ETV Bharat / entertainment

'રામ' બનીને 'સીતા'ને બચાવવા નીકળ્યા 'બાજીરાવ સિંઘમ', જુઓ 'સિંઘમ અગેન'નું ટ્રેલર - Singham Again Trailer - SINGHAM AGAIN TRAILER

ફિલ્મ મેકર રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સની એક્શન ફિલ્મ 'સિંઘમ અગેન'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મ આ દિવાળીએ થિયેટરમાં રિલીઝ થશે.

'સિંઘમ અગેન'નું ટ્રેલર
'સિંઘમ અગેન'નું ટ્રેલર (Youtube)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 7, 2024, 2:52 PM IST

મુંબઈ : અજય દેવગન, રણવીર સિંહ, અક્ષય કુમાર, અર્જુન કપૂર અભિનીત 'સિંઘમ અગેન'નું ટ્રેલર આજે એટલે કે 7 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં અજય દેવગન, રણવીર સિંહ, અક્ષય કુમારની દમદાર ભૂમિકાઓ જોવા મળી રહી છે. ટ્રેલરે ચાહકો અને દર્શકોની ઉત્સુકતા વધારી દીધી છે.

ટ્રેલરે મચાવી ધૂમ, રાવણની લંકા બાળવા તૈયાર સિંઘમ

સિંઘમ અગેનનું પાવર ફુલ ટ્રેલર લૉન્ચ થઈ ગયું છે અને ટ્રેલર જોતાં જ સ્પષ્ટ થાય છે કે તે રામાયણની થીમ પર આધારિત છે. ટ્રેલરમાં, બાજીરાવ સિંઘમ કલયુગના રાવણ સામે યુદ્ધ લડી રહ્યા છે જે તેની સીતા એટલે કે અવની બાજીરાવ સિંઘમનું અપહરણ કરે છે. રામની જેમ અજય દેવગનની પોતાની સેના છે જે રાવણની લંકાનું દહન કરવામાં તેમનો સાથ આપે છે. રોહિતની સિંઘમ અગેનનું ટ્રેલર ખૂબ જ શક્તિશાળી, એક્શનથી ભરપૂર અને આશાસ્પદ છે.

ફિલ્મમાં કોણ-કોણ લીડ રોલમાં દેખાશે ?

ફિલ્મ 'સિંઘમ અગેન'માં અજય દેવગન, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, અર્જુન કપૂર અને કરીના કપૂર લીડ રોલમાં છે. તે 1 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. 'સિંઘમ અગેન' બોક્સ ઓફિસ પર કાર્તિક આર્યન, વિદ્યા બાલન અને તૃપ્તિ ડિમરીની હોરર કોમેડી ફિલ્મ ભૂલ ભુલૈયા 3 સાથે ટકરાશે. સિંઘમ અગેનના ટ્રેલરનો રનટાઈમ 4 મિનિટ 58 સેકન્ડનો છે, જે ભારતીય સિનેમામાં અત્યાર સુધીનું સૌથી લાંબુ ટ્રેલર હશે.

રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત 'સિંઘમ અગેન'માં અજય દેવગન તેના સિંઘમના લોકપ્રિય પાત્રમાં જોવા મળશે. જ્યારે રણવીર સિંહ અને અક્ષય કુમાર સંગ્રામ ભાલેરાવ (સિમ્બા) અને વીર સૂર્યવંશી તરીકે પરત ફરશે. સિમ્બામાં રણવીરે અભિનય કર્યો હતો, જ્યારે અક્ષય સૂર્યવંશીમાં પોલીસકર્મીની ભૂમિકા ભજવતો જોવા મળ્યો હતો. જ્યારે ટાઈગર શ્રોફ એસીપી સત્યાની ભૂમિકા ભજવશે. જ્યારે કરીના અવની બાજીરાવ સિંઘમ અને દીપિકા પાદુકોણના પાત્રનું નામ શક્તિ શેટ્ટી છે જે પોલીસ ઓફિસરની ભૂમિકામાં છે.

ભૂલ ભુલૈયા-3 સાથે હશે ટક્કર

સિંઘમ અગેન, અજય દેવગન, કરીના કપૂર, અક્ષય કુમાર, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, ટાઈગર શ્રોફ, અર્જુન કપૂર અને જેકી શ્રોફ અભિનીત, 1 નવેમ્બર, 2024 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ રોહિત દ્વારા બનાવવામાં આવેલ કોપ યુનિવર્સનો ત્રીજો ભાગ છે. અને આ સિંઘમ રિટર્ન્સની સિક્વલ છે. અહેવાલો અનુસાર, થિયેટર રિલીઝ પછી, સિંઘમ અગેન OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થશે. સિંઘમ અગેઇન સિનેમાઘરોમાં કાર્તિક આર્યનની ભૂલ ભુલૈયા-3 સાથે ટકરાશે.

  1. 'સિંઘમ અગેન' ટ્રેલર અંગે રોહિત શેટ્ટીએ પ્રોમો સાથે કરી સત્તાવાર જાહેરાત
  2. સલમાન ખાનની ફિલ્મ કીક 2 ની મોટી જાહીરાત, એક્ટરનો ફર્સ્ટ લુક આવ્યું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.