માનમાં પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડ્યા છે. આ સ્ટેમ્પને ભારતના વડા પ્રધાન મોદીને સુપરત કરવામાં આવશે...હિરેન સોની(વીસી ઓફ ઈન્ડિયન એસો. ઓફ બુરન્ડી, ઈસ્ટ આફ્રિકા)
પ્રભુ શ્રી રામ વિષયક કાર્યક્રમોઃ ઈસ્ટ આફ્રિકન દેશ બુરન્ડીમાં ભારતીય હિન્દુ સંગઠનો દ્વારા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની યાદગીરી રૂપે ખાસ ટપાલ ટિકિટ સ્ટેમ્પ્સ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. હિન્દુ મંડળનાં પ્રેસિડેન્ટ હિતુલભાઈ ખેતીયાના ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. સૌ હિંદુ સંગઠનો એકત્રિત થઈને અયોધ્યા ખાતેના આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને યાદગાર બનાવવા માટે ભારતીય સંસ્કૃતિઓનું પરંપરાનું સમર્થન પ્રસાર પ્રચાર કરવા માટે સક્રિય રૂપથી ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમની શરૂઆત મંડળના ધાર્મિક સ્થળોથી શરૂ કરવામાં આવી હતી. જય શ્રી રામના નારા સાથે કાર રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. બધા કાર્યકર્તાઓ પોતાના વાહનોને સજાવીને વાજતેગાજતે આ રેલીમાં જોડાયાં હતાં. આફ્રિકન દેશ બુરન્ડીમાં કેસરીયો માહોલ સર્જાયો હતો.