મુંબઈ: 1999માં ઈન્ડિયન એરલાઈન્સ ફ્લાઈટ 814ના અપહરણની ઘટના પર પ્રકાશ પાડતી આ સિરીઝ છે. આમાં અપહરણકર્તાઓના નામ હિંદુ રાખવા પર નેટીઝન્સ સોશિયલ મીડિયા પર ઘણો વિરોધ કરી રહ્યા છે. ગૂગલ પર આતંકવાદીઓના નામ સર્ચ કરતી વખતે ઘણા લોકોએ સ્ક્રીનશોટ શેર કરીને જણાવ્યું કે, આતંકવાદીઓના સાચા નામ શું છે.
Netflix Content Head has been summoned tomorrow by the Ministry of Information & Broadcasting over the 'IC814' web series content row: Sources
— ANI (@ANI) September 2, 2024
કન્ટેન્ટ હેડને સમન્સ: સિરીઝમાં બતાવવામાં આવ્યું છે કે અપહરણકર્તાઓને ચીફ, ડૉક્ટર, બર્ગર, ભોલા અને શંકરના કોડનામો સાથે બતાવવામાં આવ્યા છે. જેમાં ભોલા અને શંકર નામને લઈને વિવાદ થયો હતો. કેટલાક લોકોએ ફિલ્મ નિર્માતાઓ પર ઇરાદાપૂર્વક હિંદુ નામો પસંદ કરવાનો આરોપ લગાવ્યો છે, જેનાથી તથ્યોને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે અને ધાર્મિક તણાવ પેદા કર્યો છે. આ વિવાદે ઓનલાઈન ભારે ચર્ચા જગાવી છે, જેમાં ટીકાકારોએ તથ્યોને ખોટી રીતે રજૂ કરવા બદલ નિર્દેશક અનુભવ સિંહાને નિશાન બનાવ્યા છે. આ કારણે 'IC814' વેબ સિરીઝના કન્ટેન્ટ વિવાદ પર માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા Netflix કન્ટેન્ટ હેડને દિલ્હી બોલાવવામાં આવ્યા છે.
Names of IC814 Hijackers changed to Shankar & Bhola by @anubhavsinha
— Stranger (@amarDgreat) September 1, 2024
This is how Bollywood let the TERRORISTS WIN:#BoycottBollywood#IC814TheKandaharHijack
IC814 Names in
Hijackers Webseries pic.twitter.com/lv0xeVgIJu
આ સિરીઝ પત્રકાર સંજય ચૌધરી અને પ્લેન કેપ્ટન દેવી શરણ દ્વારા લખાયેલ પુસ્તક 'ફ્લાઇટ ઇન ફિયરઃ ધ કૅપ્ટન્સ સ્ટોરી' પર આધારિત છે. આ સિરીઝમાં વિજય વર્માએ મુખ્ય ભૂમિકા ભજવી છે જ્યારે નસીરુદ્દીન શાહ, પંકજ કપૂર, મનોજ પાહવા, દિયા મિર્ઝા, અનુપમ ત્રિપાઠી, પત્રલેખા જેવા કલાકારો છે. તે 29 ઓગસ્ટના રોજ Netflix પર રિલીઝ કરવામાં આવ્યું હતું. પ્રેક્ષકો અને વિવેચકોએ કલાકારોના અભિનયની ખૂબ પ્રશંસા કરી પરંતુ સિરીઝમાં તથ્યો સાથે ચેડાં કરવાને લઈને સોશિયલ મીડિયા પર હેશટેગ બોયકોટ IC 814 ટ્રેન્ડ કરી રહ્યો છે.
આ પણ વાંચો: