ETV Bharat / entertainment

'કલ્કી 2898 AD'માં બિગ બીનું નવું પોસ્ટર જાહેર, ચાહકોને આજે સાંજે મળશે સરપ્રાઈઝ - Kalki 2898AD - KALKI 2898AD

મેકર્સે સાઉથ સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ 'કલ્કી 2898AD'નું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે. જેમાં અમિતાભ બચ્ચનનો અડધો લુક સામે આવ્યો છે. ઉપરાંત, સાંજે કેટલાક મોટા અપડેટની પણ જાહેરાત કરવામાં આવશે.

Etv BharatKalki 2898 AD
Etv BharatKalki 2898 AD
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 21, 2024, 5:31 PM IST

મુંબઈ: ફિલ્મ નિર્માતા નાગ અશ્વિનની આગામી સાયન્સ-ફિક્શન ફિલ્મ 'કલ્કી 2898 એડી'ની જાહેરાત કરવામાં આવી છે, જેમાં અમિતાભ બચ્ચન, કમલ હાસન, પ્રભાસ, દીપિકા પાદુકોણ અને દિશા પટણી ખાસ ભૂમિકામાં છે. ચાહકો ખૂબ જ આતુરતા સાથે ફિલ્મ વિશેના દરેક અપડેટની રાહ જોઈ રહ્યા છે. આ તમામ ઉત્તેજના વચ્ચે, એક નવી અપડેટ દર્શાવે છે કે નિર્માતાઓ આ રવિવારે એક મોટી જાહેરાત કરવાની યોજના બનાવી રહ્યા છે. જે ચાહકો માટે સરપ્રાઈઝ જેવું હશે. નિર્માતાઓએ તાજેતરમાં અમિતાભ બચ્ચનના પાત્રનું પહેલું પોસ્ટર આ વચન સાથે રિલીઝ કર્યું હતું કે આજે સાંજે તેનો સંપૂર્ણ લુક જાહેર કરવામાં આવશે.

મેકર્સે ફિલ્મનું નવું પોસ્ટર બહાર પાડ્યું: સફેદ અપીયરેંસમાં અમિતાબ બચ્ચન મંદિરમાં બેઠા છે, તેમનો ચહેરો સંપૂર્ણપણે ઢંકાયેલો છે અને રહસ્યમય રીતે તેજસ્વી કિરણ તરફ જોઈ રહ્યા છે. પોસ્ટર રિલીઝ કરતી વખતે, મેકર્સે ટૂંક સમયમાં મોટી જાહેરાતની આશા વ્યક્ત કરી અને પોસ્ટર પર લખ્યું, 'સમય આવી ગયો છે'. જેના કારણે દર્શકો આ ફિલ્મ માટે વધુ ઉત્સુક બન્યા છે.

ચાહકોને આટલા વાગ્યો મળશે સરપ્રાઈઝ: રિપોર્ટ્સનું માનીએ તો 'કલ્કી 2898 એડી'ની ટીમ આ રવિવારે કેટલાક ભવ્ય આયોજનો કરી રહી છે. ફિલ્મમાંથી કેટલાક મોટા અપડેટ્સની અપેક્ષા છે, સમગ્ર વિશ્વના ચાહકો માટે આ એક મોટું આશ્ચર્ય છે. એવા અહેવાલો છે કે મેકર્સ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી શકે છે. તે જાણવું રસપ્રદ રહેશે કે શું મોટો ખુલાસો ફિલ્મની કહાની અથવા તેના પાત્રો વિશે છે. નિર્માતાઓ આજે સાંજે 7.15 વાગ્યે આ અપડેટ જાહેર કરવા જઈ રહ્યા છે. મોસ્ટ અવેઇટેડ ફિલ્મ કલ્કી 2898AD એ નાગ અશ્વિન દ્વારા દિગ્દર્શિત અને વૈજયંતી મૂવીઝ દ્વારા નિર્મિત બહુભાષી ફિલ્મ છે.

  1. દુબઈમાં કરાટે ઈવેન્ટમાં 'સંજુ બાબા'ના પુત્ર સાથે જોવા મળ્યો સલમાન ખાન, આ ફાઈટર સાથે સ્ટાર કિડનો પરિચય કરાવ્યો - Salman Khan and Sanjay Dutt son

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.