ETV Bharat / entertainment

રવિના ટંડનની કારે કોઈને ટક્કર મારી ન હતી, CCTV ફૂટેજ આવ્યા સામે, DCPએ આપ્યું આ નિવેદન - RAVEENA TANDON DRIVING INCIDENT - RAVEENA TANDON DRIVING INCIDENT

હાલમાં જ રવિના ટંડનના ડ્રાઈવર અને કેટલીક મહિલાઓ વચ્ચે ઝપાઝપીનો વીડિયો વાયરલ થયો હતો, જે બાદ રવિના પણ બચાવમાં આવી હતી. હવે આના પર ડીસીપી રાજ તિલકે સ્પષ્ટતા કરી છે કે મામલો શું હતો? RAVEENA TANDON DRIVING INCIDENT

રવિના ટંડનની કારે કોઈને ટક્કર મારી ન હતી,
રવિના ટંડનની કારે કોઈને ટક્કર મારી ન હતી, (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 2, 2024, 5:15 PM IST

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડનના રોડ એટેક કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે, અભિનેત્રીની કારે મહિલાઓને ટક્કર મારી ન હતી. રવીના કારમાંથી નીચે ઉતરી ત્યારે તેમની વચ્ચે બોલાચાલી થઈ હતી. આ અંગે ઝોન 9ના ડીસીપી રાજ તિલક રોશને કહ્યું, 'રવીના પોતાના ઘરે આવી રહી હતી ત્યારે તેની કાર રિવર્સ લઈ રહી હતી. ત્યાંથી પસાર થઈ રહેલી એક મહિલા ડ્રાઈવર પર ગુસ્સે થઈ ગઈ અને તેને ધ્યાનથી વાહન ચલાવવા માટે કહ્યું. કાર મહિલાને અડકી પણ ન હતી, પરંતુ બંને વચ્ચે દલીલ શરૂ થઈ હતી.

કોઈને ઈજા થઈ નથી: તેણે વધુમાં જણાવ્યું કે, રવિના કારમાંથી બહાર નીકળી અને વિવાદ શરૂ થયો હતો. અમને કોઈપણ પક્ષ તરફથી કોઈ લેખિત ફરિયાદ મળી નથી. આ કારણે કોઈ કેસ બહાર આવ્યો નથી, કોઈને ઈજા થઈ નથી. રવીનાએ દાવો કર્યો કે, ટોળાએ તેના પર હુમલો કર્યો, રિપોર્ટ્સ અનુસાર, રવીનાની કાર બિલ્ડીંગમાં પ્રવેશ્યા પછી ટોળાએ ડ્રાઈવરને બહાર આવવા અને તેમની સાથે વાત કરવાની માંગ કરી. જ્યારે સ્થિતિ વણસી ત્યારે રવિનાએ દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન તેને ઈજા થઈ હતી.

લોકોએ મારપીટનો આરોપ લગાવ્યો: આ પહેલા સ્થાનિક લોકો અને અભિનેત્રી વચ્ચેની દલીલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં સ્થાનિક લોકોએ રવિના અને તેના ડ્રાઈવર પર એક વૃદ્ધ મહિલા સહિત ત્રણ મહિલાઓ પર કથિત રીતે મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના મુંબઈના કાર્ટર રોડ પર રિઝવી કોલેજ પાસે બની હતી.

હાલમાં રવિના 'પટના શુક્લા'માં જોવા મળી: વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, રવીના તાજેતરમાં ડિઝની + હોટસ્ટારના કોર્ટરૂમ ડ્રામા 'પટના શુક્લા'માં જોવા મળી હતી, જેમાં લોકોએ તેની ભૂમિકાને ખૂબ પસંદ કરી હતી. જેમાં દિવંગત સ્ટાર સતીશ કૌશિકે તેની સાથે સ્ક્રીન શેર કરી હતી. તેની આગામી ફિલ્મ 'વેલકમ 3' છે જેમાં તે અક્ષય કુમાર, સંજય દત્ત, અરશદ વારસી, દિશા પટણી, લારા દત્તા અને પરેશ રાવલ જેવા સ્ટાર્સ સાથે સ્ક્રીન શેર કરશે.

  1. અનંત-રાધિકા પ્રિ વેડિંગ: ક્રૂઝ પર જોની ડેપના લૂકમાં જોવા મળ્યો શાહરૂખ ખાન, સલમાન-રણબીર સહિતના આ સ્ટાર્સ જોવા મળ્યા - Anant Radhika Pre Wedding
  2. સની દેઓલ પર છેતરપિંડી અને ખંડણીનો આરોપ, ફિલ્મ નિર્માતાનો ચોંકાવનારો ખુલાસો - Sunny Deol

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.