હૈદરાબાદ: અમદાવાદમાં આજ રોજ બોલિવૂડના જાણીતા પ્લેબેક સિંગર સિંગર અરિજીત સિંહના કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આજ રોજ અમદાવાદમાં તેમના ચાહકોમાં આગવો ઉત્સાહ જોવા મળશે. તેમજ અરિજીત સિંહના કોન્સર્ટ માટે મોટી સંખ્યામાં તેના ચાહકો કોન્સર્ટ વેન્યૂ પર હાજર રહેશે. કોન્સર્ટનું જ્યાં આયોજન થવાનું છે ત્યાં લોકોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળશે તેમજ વાહન વ્યવહારમાં પણ ટ્રાફિકની સમસ્યા સર્જાઈ શકે છે. આ દરમિયાન અમદાવાદ મેટ્રો દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત અનુસાર આજના દિવસે અમદાવાદ મેટ્રો મોડી રાત્રી સુધી દોડાવવામાં આવશે.
મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, અમદાવાદ મેટ્રો દ્વારા અંદાજ લગાવવામાં આવ્યો છે કે, આ કોન્સર્ટમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થશે. પરિણામે ગિફ્ટ સિટી સુધી મેટ્રોની સુવિધા ઉપલબ્ધ છે અને તેનો લોકો ઉપયોગ કરી શકે તેવા હેતુથી મોડી રાત્રી દરમિયાન પણ મેટ્રોની સુવિધા પૂરી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
![આજ રોજ અમદાવાદમાં મેટ્રો મોડી રાત્રી સુધી દોડશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12-01-2025/gj-ahd-03-metro-train-time-photo-story-7212445_12012025084232_1201f_1736651552_408.jpg)
પ્લેબેક સિંગર અરિજીત સિંહ, આજે 12 જાન્યુઆરી, 2025 ના રોજ ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે તેના અદભૂત અવાજથી તેના ચાહકોને મંત્રમુગ્ધ કરવા માટે તૈયાર છે. અહીં જાણવા જેવી બાબત એ છે કે, અરિજીત સિંહ એ આ પહેલા 14 ઓક્ટોબર, 2023 ના રોજ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પરફોર્મ કર્યું હતું. ત્યારબાદ તે હવે આજે બીજી વાર ગુજરાતમાં પરફોર્મ કરવા જઈ રહ્યો છે.
12 જાન્યુઆરીએ આ પ્રમાણેના સમયે દોડશે મેટ્રો ટ્રેન: અમદાવાદ મેટ્રો અનુસાર, 12 જાન્યુઆરી 2025 ના રોજ મેટ્રો સ્ટેશન નજીક ગિફ્ટ સિટી ખાતે અરિજિત સિંહના કોન્સર્ટ ને ધ્યાનમાં રાખીને GMRC (Gujarat Metro Rail Corporation) એ ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશનથી પરત ફરતા મુસાફરો માટે મેટ્રો સેવાઓને માત્ર 12 મી જાન્યુઆરી માટે જ નીચેના સમયે અનુસાર લંબાવવાનો નિર્ણય કર્યો છે. આમ આજના દિવસે મેટ્રોની નીચે દર્શાવેલ સમય દરમિયાન વધારાની ટ્રેન દોડશે.
- રાત્રે 8:30 કલાકે
- રાત્રે 9:30 કલાકે
- રાત્રે 10:30 કલાકે
- રાત્રે 11:30 કલાકે
800 થી 850 પેસેન્જરની ક્ષમતા હોવાથી ક્ષમતા કરતા વધુ લોકોને ટ્રેનમાં ન ચડવા વિનંતી:
આ સાથે જ અમદાવાદ મેટ્રો દ્વારા લોકોને વિનંતી કરવામાં આવી છે કે, મેટ્રો ટ્રેનની મહત્તમ ક્ષમતા 800 થી 850 પેસેન્જરની છે, તેથી એક મેટ્રો ટ્રેન મહત્તમ ક્ષમતા સાથે ભરાઈ જાય ત્યારબાદ તે ટ્રેનમાં ન ચડવું. તેમજ આગળની બીજી ટ્રેન ઉપર દર્શાવેલ નિર્ધારિત સમય પર સેવામાં ઉપસ્થિત થશે.
આ પણ વાંચો: