ETV Bharat / international

બાઇડેન બાદ PM મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાત, યુક્રેન સંઘર્ષ પર ચર્ચા કરી - PM Modi Speaks with Vladimir Putin

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 28, 2024, 11:01 AM IST

યુક્રેનની મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન બંનેએ રશિયા-યુક્રેન સંઘર્ષ અંગે વિચારોની આપલે કરી હતી. PM Modi Speaks with Vladimir Putin

PM મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાત
PM મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાત (ANI)

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. પીએમ મોદીએ યુક્રેનની મુલાકાત બાદ પુતિન સાથે આ વાતચીત કરી હતી. આ પહેલા સોમવારે વડાપ્રધાન મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે ફોન પર વાત કરી હતી.

રાષ્ટ્રપતિ પુતિન સાથે વાતચીત : રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથેની વાતચીતની માહિતી આપતાં પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે, પુતિન સાથે ભારત અને રશિયા વચ્ચે વિશેષાધિકૃત વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાના પગલાં અંગે ચર્ચા કરી. રશિયા-યુક્રેન સંઘર્ષ પર મંતવ્યોનું આદાન-પ્રદાન કર્યું અને યુક્રેનની તાજેતરની મુલાકાતથી પ્રાપ્ત થયેલા દૃશ્યની પણ ચર્ચા કરી. તેમણે રશિયા-યુક્રેન સંઘર્ષના વહેલા, સ્થાયી અને શાંતિપૂર્ણ ઉકેલ માટે પુતિનને સમર્થન આપવા માટે ભારતની મક્કમ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.

PM મોદી BRICS સમિટમાં ભાગ લેશે ? પુતિન સાથેની વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીએ આ વર્ષે ઓક્ટોબરમાં રશિયાની અધ્યક્ષતામાં કાઝાનમાં યોજાનારી BRICS સમિટમાં ભાગ લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. વાતચીત દરમિયાન, પીએમ મોદીએ કીવની તેમની તાજેતરની મુલાકાત વિશે માહિતી આપી અને રશિયા-યુક્રેન સંઘર્ષના સંભવિત રાજકીય અને રાજદ્વારી ઉકેલમાં યોગદાન આપવાના તેમના રસ પર ભાર મૂક્યો હતો.

રશિયાએ એક નિવેદનમાં જણાવ્યું કે, વાતચીતમાં રશિયન પ્રમુખ વ્લાદિમીર પુટિને કિવ સત્તાવાળાઓ અને તેમના પશ્ચિમી સમર્થકોની વિનાશક નીતિનું મૂળભૂત મૂલ્યાંકન કર્યું અને સંઘર્ષને ઉકેલવા માટેની મુખ્ય રશિયન અભિગમોની રૂપરેખા આપી હતી. બંને નેતાઓએ જુલાઈમાં ભારતીય વડાપ્રધાનની રશિયાની સત્તાવાર મુલાકાત બાદ વેપાર અને આર્થિક ક્ષેત્રોમાં થયેલા કરારોના વ્યવહારિક અમલીકરણના મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.

  1. PM મોદીની યુક્રેન મુલાકાત રશિયા અને યુક્રેનના સબંધોમાં ફરક પડશે : એક્સપર્ટ
  2. પોલેન્ડમાં PM મોદીનું ઉષ્માભર્યું સ્વાગત, કહ્યું- 'NRI બંને દેશોના મજબૂત સંબંધોનું પ્રતીક'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.