મુંબઈ: એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે 12 જુલાઈએ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. જેના માટે માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ જાણીતા લોકોને આમંત્રણ મોકલવામાં આવી રહ્યું છે. ત્યારે અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયામાં લગ્નની રસમો શરૂ થઈ ચૂકી છે. પરિવારના સભ્યો, સંબંધીઓ અને ખાસ મિત્રો આ કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે.
ગુજરાતી કલાકાર કિંજલ દવેના સૂરે અંબાણી પરિવાર ગરબે ઝૂમી ઉઠ્યો, જુઓ વીડિયો#Kinjaldave #anantambani #ambanifamily #anantambaniwedding #garbanight #vtvgujarati pic.twitter.com/gL3C2zUtyp
— ajitsinh Jadejatv (@AJadejatv) July 10, 2024
મામેરુ ફંક્શન બાદ ગરબા નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણિતી ગુજરાતી સિંગર કિંજલ દવેએ રાધિકાના ગરબા રાસમાં લાઈવ પરફોર્મન્સ આપ્યું હતું. ત્યારે કિંજલ દવેએ તેના મધુર કંઠથી અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની ગરબા રાસમાં આવેલા લોકોને થનગનાટના તાલે રમાડ્યા હતાં. તો કિંજલ દવેના કંઠેથી નીકળેલા સુરના તાલે વિદેશી મહેમાનો પણ ઝુમી ઉઢ્યા હતાં. આ કાર્યક્રમમાં અનેક બોલિવુડ સિતારાઓએ પણ હાજરી આપી હતી. આ કાર્યક્રમનું આયોજમ મુકેશ અંબાણીના જીઓ કનવેનશન સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું.
અંબાણી પરિવારના આ ફંક્શનમાં બોલિવૂડથી લઈને રાજકીય જગતની મોટી હસ્તીઓનો મેળાવડો જોવા મળશે. આ સિવાય વિદેશથી અંબાણીના ખાસ મહેમાનો પણ આ લગ્નમાં હાજરી આપવા આવી શકે છે. નોંધનીય છે કે અનંત અંબાણીના લગ્નની ઉજવણી 29 જૂને મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત ઘર એન્ટિલિયામાં પૂજા સાથે શરૂ થઈ હતી અને ત્યારબાદ મામેરુ, સંગીત અને હલ્દી સમારોહ જેવી વિધિઓ કરવામાં આવી હતી. અનંત રાધિકાની હલ્દી સેરેમની 8 જુલાઈએ થઈ હતી, જેમાં સલમાન ખાન, રણવીર સિંહ, સારા અલી ખાન, અનન્યા પાંડે અને અન્ય સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી.