ETV Bharat / entertainment

'બેબી જ્હોન' નું ટીઝર રિલીઝ: વરુણ ધવનના એક્શન લૂકે લગાવી આગ, જેકી શ્રોફનો ખૌફનાક અવતાર - BABY JOHN TEASER

વરુણ ધવન સ્ટારર ફિલ્મ બેબી જ્હોનનું ટીઝર આજે રિલીઝ કરવામાં આવ્યું છે, જે જોવામાં ખૂબ જ જોરદાર છે. જાણો આ ફિલ્મની સમગ્ર વિગત અને અપડેટ

'બેબી જ્હોન' નું ટીઝર
'બેબી જ્હોન' નું ટીઝર (Movie Poster)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 4, 2024, 2:15 PM IST

હૈદરાબાદ : વરુણ ધવન સ્ટારર એક્શન ડ્રામા ફિલ્મ 'બેબી જોન' નું ટીઝર આજે 4 નવેમ્બરે રિલીઝ કરવામાં આવ્યું છે. શાહરૂખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ 'જવાન'ના દિગ્દર્શક એટલીની પત્ની પ્રિયા એટલીએ બેબી જ્હોન પ્રોડ્યુસ કરી છે. વરુણ ધવનની આ માસ એક્શન ફિલ્મ રિલીઝની નજીક જઈ રહી છે.

'બેબી જોન'નું ટીઝર : બેબી જ્હોન માટે વરુણ ધવનના ભયાનક પોસ્ટર બાદ હવે ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. 'બેબી જોન'નું ટીઝર જોઈને લાગી રહ્યું છે કે, વરુણ ધવન તેની ફિલ્મી કરિયરની શ્રેષ્ઠ ફિલ્મ કરવા જઈ રહ્યો છે. કલિશે બેબી જ્હોનની વાર્તા લખી છે અને તેમણે જ ફિલ્મનું નિર્દેશન પણ કર્યું છે.

એક્શનથી ભરપૂર ટીઝર : બેબી જોનનું ટીઝર એક છોકરીથી શરૂ થાય છે, જે વરુણ ધવનની દીકરી છે. છોકરી તેના પિતા વરુણ વિશે જણાવે છે અને બીજી તરફ ટીઝરમાં વરુણને એક્શનમાં બતાવવામાં આવ્યો છે. આખા ટીઝરમાં વરુણ ધવન એક્શન લુકમાં જોવા મળે છે અને ફિલ્મની હિરોઈન કીર્તિ સુરેશ અને વામિકા ગબ્બીની ઝલક પણ ટીઝરમાં જોવા મળે છે. બીજી તરફ જેકી શ્રોફ આ ફિલ્મમાં વિલન તરીકે જોવા મળવાના છે અને તેમનો લુક પણ ફિલ્મ બેબી જ્હોન જોવાની ઉત્તેજના વધારી રહ્યો છે.

ક્યારે રિલીઝ થશે બેબી જોન ? બેબી જ્હોનમાં વરુણ ધવન સાથે સાઉથની અભિનેત્રી કીર્તિ સુરેશ, વામિકા ગબ્બી તથા જેકી શ્રોફ અને રાજપાલ યાદવ જોવા મળશે. તાજેતરમાં જ સલમાન ખાને ફિલ્મના શૂટિંગને ફ્લેગ ઓફ કર્યું હતું. બેબી જોન 2024 ના ક્રિસમસના અવસર પર રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મમાં વરુણ ધવન એક્શન અને રોમાન્સ બંને કરતો જોવા મળશે.

સલમાન ખાનનો કેમિયો : કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં સલમાન ખાનનો કેમિયો પણ જોવા મળશે. તમને જણાવી દઈએ કે, બેબી જ્હોન એટલીની ફિલ્મ થેરીની સત્તાવાર હિન્દી રિમેક છે. 2016માં રિલીઝ થયેલી થેરીમાં થાલાપતિ વિજય અને સામંથા રૂથ પ્રભુએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

  1. ગુજરાતી ફિલ્મ 'સાસણ'નું ટ્રેલર રિલીઝ, સિંહો-ગીરના માલધારીઓ વચ્ચેની મિત્રતા
  2. 'પંચાયત' સિઝન 4 નું શૂટિંગ શરૂ થયું, ફુલેરાથી સચીવજી અને પ્રધાનજીની તસવીરો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.